ફેગશુઇમાં લાફિંગ બુધ્ધાનું એક અનોખુ મહત્વ છે એવુ માનવામાં ઓ છે કે લાફિંગ બુધ્ધાએ ગુડલક અને સમૃધ્ધિને લઇને આવે છે પરંતુ શું તમે તેનો ખરો અર્થ જાણો છો? અને શા પરથી આવ્યુ તેમનુ આ નામ??
ચાઇનીઝ સંત :-
લગભગ ૧૦૦૦ વર્ષ પહેલા ચીનમાં ચેન નામના એક બુધિસ્ટ સંત પર આધારીત છેે. જે તેમના હાસ્ય અને ઉદાર સ્વભાવ માટે જાણીતા હતા. તેમને બુધ્ધ ભગવાનનો પુનર્જન્મ માનવામાં આવ તો હતા તેમની મોટી ફાંદ અને નિર્દોષ હાસ્યને કારણે તેમને લાફિંગ બુધ્ધા નામ આપવામાં આવ્યું હતું.
ફેગશુઇ :
– ફેગશુઇમાં લાફિંગ બુધ્ધા ઘરમાં કઇ દિશામાં રાખવો જોઇએ તેનુ સચોટ વર્ણન છે તેમજ આ બુધ્ધાને ઘરની અમુક દિશામાં રાખવામાં આવે તો તે પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ બન્યો રહે છે.
– જો ફેમિલીમા ખૂબ જ બોલાચાલી થતી હોય તો તેમને પૂર્વ દિશામાં રાખવુ જોઇએ.
– ભાગ્ય લક્ષ્મીને રિઝાવવા માટે લાફિંગ બુધ્ધાને મેઇન રૂમના દક્ષિણ- પૂર્વ ખૂણામાં રાખો.
– ડાઇનિંગ રૂમ કે બેડરૂમમાં રાખશો તો તમારી સંપતિમાં વધારો થશે.
– તેમજ ઓફિસમાં કે કામના સ્થળે લાફિંગ બુધ્ધાને અવશ્ય રાખવો જોઇએ જે સહકર્મચારીઓ સાથે દગા અને દલીલથી બચવા માટે લાફિંગ બુધ્ધાને ડેસ્ક પર રાખવો જોઇએ.
ગિફ્ટમાં મળે તો ધ્યાનમાં રાખો આ બાબતો
– લાફિંગ બુધ્ધાએ કોઇને પણ આપવા માટે એક પરફેક્ટ ગિફ્ટ છે પરંતુ આ એક પવિત્ર વસ્તુ છે આથી તેને ક્યારેય કિચન, બાથ‚મ કે ફ્લોર પર રાખવાની ભૂલ ન કરશો.
– ટીવી કાર કે કોઇ ઇલેક્ટ્રોનિક આઇટમ પાસે ન રાખો. આવી જગ્યાઓએ લાફિંગ બુધ્ધા રાખવાથી તેની એનર્જી પર અસર પડે છે.
– લાફિંગ બુધ્ધાને તમારા આંખના લેવલ કે તેનાથી ઉંચે રાખવા જોઇએ તેમજ નીચે રાખવા તેનો અર્થ થાય છે કે તેનુ અપમાન કરવું.