જ્યારે તમે રસ્તામાંથી પસાર થઇ રહ્યા હોય ત્યારે અચાનક બિલાડી તમારો રસ્તો કાપે તો આપણુ મન અશુભ થવાની આંશકાથી ગભરાવા લાગે છે પરંતુ બિલાડી રસ્તો કાપે એટલે હંમેશા અશુભ જ નથી થતુ જ્યારે બિલાડી જમણી બાજુથી રસ્તો કાપે ત્યારે તેને અશુભની જગ્યાએ શુભ થાય છે તેના લીધે શત્રુ અને વિરોધીઓનો પરાજય થાય છે.
– શુકન શાસ્ત્ર મુજબ બિલાડી રસ્તો કાપે એના કરતા બીજા પશુ કે પક્ષીઓ રસ્તો કાપે તે વધુ અશુભ હોય છે. કહેવાય છે. કે કોઇ કામથી તમે બહાર જઇ રહ્યા હોય અને રસ્તામાં સાપ ડાબી થી જમણી બાજુ રસ્તો કાપે તો કામ બગડવાની અને શત્રુનો ભય રહે છે.
કાદવવાળો કુતરો- રસ્તામાં કાદવવાળો કુતરો સામે આવી જાય તો તે અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે તેનાથી કષ્ટનો સામનો કરવો પડે છે.
નોળિયો- દિવસ દરમિયા નોળિયો દેખાય તો તે અનુકુળ મનાતુ નથી આ વિરોધીઓથી નુકસાન થવાનો અણસાર આવે છે.
કાગડો- ક્યાંય જઇ રહ્યા હો અને કાગડો માથાને અડીને જતો રહે તો સાવધાન થઇ જવુ કારણકે તમને રસ્તામાં શારિરીક કષ્ટનો અણસાર આપે છે. તેમજ આવી વ્યક્તિને રોગના લીધે મૃત્યુ તુલ્ય કષ્ટ પણ ભોગવવુ પડે છે.
ગાય- ગાયનું ઝુંડ જો રસ્તો રોકે તો થોડાક સમય થોભી જવુ જોઇએ. કેમકે સંકટથી બચાવે છે.