લોકો જ્યારે કોઇ ચિંતા કરતા હોય ત્યારે તેમને કહેવામાં આવે છે કે ચીંતા કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે અને શાયદ જ કોઇ એવું વ્યક્તિ હશે જેને જીવનમાં કોઇ મુશ્કેલી કે ચીંતાના હોય. અત્યાર સુધી તો તમે ડોક્ટર પાસેથી એજ જાણવા મળ્યું હશે કે ચીંતા કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે પરંતુ તમને જાણીને આશ્ર્ચર્ય થાશે કે ચીંતા કરવાથી સ્વાસ્થ્યને ફાયદા પણ થાય છે.
એક મનોવૈજ્ઞાનીક પરિક્ષણની પણ જાણવા મળ્યું છે કે ચીંતા સહિત માટે ફાયદેમંદ છે. પરંતુ તે ત્યારે જ ફાયદેમંદ થાય છે જ્યારે તેને અમુક માત્રા સુધી સીમીત રાખવામાં આવે.
એક સંશોધન પ્રમાણે જે લોકો ચીંતા કરે છે. તેવા લોકોમાં ત્વચાના કેંસરની સંભાવના ઓછી જોવા મળે છે. એક મનોવૈજ્ઞાનીક પ્રોફેસર અનુસાર ચીંતામાં નકારાત્મક ભાવ હોય છે. પરંતુએ જરૂરી નથી કે તમારા સ્વાસ્થ્યને નુકસાન જ પહોંચાડે તમારા વ્યવહારને અનુસાર જ તમે ઓછુ અને વધુ ચીંતા કરી છો. ઉંઘ, કોઇ પરેશાની અથવા થકા કે કોઇ બીજા કારણો ચીંતા થવી સ્વાભાવીક વાત છે.
સંશોધનકર્તાઓનું કહેવું છે કે ચીંતાની માત્રા ઓછી હોય તો તેની શરીરમાં પોજીટીવ અસર પડે છે. જ્યારે કોઇ ચીંતામાં હોય ત્યારે તે તે પરિસ્થિતિને વધુ સારી રીતે સમજી શકે છે અને તે સમસ્યાને દુર કરી શકે છે. કોઇ પણ સમસ્યા કે પરેશાનીમાં તમે સીમીત માત્રામાં જ ચીંતા કરો તો તે તમારા માટે ફાયદાકારણ બને છે.