Abtak Media Google News

લોકસભા ચૂંટણી 2024ના પરિણામને હવે ગણતરીના જ કલાકો બાકી છે.ત્યારે 4 જૂને મતગણતરી બાદ કોની સરકાર બનશે? ગુજરાતના મતદાતાઓ દ્વારા આપવામાં આવતા મતની ગણતરી કેવી રીતે થાય છે અને કોણ કરે છે. મતગણતરીનાં દિવસે શું થશે? મતગણતરી કેન્દ્રની અંદર કોણ જઈ શકે છે? મતગણતરી બાદ EVMનું શું થશે? શું છે મત ગણતરીની આખી પ્રક્રિયા? ચાલો જાણીએ તમામ માહિતી વિગતવાર.

મતદાન પૂર્ણ થયા બાદ જે EVM ઉમેદવારોના ભાવી કેદ થયા છે તે અલગ અલગ સ્ટ્રોંગ રુમમાં કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યા હતા. 4 જૂનના રોજ મતગણતરી થશે અને ઉમેદવારોની જીતહારના સમાચાર સામે આવવા લાગશે. તે બધા વચ્ચે પ્રશ્ન થાય કે ગુજરાતના મતદાતાઓ દ્વારા આપવામાં આવતા મત ગણતરીની આખી પ્રક્રિયા વિશે જાણો.

 મત ગણતરી વિશે તમામ માહિતી

મત ગણતરીમાં સૌ પ્રથમ દરેક મત ગણતરી કેન્દ્રો પર રિટર્નિંગ ઓફિસર અને આસિસ્ટેન્ટ રિટર્નિગ ઓફિસર મતની ગોપનીયતા રાખવાની શપથ લેશે. શપથ મોટા અવાજે બોલીને લેવાશે. શપથ બાદ મતદાન શરુ થશે. મત ગણતરી શરુ થતા પહેલા દરેક EVM મશીનની તપાસ કરવામાં આવશે. તપાસ રિટર્નિંગ ઓફિસરની હાજરીમાં કરવામાં આવે છે. કડક બંદોબસ્ત ધરાવતા રુમમાં મતગણતરી થાય છે. તેમાં પ્રવેશ અને બહાર જવા માટે અલગ અલગ દરવાજા હોય છે.

Know here how counting process takes place in EVMs after voting! - Aaj Ki Khabarસૌથી પહેલા બેલેટ પેપરના મતોની ગણતરી થશે. ત્યારબાદ EVM અને VVPAT પર્ચીઓના આધારે મતોની ગણતરી શરુ થશે. જો EVM મશીનમાં કોઈ ક્ષતિ થાય કે VVPAT કોઈ પર્ચીમાંવ કોઈ ક્ષતિ જણાય તો તેની જાણ કાઉન્ટિગ એજન્ટ દ્વારા રિટર્નિંગ અધિકારીને કરવામાં આવે છે. મતદાન મથક અનુસાર કુલ 10 કે 11 રાઉન્ડમાં મત ગણતરી થશે. દરેક રાઉન્ડની મત ગણતરીમાં 14 EVM મતોની ગણતરી થશે. દરેક રાઉન્ડના તમામ ઈવીએમની મત ગણતરી બાદ કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ કોઈ પણ એક EVMની ગણતરી તપાસે છે. જો તે સરખા હોય તો તેના પરિણામો નોંધાવામાં આવે છે.

Lok Sabha election 2024: What are electronic voting machinesદરેક રાઉન્ડના પરિણામ નોંધાયા બાદ સુપરવાઈઝર અને મત ગણતરી કરનારા એજન્ટની સાઈન લેવામાં આવે છે. અંતે રિટર્નિંગ ઓફિસરની સાઈન કર્યા બાદ બહાર જઈને જાહેર કરવામાં આવે છે કે ક્યાં ઉમેદવાર કેટલા મતોથી આગળ ચાલી રહ્યા છે. સમગ્ર પ્રક્રિયા પર CCTVદ્વારા નજર રાખવામાં આવે છે. ત્યાર બાદ vvpat દ્વારા વેરિફિકેશનની જરુરી પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર,કોઈ પાંચ મતદાન મથકના vvpatની પર્ચીઓની સરખામણી EVMના પરિણામ સાથે કરવામાં આવે છે. vvpatનું વેરિફિકેશન અનિવાર્ય છે. તેના વગર અંતિમ પરિણામ જાહેર કરી શકાય નહીં. જો vvpatની પર્ચીઓ અને EVMના પરિણામ સરખા આવે તો ફરી ગણતરી થાય છે. અને તે સમયે પણ પરિણામ સરખા આવે તો તો અંતે વીવીપેટની પર્ચીઓની ગણતરીને માન્ય રાખવામાં આવે છે.

The Supreme Court recently sought responses from the Election Commission of India (ECI) and the Centre on a plea seeking a comprehensive count VVPAT slips in elections.

જો મત ગણતરી દરમિયાન કોઈ ગંભીર ભૂલ કે ભ્રષ્ટાચારની ફરિયાદ સામે આવે તો પહેલા ચૂંટણી પંચ તેને અધ્યયન કરશે. જો કોઈ મત ગણતરીમાં કોઈ મોટી ભૂલ સામે આવો તો ચૂંટણી પંચ ચૂંટણીને ખારિજ કરશે અને ફરી ચૂંટણીના આદેશ આપશે. મત ગણતરી પૂર્ણ થવા સુધી કોઈ ફરિયાદ કે ચૂંટણી પંચના મત ગણતરીનો કોઈ આદેશ ના આવે તો રિટર્નિગ ઓફિસર મત ગણતરી પૂર્ણ થવા પર પરિણામ જાહેર કરે છે.

કેટલા અધિકારીઓ કરશે મતગણતરી?

આ રીતે થશે મત ગણતરી, જાણો મત ગણતરીની આખી પ્રક્રિયા વિગતવાર - Gujarati News | Gujarat Election 2022 This is how the counting of votes will take place know the entire process

સમગ્ર મત ગણતરીની પ્રક્રિયા માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. મતગણતરી માટે વધારાના 78 મદદનીશ ચૂંટણી અધિકારી હશે. ઉપરાંત 71 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે. મતદાન કેન્દ્રના દરેક ટેબલ પર એક માઈક્રોઑબ્ઝર્વર, કાઉન્ટીંગ સુપરવાઈઝર અને કાઉન્ટીંગ આસિસ્ટન્ટને ફરજ સોંપવામાં આવી છે. ઉપરાંત કાઉન્ટીંગ હોલમાં બે માઈક્રોઑબ્ઝર્વર મૂકવામાં આવશે. મત ગણતરીની સમગ્ર પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવશે.

કયા સમયે મતગણતરી શરૂ થશે?

આ રીતે થશે મત ગણતરી, જાણો મત ગણતરીની આખી પ્રક્રિયા વિગતવાર - Gujarati News | Gujarat Election 2022 This is how the counting of votes will take place know the entire processસવારે 8:00 વાગે સૌપ્રથમ બેલેટ પેપરની ગણતરી કરાશે અને 8:30 વાગ્યાથી બેલેટ પેપરની સાથે સાથે EVMના મતોની ગણતરી પણ શરુ કરાશે. મત ગણતરી મથકો પર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ,નિરિક્ષકો,કર્મચારીઓ,અધિકારીઓ,ઉમેદવારો તથા કાઉન્ટીંગ એજન્ટ્સ અને દરેક ઉમેદવારના કાઉન્ટિંગ એજન્ટ્સ પણ પ્રવેશ કરી શકશે. રિટર્નિંગ ઑફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર, ઉમેદવારકાઉન્ટીંગ એજન્ટ્સ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમમાંથી EVM બહાર કાઢી કાઉન્ટીંગ હોલમાં ગોઠવવામાં આવશે.

અત્યાધુનિક ટેક્નોલૉજીથી સજ્જ મત ગણતરી કેન્દ્રો

Mobile Electronics Images - Free Download on Freepik

રાજ્યના તમામ મત ગણતરી કેન્દ્રોને કોમ્પ્યુટર,ઈન્ટરનેટ,ટેલિફોન અને ફેક્સ જેવી અત્યાધુનિક સંચારસુવિધાથી સજ્જ કરવામાં આવે છે. મોબાઈલ ટેલિફોન,આઈપેડ કે લેપટૉપ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો મત ગણતરી કેન્દ્રમાં લઈ જઈ શકાશે નહીં. કમિશનના ઑબ્ઝર્વર્સ, રિટર્નિંગ ઑફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર અને કાઉન્ટીંગ સુપરવાઈઝર્સ પર પ્રતિબંધ લાગુ પડશે નહીં. દરેક મત ગણતરી કેન્દ્રમાં મિડિયા સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. મિડિયા સેન્ટર સિવાય મતગણતરી કેન્દ્રના સંકુલમાં ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં.

કેવી હશે મત ગણતરી કેન્દ્રની સુરક્ષા?

Gujarat: Counting begins for 26 Lok Sabha seatsમત ગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસનો કડક બંધોબસ્ત હશે. મત ગણતરી લોકેશન પર SRPF અને મત ગણતરી કેન્દ્રના દરવાજાની બહાર CAPFનો ચુસ્ત બંદોબસ્ત હશે. ફરજ પરના અધિકારીઓ અને ખાસ મંજૂરી પ્રાપ્ત રાજકિય પ્રતિનિધિઓ સિવાય વ્યક્તિ કે વાહનને સંકુલમાં પ્રવેશ દેવામાં આવશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.