‘તમાકુ’ એક એવું વ્યસન છે જે એકવાર લાગી જાય તો તેને છોડવું ખુબ મુશ્કેલ હોય છે. પછી તે ગુટખા, સિગારેટ, સિગાર, હુકકોવગેરે પ્રકારે લેવામાં આવતી હોય. શું આવા ભયાનક વ્યસનના તમે ગુલામ બની ગયા છો? જો તમે આ વ્યસનથી છુટવા માગતા હો તો આજે અમે આપને તમાકુના વ્યસનને મ્હાત આપવાના કેટલાંક સરળ ઉપાયો વિશે જણાવીશું.

તમાકુના વ્યસનની છુટવા માટેનો પ્રથમ ઉપાય છે. તબરુચના બી, નાની ઇલાયચી, સુવાદાણા અને મિસરીનું મિશ્રણ બનાવીને હંમેશા સાથે  રાખવું અને જયારે પણ તમાકુની ઇચ્છા થાય, તલબ લાગે ત્યારે આ મિશ્રણ ખાઇ લેવું જેનાથી તમાકુની તલબ શાંત થશે.

એજ  પ્રમાણે અજમો તમાકુની તલબને શાંત કરવામાં મદદ કરે છે. તેના માટે અજમાને લીંબુના રસ અને કાળા નમક સાથે બે દિવસ સુધી પલાળીને રાખી દેવું, ત્યારબાદ તેને બહાર કાઢીને સુકવીલો, આને પણ હંમેશા સાથે રાખો, આપણે તમાકુના વ્યસનથી છૂટકારો મેળવવાનો બેજોડ ઉપાય છે.

સુવાદાણા અથવા ઇલાયચી માત્ર મોંની દુર્ગંધ દૂર કરતું, બ્લકે તમાકુની તલબને પણ દુર કરવા માટે મદદરુપ થાય છે.

એ સિવાય વિટામીન સી થી ભરપુર ફળ શરીરમાંથી નિકોટીનને ડિટોકસ કરવામાં મદદરુપ થાય છે તેથી જો તમે વિટામીન સી યુકત ફળો જેવા કે સંતરા, લીંબુ, આમળા વગેરેને તમારા ડાયટમાં સામેલ કરી લો તો ધીમે ધીમે તમાકુની તલબ ઓછી થતી જાય છે.

આજકાલ મહિલાઓ પણ તમાકુના સેવનની શિકાર થતી જાય છે. જે આવનારી પેઢી માટે પણ જોખમી છે. તેથી તમાકુના વ્યસનનને દુર કરવા આ ધરેલું ઉપાયોની સાથે સાથે દ્રઢનિર્ધાર પણ તેને છોડાવવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.