ડેરી ઉદ્યોગમાં અનેક પ્રકારના પડકાર છતાં દેશમાં દૂધનું ઉત્પાદન વધ્યું છે. છેલ્લા ચાર વર્ષોમાં દેશમાં દૂધનું ઉત્પાદન 28 ટકા વધ્યું છે અને આ સમય દરમ્યાન દૂધના ભાવોમાં 20 ટકાનો વધારો થયો છે.ભારતમાં પ્રતિદિન 14 કરોડ લિટર દૂધનું ઉત્પાદન થાય છે.
છેલ્લા એક વર્ષમાં દૂધનું ઉત્પાદન આશરે 6.5 ટકા અને કિમંત અંદાજે 4 ટકા વધી. વર્ષ 2013-14માં દૂધનું વાર્ષિક ઉત્પાદન 137.7 લાખ ટન હતું જે વર્ષ 2017-18માં વધીને 176.3 લાખ ટન થયું.