મકાઇ તો હવે દરેક સિઝનમાં મળે જ છે પરંતુ તેના સ્વાદની લિજ્જત તો ધીમો ધીમો વરસાદ આવતો હોય અને ગરમાગરમ શેકેલો ડોડો અને તેમાં મરચૂ મીઠું અને લીંબુ લગળીને ખાય ત્યારે જ આવે છે. આમ જોઈએ તો મકાઇ સ્વસ્થ્ય માટે પણ ખુબજ ગુણકારી છે. ત્યારે એમાં રહેલા પોષક તત્વો સ્વથયાને સંબંધી એવી કેટલીક ગંભીર બીમારીઓને પણ દૂર કરે છે જે આપણે ડોડો ખાતા હોઈશું ત્યારે વિચાર્યું પણ નહીં હોય… તો આવો જાણીએ તેના એવા ગુનો વિષે જે ગંભીર બીમારીઓનું પણ ઈલાજ કરે છે.
મકાઇમાં પુષ્કળ માત્રમાં એન્ટિ-ઓક્સિડેંટ્સ હોય છે જે વધતિઉમરના લક્ષણોને ઓછા કરે છે, અને કેન્સર સામે રક્ષણ આપે છે.
મકાઈમાં રહેલું કેલ્શિયમ આપના હડકાને મજબુત બનાવે છે.
મકાઈનો ડોડો ખાવાથી મોઢામાં લાળનું પ્રમાણ પણ વધે છે જે પાચનતંત્ર માટે ખુબજ લાભદાયી છે.
રોજ નિયમિત રીતે મકાઈનો ડોડો ખાવાથી વાળ ખરવાની સમશ્ય પણ દૂર થાય છે , તેમાં રહેલું વિટામિન ઇ વાળને મજબૂત પણ કરે છે.
આ ઉપરાંત દાંતને પણ મજબૂત કરવાની સાથે સાથે જડબાને પણ કસરત પૂરી પાળે છે.