Abtak Media Google News

તમારા આધાર કાર્ડ સાથે કેટલા નંબર જોડાયેલા છે? જો તમને ખબર ન હોય તો જાણી લો.કારણ કે જો તમારા આધાર કાર્ડમાંથી લીધેલ સિમનો દુરુપયોગ થાય છે તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

કોઈપણ વ્યક્તિને મોબાઈલ પર વાત કરવા માટે નંબરની જરૂર પડે છે. અને તેના માટે સિમ કાર્ડની જરૂર છે. સિમ કાર્ડ ખરીદવા માટે, તમારે માન્ય દસ્તાવેજ આપવો પડશે.

Link Aadhaar With Eshram Card - How To Register And Download

પરંતુ સામાન્ય રીતે લોકો સિમ કાર્ડ ખરીદવા માટે આધાર કાર્ડનો ઉપયોગ કરે છે. સિમ ખરીદવા માટે આધાર કાર્ડ સૌથી સામાન્ય દસ્તાવેજ છે પરંતુ શું તમે જાણો છો? તમારા આધાર કાર્ડ સાથે કેટલા નંબર જોડાયેલા છે? જો તમને ખબર ન હોય તો જાણી લો. કારણ કે જો તમારા આધાર કાર્ડમાંથી લીધેલ સિમનો દુરુપયોગ થાય છે તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

સરકાર દ્વારા નિર્ધારિત નિયમો અનુસાર, એક આધાર કાર્ડમાંથી 9 સિમ કાર્ડ લઈ શકાય છે. કારણ કે કોઈપણ વ્યક્તિ પોતાના ઘરમાં જરૂર પડ્યે તેના પરિવારના કોઈપણ સભ્ય માટે આધાર કાર્ડ સાથે સિમ કાર્ડ મેળવી શકે છે.

આ રીતે જાણી શકશો

Want To Know Which Mobile Number Is Linked To Your Aadhaar Card? Follow These Steps At Uidai.gov.in | Zee Business

પરંતુ જો તમારા આધાર કાર્ડ પરનું સિમ અન્ય લોકો ઉપયોગ કરી રહ્યાં છે. તો આવી સ્થિતિમાં, તમે ટેલિકોમ્યુનિકેશન વિભાગમાં જઈને મદદ લઈ શકો છો કે તમારા આધાર કાર્ડ સાથે કેટલા નંબર લિંક છે? આ માટે તમે tafcop.sancharsathi.gov.in સાઇટ પર જઈને સર્ચ કરી શકો છો. આ પછી કેપ્ચા એન્ટર કરવાનો રહેશે. આ પછી તમારા મોબાઈલ પર એક OTP આવશે, જેને એન્ટર કરવાનો રહેશે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.