પેટીએમ રોજના ૧૧ કરોડ રૂપિયા ગુમાવે છે !
કંપનીની પેરેન્ટ કંપની વન ૯૭ એ ચાલુ નાણાકીય વર્ષમાં ૪૦૦૦ કરોડની કરી નુકશાની
ડિજિટલ ઈ વોલેટ કંપની, પેટીએમની જાહેરાતો અનેક સ્ળ ઉપર જોવા મળતી હોય છે. જ્યાં લોકો તેનો ઉપયોગ દિન-પ્રતિદિન વધુને વધુ કરતા નજરે પડે છે. પછી ભલે તે શાકમાર્કેટ કે અન્ય કોઈ ચિજવસ્તુઓની દુકાન કેમ ન હોય.
ગુગલ પે અને ફોન પેની કડક હરિફાઈ વચ્ચે ચાલુ નાણાકીય વર્ષમાં ડિજિટલ ઈ-વોલેટ કંપની પેટીએમની પેરેન્ટ કંપની વન ૯૭નું નુકશાનમાં ૧૬ ટકાનો વધારો જોવા મળ્યો છે. નોટબંધી પછી પેટીએમ દ્વારા ટ્રાન્જેકશનમાં પણ નોંધપાત્ર વધારો યો હોવાી આ સ્િિતનું નિર્માણ વા પામ્યું છે.
પેટીએમની પેરેન્ટ કંપની વન ૯૭ કોમ્યુનિકેશને ૩૧ માર્ચ ૨૦૧૮ના રોજ પુરા યેલા નાણાકીય વર્ષમાં કંપનીની આવક ૩૩૧૯ કરોડ રૂપિયા હતી જે ઘટી ૩૨૨૯ કરોડ વા પામી હતી. મ્ચ્યુઅલ ફંડના રોકાણો માટે પેટીએમ મની, પેટીએમ ફાયનાન્સીયલ સર્વિસીસ, પેટીએમ એન્ટરટેઈનમેન્ટ સર્વિસીસ અને અન્ય સહિતની કંપનીના નફાને ધ્યાનમાં લેવામાં આવી છે. ત્યારે કંપનીને ૪૨૧૭ કરોડ રૂપિયાનું નુકશાન પહોંચ્યું છે.
આ ઉપરાંત નાણાકીય વર્ષ ૨૦૧૯માં પેટીએમ મનીને પણ ૩૬.૮ કરોડની ખોટ ઈ છે. પેટીએમના પ્રવકતાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૨ વર્ષમાં દેશમાં ડિજિટલ પેમેન્ટ ઈકો સીસ્ટમના વિસ્તરણ માટે દર વર્ષે ૧ અબજ ડોલરનું રોકાણ કરી રહ્યાં છે. ત્યારે કંપનીનું કદ વધારવા માટે આગામી ૨ વર્ષમાં આશરે ૩ અબજ ડોલરનું રોકાણ કરવામાં આવશે.
તાજેતરમાં ડિજિટલ ઈ-વોલેટ કંપની પેટીએમની પેરેન્ટ કંપની વન ૯૭ની નબળી આવક હોવા છતાં આગામી બે વર્ષમાં રોડ મેપ તૈયાર કરવામાં આવશે. હાલ કેલેન્ડ વર્ષમાં પહેલા ૩ માસમાં પેટીએમએ ૧.૨ મીલીયન રીટેઈલ સ્ટોર દ્વારા ૧.૨ અબજ વેપારીના વ્યવહારો નોંધાવ્યા હતા. ત્યારે હાલ પેટીએમ રોજના ૧૧ કરોડ રૂપિયા ગુમાવે છે જેી પ્રતિ વર્ષ કંપનીને ૪૦૧૫ કરોડનું નુકશાન પહોંચી રહ્યું છે.