ફીફા વર્લ્ડકપના શરૂ થવામાં હવે ત્રણ દિવસ રહ્યા છે. સ્ટ્રેન્થ અને સ્ટેમિના આ રમતની સૌથી મોટી ડિમાન્ડ છે. એક મેચ દરમિયાન એક ખેલાડી સરેરાશ 11.2 કિલોમીટર દોડે છે. આ અંતર એક ફૂટબોલ મેદાનના 120 ચક્કર બરાબર હોય છે. આ દરમિયાન ખેલાડી આશરે 1500 કેલરી ઊર્જા બર્ન કરે છે.
મેચના 12થી 14 કલાક પછી પાછી ફરે છે ખેલાડીઓની ઊર્જા
મેચ દરમિયાન ખેલાડીના શરીરમાં કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનનો વપરાશ વધી જાય છે. જેનાથી ઊર્જા ઓછી થતી જાય છે. મેચમાં ખતમ થયેલી ઊર્જાને પાછી શરીરની અંદર આવવામાં 12થી 14 કલાકનો સમય લાગે છે.મિડફીલ્ડમાં રહેતા ખેલાડી સૌથી વધુ વ્યસ્ત હોય છે.
મેદાનના બંને છેડા સુધીનું અંતર કાપનારા મિડફીલ્ડર ક્યારેક-ક્યારેક 15 કિમીથી પણ વધુ અંતર કાપી નાખે છે. જ્યારે ગોલકીપર સૌથી ઓછું દોડે છે. ફૂટબોલથી વધુ ફક્ત ક્રિકેટમાં ખેલાડી સૌથી વધુ 12 કિમીનું અંતર કાપે છે. ફૂટબોલમાં ખેલાડી જે અંતર 90 મિનિટના સમયમાં કાપે છે તે જ અંતર એક ક્રિકેટર 8થી 9 કલાકની રમતમાં કાપે છે.