આપણી બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ ફકત ત્રણ કલાકમાં પહોંચશે : વિશ્ર્વની સૌથી ઝડપી ટ્રેન ‘મેગ્લેવ ટ્રેન’ છે
દુનિયામાં સૌથી ઝડપી ટ્રેન પ્રતિ કલાકે ૪૩૦ કિમીનું અંતર કાપે છે: વિશ્ર્વમાં જાપાન, ફ્રાન્સ, બીજિંગ, ઈટલી, સ્પેન અને જર્મની જેવા વિવિધ દેશોમાં ફાસ્ટેસ્ટ ટ્રેનો છે : લોકો ફલાયર કરતા આવી સ્પીડ ટ્રેનની મુસાફરી વધુ પસંદ કરે છે
એક જાહેરાત પ્રમાણે જાપાન ભારતને આપણી સૌપ્રથમ હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન સ્થાપવા માટે મદદ કરવાનું છે. દેશની સૌપ્રથમ બુલેટ ટ્રેનની સર્વિસ મુંબઈ-અમદાવાદ વચ્ચે લગભગ ૧૦૦૭ અબજ રૂપિયાના ખર્ચે આકાર લેશે. જાપાન એની ૮૧ ટકા રકમની લોન તથા ટેકનિકલ અસિસ્ટન્સ આપશે. આ ટ્રેન શરૂ થયા બાદ ૫૦૫ કિલોમીટરની ટ્રેનયાત્રાનો સમય આઠ કલાકથી ઘટીને સીધો ત્રણ કલાક થઈ જશે. કારણકે આ ટ્રેન લગભગ ૩૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. આવો, આ નિમિતે વિશ્ર્વની સૌથી ફાસ્ટ ટ્રેનોમાં કિવક સફર કરી લઈએ.
૧. મેંગ્લેવ ટ્રેન, જાપાન
ફાસ્ટેસ્ટ ટ્રેનોની દુનિયામાં નવો સુપરહીરો છે મેંગ્લેવ ટ્રેન. વિશ્ર્વમાં સૌથી ફાસ્ટ સ્પીડે દોડવાનો રેકોર્ડ આ મેગ્લેવ ટ્રેનના નામે જ છે. આ વર્ષે સેન્ટ્રલ જાપાન રેલવે કંપનીએ ૬૦૩ કિલોમીટર પ્રતિ કલાકની વિરાટ સ્પીડે મેગલેવ ટ્રેન દોડાવીને વર્લ્ડ રેકોર્ડ સર્જયો હતો. રસપ્રદ વાત એ છે કે આ ટ્રેન કોઈ પણ જાતના પૈડા પર નહીં બલકે પાટાથી સહેજ ઉંચે રહીને હવામાં દોડે છે. અત્યારે ૪૩૧ કિલોમીટર પ્રતિ કલાકના વેગે દોડતી જાપાનની ટ્રાન્સરપિડ શાંધાઈ મેગ્લેવ ટ્રેન વિશ્ર્વની ફાસ્ટેસ્ટ કમર્શિયલ મેંગ્લેવ ટ્રેન છે. જોકે એ માત્ર ૩૦.૫ કિલોમીટરનું અંતર જ કાપે છે, માત્ર આઠ મિનિટમાં.
૨. ટીજીવી, એલજીવી, ફ્રાન્સ
ટીજીવી એટલે કે ટ્રાં આ ગ્રાન વિટેસ એટલે કે હાઈસ્પીડ ટ્રેન ઈલેટ્રિક પાવરથી પૈડા અને રેગ્યુલર દેખાતા પાટા પર દોડતી સૌથી ફાસ્ટ ટ્રેન છે. આ ટ્રેને ૨૦૦૭ની ૩ એપ્રિલના રોજ ૫૭૪.૮ કિલોમીટર પ્રતિ કલાકના વેગે દોડીને ફાસ્ટેસ્ટ ટ્રેનનો રેકોર્ડ નોંધાવેલો. ફ્રાન્સની હાઈ-સ્પીડ ટ્રેન-સર્વિસ દ્વારા દોડતી આ ટ્રેન ઈ.સ.૧૯૮૧માં પેરિસ અને ફ્રાન્સના જ લ્યોન વચ્ચે શરૂ થઈ હતી. ટીજીવી અને આ જ સર્વિસની અન્ય રૂટ પર દોડતી ટ્રેન એલજીવી એટલે કે લિનિઆ આ ગ્રાન વિટેસ રેગ્યુલર કોર્સમાં કલાકના ૩૨૦ કિલોમીટરનો વેગ પકડે છે. એ જોતા અને વિશ્ર્વની સૌથી ઝડપી પરંપરાગત પેસેન્જર ટ્રેન કહી શકાય. આ ટ્રેનના પાટા ૪.૮ ફીટ પહોળા હોય છે.
૩. બીજિંગ શાંધાઈ
હાઈ-સ્પીડ રેલવે૧૩૧૮ કિલોમીટરના રૂટ પર દોડતી આ ટ્રેન ચીનના મુખ્ય ઈકોનોમિક વિસ્તારો એવા બોહાઈ ઇકોનોમિક રિમ અને યાંગત્સે રિવર ડેલ્ટાને જોડે છે. એક જ તબકકામાં તૈયાર થયેલી આ લાઈન વિશ્ર્વની સૌથી લાંબો ફાસ્ટેસ્ટ ટ્રેન-રૂટ છે. આ ટ્રેનની શરૂ આત ૨૦૧૧માં થયેલી અને આજે એમાં વર્ષે ૧૧ કરોડ મુસાફરો પ્રવાસ કરે છે. એનો સૌથી ઝડપથી મુસાફરી કરવાનો રેકોર્ડ છે ૪૮૭.૩ કિલોમીટર પ્રતિ કલાકનો, પરંતુ નોર્મલ રૂટીનમાં એ કલાકનાં ૩૩૦ થી ૩૮૦ કિલોમીટરની સ્પીડે દોડે છે. એન્જિનિયરિંગ માર્વેલ જેવું આ રૂટનું કામકાજ ચીનાઓએ ૧.૩૦ લાખ કારીગરોને કામે લગાડીને એક વર્ષની અંદર પૂરું કરી દીધેલું. એમાં ૨૪૪ પૂલ અને બાવીસ ટનલ ખોદવાના કામનો પણ સમાવેશ થઈ જાય છે. ત્યાર પછી લગભગ ૨૫૦ કિલોમીટર પ્રતિ કલાકથી વધારેની કોઈ પણ પરંપરાગત ટ્રેન માટે બુલે ટ્રેન શબ્દ જ વપરાય છે. જોકે ૫૧૫ કિલોમીટરના આ રૂટ પર નોઝોમી, હિકારી અને કોદામાં નામે ત્રણ ફાસ્ટેસ્ટથી સ્લો એમ ત્રણ પ્રકારની ટ્રેનો દોડે છે, જેમાં નોઝોમી સૌથી ફાસ્ટ ટ્રેન છે. આ નોઝોમી ટ્રેન આપણી ફાસ્ટ લોકલની જેમ અમુક મોટા સ્ટેશનો પર જ ઉભી રહે છે અને એ કલાકના સરેરાશ ૩૦૦ કિલોમીટરના વેગે દોડે છે. જોકે એની સૌથી ફાસ્ટ સ્પીડનો રેકોર્ડ ૪૪૩ કિલોમીટર પ્રતિ કલાકનો છે. ૫૧૫ કિલોમીટરનું અંતર એ માત્ર બે કલાક અને પચીસ મિનિટમાં કાપી નાખી છે.