પાણી આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. તે ઘણા રોગોને શરીરથી દૂર રાખે છે. શરીરના સારી રીતે હાઇડ્રેટ રાખવા માટે પાણી પીવુ સૌથી મહત્વપૂર્ણ છે. જોકે અનેક વખતે આપણે વધારે માત્રામાં પાણી પીતા હોય છે, જે નુકશાનકારક સાબિત થઇ શકે છે. પરંતુ તે જાણીને તમને નવાઇ લાગશે કે પાણી પીવાની પણ સાચી રીત અને સમય હોય છે. પાણી કેવી રીતે પીવુ જોઇએ જેથી શરીર હાઇડ્રેટેડ રહે અને જરૂરી ફાયદા મળે..ચાલો તમને જણાવીએ.
યુએસ નેશનલ એકેડમિક્સ ઓફ સાયન્સ, એન્જીનિયરિંગ એન્ડ મેડીસિન મુજબ એક મહિલાના શરીરને દરરોજ 11.5 કપ પાણીની જરૂર હોય છે, જે અંદાજે 2.7 લીટર હોય છે. જ્યારે એક પુરુષને 15.5 કપ પાણીની જરૂર હોય છે, જે અંદાજે 3.7 લીટર હોય છે.તેથી વ્યક્તિે તેના હિસાબથી જ પાણી પીવુ જોઇએ. તેમાં પણ તમને બીજી જગ્યાથી પાણી મળી જાય છે. તમારા શરીરમાં પાણીની કેટલીક માત્રા ચા, જ્યૂસ અને ભોજનમાં પણ પૂરી થઇ જાય છે. કહેવામાં આવે છે કે પાણીની 20 ટકા પૂર્તી ભોજન દ્વારા કરી શકાય છે.
ઓછામાં ઓછા એક દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. આપણા શરીરમાં ન તો પાણીની કમી થવી જોઈએ ન તો તેની અતિ થવી જોઈએ. આ ઉપરાંત પાણી પીતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે એક વખતમાં માણસે વધારે પાણી ન પીવું જોઈએ.
કેવી રીતે પીવુ જોઇએ પાણી?
આયુર્વેદ અનુસાર, પાણી ગમે ત્યારે ગટગટાવીને અથવા એક જ શ્વાસમાં ન પીવુ જોઇએ કારણ કે પાણી પીવા દરમિયાન આપણી લાળ પાણી સાથે ભળીને આપણા શરીરની અંદર જાય છે. લાળ જ આપણા પાચન તંત્રને મજબૂત બનાવાનું કામ કરે છે. લાળમાં તેવા અનેક હેલ્ધી બેક્ટેરિયા હોય છે જે લાભકારક હોય છે. તેથી પાણી હંમેશા ધીમે ધીમે અથવા એક એક ઘૂંટડે પીવુ જોઇએ.
વધારે પાણી પીવાથી નુકશાન?
પાણી પીવું એ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, એ તો આપણે દરેક જાણીએ છે પણ શુ તમે જાણો છો કે વધારે પાણી પીવાથી આપણને નુક્સાન પહોંચી શકે છે. થોડા સમય પહેલા કરવામાં આવેલી એક શોધમાં એ વાત સામે આવી છે કે હાઈડ્રેશન થવાથી બ્લડમાં સોડિયમનું લેવ ઝડપથી નીચે જાય છે. જેના કારણે મગજમાં સોજો આવી શકે છે. આ વાત વૃદ્ધો અને સેન્સેટિવ લોકો પર વધારે લાગુ પડી શકે છે.