જો તમે ફેસબૂક યુઝ કરતાં હોવ તો તમે ફેસબૂક કેટલાક વિચિત્ર નામ જોય હશે તો તે લલચાવનાર હશે, જેમ કે પાપા કી પરી , બેબી ડોલ, લવલી વગેરે નામવાળા અકાઉન્ટ્સ જોયા છે આ બધા એકાઉન્ટ્સ એટલા બધા વધ્યા છે કે જાણીને ચોંકી જશો. આ સંખ્યા સતત વધી રહી છે.
સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબૂક પર લગભગ 20 કરોડ અકાઉન્ટ ખોટા છે આટલું જ નહીં ભારત એ દેશોમાં છે, જ્યાં આ રીતે અકાઉન્ટ્સની સંખ્યા વધુ છે. ફેસબૂકે તેની માહિતી આપી છે.
ફેસબૂકે પોતાના નવા વર્ષના રિપોર્ટમાં કહ્યું છે, “2017ની પાછલા ત્રણ મહિનામાં અમારું અનુમાન છે કે નકલી અકાઉન્ટ્સની ભાગેદારી અમારા મંથલી એક્ટિવ યુઝર્સ (MAU)ના લગભગ 10 ટકા છે.” રિપોર મુજબ, વધુ ડેવલપમેન્ટ માર્કેટની સરખામણીમાં ભારત, ઈન્ડોનેશિયા અને ફિલીપીંસ જેવા વિકાસશીલ માર્કેટ્સમાં આ રીતે નકલી અથવા ડુપ્લિકેટ અકાઉન્ટની સંખ્યા વધુ છે.
નોંધનીય છે કે 31 ડિસેમ્બર 2017 સુધી ફેસબૂક પર માસિક એક્ટિવ યુઝર્સની સંખ્યા 2.13 અબજ હતી, જે 31 ડિસેમ્બર 2016થી 14 ટકા વધુ છે. 31 ડિસેમ્બરના MAU ની સંખ્યા 1.86 અબજ હતી જે 6 ટકા એટલે કે 11.4 કરોડ અબજ ખોટા અકાઉન્ટ્સ હતા.