સામાન્ય રીતે લોકો જેટલું ચહેરાનું ધ્યાન રાખે છે એટલું નખનું ધ્યાન નથી રાખતા હોતા. પરંતુ નખને પણ એટલી જ કાળજીની જરૂરત હોય છે. તો આવો તમને જણાવી કે નખ ચાવવાથી શું થાય છે??? સામાન્ય રીતે નખ ચાવવાની કુટેવ તણાવ,ગભરાહટ, અથવા તો કંટાળાના કારણે હોય છે.
આંગળીઓ કરતાં નખ વધુ ગંદા હોય છે, તેમાં બેક્ટેરિયાનું પ્રમાણ પણ વધુ હોય છે. અને એટલે જ જો નખ ખોતરવાની આદત કેળવાય છે તો તે વ્યક્તિત્વ અને સ્વસ્થ્ય બંને માટે નુકશાનદાઈ છે.
જે લોકો દાંતથી નખને ચાવતા હોય છે તેઓના નખ પણ અજબ પ્રકારના દેખાતા હોય છે. જેનાથી એ ખરાબ દેખાવના કારણે લોકો સમક્ષ શરમ અનુભવાય છે.
નખ ચાવવાથી પેટમાં સલ્મોનેલા-ઇ-કોલાઈ જેવા રોગજન્ય બેક્ટેરિયા શરીરમાં દાખલ થાય છે. આ ઉપરાંત પેરોનીશીયાનું થવાનું જોખમ પણ વધે છે. જે ચામડીને લગતી બીમારી છે અને નાખની આસપાસ થાય છે.
નખ ચાવવાથી નાખની આસપાસની કોશિકાઓને પણ નુકશાન પહોચે છે. એ સાથે જ નખ ચાવવા વાળા વ્યક્તિના પેટમાં બેક્ટેરિયા પ્રવેશવાથી તેઓને પેપીલોમાં કે એચપીવીનું સંક્રમણ પ્રસારવાની સંભાવના વધી જાય છે જેના કારણે નખ પર ગાંઠ જેવુ થાય છે.
નખ ચાવવા વળી વ્યક્તિમાં મોઢું બંધ કરતાં સમયે ઉપરના અને નીચેના દાંત એક સાથે આવવાથી પ્રોબ્લેમ થાય છે, અને એટલે જ જે લોકોને નખ ચાવવાની આદત છે તેવા લોકોએ નખ અને હાથી ખાસ સફાઈ રાખવી જરૂરી છે. જેથી કોઈ ગંભીર બીમારી થવાથી બચી શકાય.