જે લોકો બર્થ ડે પાર્ટીમાં કેક ખાવા માટે પડાપડી કરે છે. અથવા ઉતાવળા થતા હોય તેમણે આવુ કરતા પહેલા બે વખત વિચારવાની જરૂર છે. નવો અભ્યાસ મુજબ જાણવામાં આવ્યું છે કે જેઓ બર્થ ડે પર કેન્ડલને ફુંક મારે છે તેના મોઢામાં રહેલા હજારો બેક્ટેરિયા આ કેક પર પડે છે અને તે કેક પર ચોંટી જાય છે.
સંશોધન દ્વારા એક પ્રયોગ કરવામાં આવ્યો જેમાં વરખના એક ટુકડા પર કેકના આકારનું ફોમ મુકવામાં આવ્યુ ત્યારબાદ તેની ઉપર મીણબતી મુકવામાં આવી પછી કેન્ડલને ફુંક મારતા પહેલા તેમણે પિઝા ખાધા હતા જેથી તેમની ભુખ વધારે પ્રદીપ્ત થાય આ પછી કેન્ડલને ફુંક મારીને ઓલવવામાં આવી અને આ બધુ કર્યા પછી કેકના આઇસિંગને પાણીમાં ઓગળતા તેમા પહેલા કરતા ૧૪ ગણા વધારે બેક્ટેરિયા જોવા મળ્યા હતા. અને કેકની દરેક જેલી પર બેક્ટેરિયા હોવાનું પણ જણાવ્યું હતું. જોવાની વાત એ છે કે દરેક ફુંક વખતે જુદા-જુદા પ્રકારના બેક્ટેરિયા જોવા મળ્યા હતા અને તેમાના મોટાભાગના હાનિકારક હોવા નથી. પરંતુ જો બર્થ ડે કેન્ડલને ફુંક મારનાર વ્યક્તિ બિમાર હોય તો તમારે કેક ખાવાનું ટાળવુ જોઇએ.