ગુરૂ‚દાસ કામતના સને રાજસનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતની પ્રભારી તરીકે વરણી કરતું હાઈ કમાન્ડ: પાંચ સભ્યોની ચૂંટણી કમિટી પણ રચાઈ
દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી હાલ પોતાના અસ્તિત્વ માટે ઝઝુમી રહી છે. એક પછી એક રાજયોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય ઈ રહયો છે ત્યારે આગામી વર્ષના અંતે યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પણ ભોગે જીત હાંસલ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેના જ હોમ ટાઉનમાં પરાજય આપવા માટે કોંગ્રેસે કમરકસી છે. આજે કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના પ્રભારી તરીકે રાજસનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલૌતની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત પાંચ સભ્યોની ચૂંટણી કેમ્પેઈન કમીટીની પણ રચના કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને આડે હવે આંગણીના વેઢે ગણી શકાય તેટલા જ મહિના બાકી રહ્યાં છે ત્યારે કોંગ્રેસે ગુજરાતમાં સત્તા સુખ હાંસલ કરવા માટે ગંભીરતાી તૈયારીઓ શ‚ કરી દીધી છે. ગત વર્ષે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમીતીના પ્રમુખ પદે અર્જૂન મોઢવાડિયાના સને ભરતસિંહ સોલંકીની વરણી કરવામાં આવી હતી. દરમિયાન આજે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી તરીકે ગુ‚દાસ કામતના સને રાજસનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના કદાવર રાષ્ટ્રીય નેતા અશોક ગહેલૌતની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત ચૂંટણીમાં ઉમેદવારો નકકી કરવા, ચૂંટણીમાં પ્રચાર-પ્રસાર સહિતની કામગીરી માટે પાંચ સભ્યોની કમીટીની પણ રચના કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કોંગ્રેસે રાજયની તમામ ૧૮૨ બેઠકો માટે ઉમેદવારોનું લીસ્ટ મંગાવ્યું હતું. જેમાં ચૂંટણી લડવા ઈચ્છુક ૧૫૦૦ જેટલા ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે અશોક ગહેલૌતના નામની સત્તાવાર જાહેરાત કરી હતી. સો સા ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમીટીના સેક્રેટરી તરીકે રાજીવ સાતવ, અર્ષ વર્ધન, સાપકલ, વર્ષા ગાયકવાડ અને જીતુ પતવારીની પણ વરણી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.