ગીર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકા થી આવેલ 4 કિલોમીટર વરસિંગપુર ગામે વર્ષો પુરાણી પગથિયાં વાળી વાવ આવેલી છે.આ વાવ માં 120 પગથિયાં અને 5 માળ છે..દરેક માળ પછી નાની પ્રાંગણ બેઠક છે.. વાવ ની ઉપર વટેમાર્ગુ ના વિસામા માટે ઘુમ્મટ વાળી 4 બેઠક આવેલી છે.. આ વાવ ની ડિઝાઇન અંગ્રેજી ના L ( એલ ) જેવી છે.. હાલ માં પણ આ વાવ માંથી ગ્રામ પંચાયત દ્વારા પીવાનું પાણી ઉપયોગ માં લેવાય છે.

IMG 20180516 WA0047આશરે 1300 થી વધુ વર્ષ જૂની આ વાવનું બાંધકામ એક જ રાત્રી દ્વારા કરવામાં આવ્યું છે તેવી લોકવાયકા છે. જો કે આ અંગે કોઈ નક્કર પુરાવા કોઈ પાસે થી જાણી શકાયા નથી.હાલમાં વાવ ની પશ્ચિમ દિશામાં મસ્જિદ છે જ્યારે વાવ ની સામે ઉત્તર દિશા માં હનુમાનજી નું મંદિર છે. વાવ ની ઉપર ના ભાગ ઉપર કુલ પાંચ મંદિર આકારના ઘુમ્મટ છે. જેમાં શરૂઆત નો ઘુમ્મટ નષ્ટ થયેલ છે અને હાલ ચાર ઘુમ્મટ મોજુદ છે.

વાવ ની અંદર જેટલા ઘુમ્મટ તેટલા માળ આવેલા છે .જેમના બે થી વધુ માળ દટાય ગયા છે. દરેક માળ ને ચડ ઉતર કરવા માટે પગથિયાં છે. વાવ બનાવવા માટે દરેક પથ્થર ઉપર ખુબજ બારીકાઈ થી અદ્દભુત કોતરકામ કરવામાં આવ્યું છે.. વાવ ની ઉપર આવેલ ચારેય બેઠક અને બેઠક ની ઉપર નું છત અને તેના પીલોર ઉપર બેનમૂન નકશી કામ કરવામાં આવ્યું છે.
આ વાવ ના બાંધકામ માં ચૂનો કે સિમેન્ટ કે કોઈ અન્ય પદાર્થ નો ઉપયોગ કરવામાં આવેલ નથી..તેમ છતાં તેની મજબૂતાઈ એ એક ખાસ વિશિષ્ટતા અને તેની કારીગરી ની ખાસિયત બતાવે છે. આ અકલ્પનીય બાંધકામ માં આવેલ કુવા માંથી હાલ પણ લોકો પાણી પીવા માં ઉપયોગ માં લે છે.

IMG 20180516 WA0045હાલ આ વાવ ગામના છેડે આવેલ છે અને ખૂબ જ જીર્ણ અવસ્થામાં છે.. વાવ ની આજુબાજુ માં ઝાડીઓ અને કાંટાળા ઝાડ ઉગી નીકળ્યા છે.જેની સફાઈ ગ્રામ પંચાયત કે કોઈ સરકારી ખાતા દ્વારા કરવામાં નથી આવતી..પુરાતત્ત્વ ખાતા આ બાબતે જાણ હોવા છતાં કોઈ રસ દાખવતું નથી.

જાગૃત શિક્ષક દ્વારા પુરાતત્ત્વ ખાતા ને જાણ કરાયેલ અને પુરાતત્ત્વ ખાતા દ્વારા સ્થળ પર આવીને અજાણી લિપિ માં લખેલ પથ્થર અને બીજા એક પથ્થર ઉપર સ્ત્રી પુરુષ ની આકૃતિવાળો પથ્થર એમ બે પથ્થર સાથે લઈ ગયેલ..જે પથ્થર હાલ કયા છે તેની કોઈ ને જાણ નથી..એ અંગે પણ તપાસ થવી જોઈએ કે હાલ આ પથ્થર કયા છે.

જો આ અતિપૌરાણીક વાવ ને પુરાતત્ત્વ વિભાગ માં સમાવવામાં આવે અને તેની જાળવણી કરીને એક પર્યટક સ્થળ તરીકે વિકાસ કરવામાં આવે તો આ વાવ નષ્ટ થતા બચી જાય તેમ છે.. આ વાવ ના વિકાસ થવાથી આ ગામનો પણ વિકાસ થઈ શકે તેમ છે.

IMG 20180516 WA0044(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.