કોરોના મહામારીના કારણે લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, ઘણા લોકોની કમાણી બંધ થઈ ગઈ હતી. બેરોજગારીના કારણે ઘણા લોકોએ આત્મહત્યા તરફ પણ પોતાના પગલાં વાળ્યા હતા. પરંતુ તે દરમિયાન, હવે એક ડુક્કર સોશિયલ મીડિયા પર છવાયેલો છે, જેણે લોકડાઉન દરમિયાન 50 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ સુવર પેઇન્ટિંગ્સ બનાવે છે. તેના પેઇન્ટિંગ્સ લાખોમાં વેચાય છે. તાજેતરમાં તેની તૈયાર કરેલી પેઇન્ટિંગ 2 લાખ 36 હજાર રૂપિયાનું પેમેન્ટ કરવામાં આવ્યું હતું. તે પેઇન્ટિંગ સ્પેનની એક વ્યક્તિ દ્વારા ખરીદવામાં આવી છે. આ ડુક્કર મોંમાં બ્રશ રાખીને પેઇન્ટિંગ બનાવે છે.
આ ડુક્કરનું નામ પિગ્કાસો છે. આ કોઈ સામાન્ય ડુક્કર નથી તે એક ચિત્રકાર છે, જેની પેઇન્ટિંગ્સ લાખોમાં વેચાય છે. તાજેતરમાં પિગ્કાસો પ્રિન્સ હેરીની પેઇન્ટિંગ બનાવી હતી. આ પેઇન્ટિંગ સ્પેનના એક વ્યક્તિએ ખરીદ્યું છે. બદલામાં તે વ્યક્તિએ સૂવરને 2 લાખ 36 હજાર રૂપિયા ચુકવ્યા હતા.
અત્યાર સુધી પિગ્કાસોએ તેની તમામ પેઇન્ટિંગ્સમાંથી કુલ 50 લાખ 23 હજાર રૂપિયાની કમાણી કરી છે. આ પૈસા પિગ્કાસોની માલકીન ખાતામાં જાય છે. ચેના માસિકનું નામ જોને લેફાસન છે. આ પૈસા દ્વારા અન્ય પ્રાણીઓની પણ કાળજી લેવામાં આવે છે. અત્યાર સુધી પિગ્કાસોએ તેની તમામ પેઇન્ટિંગ્સમાંથી કુલ 50 લાખ 23 હજાર રૂપિયાની કમાણી કરી છે. પિગ્કાસોને પેઇન્ટિંગ બનાવવામાં થોડા કલાકો લાગે છે. થોડા સમય પહેલા પિગ્કાસોએ ક્વીન એલિઝાબેથની પેઇન્ટિંગ બનાવી હતી. જે 2 લાખ રૂપિયામાં વહેચાય હતી.