દેશના વિવિધ રાજ્યોના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય નાગરિકને પણ પોતાના ગામમાં જ વિવિધ સરકારી સેવાઓ ઘરબેઠા એક કલીક પર મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા નેશનલ પોર્ટલ ઓફ ઈન્ડિયાનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં વિવિધ પ્રમાણપત્રો તેમજ અન્ય સુવિધાઓ પણ હવે ઓનલાઈન પ્રાપ્ત થશે. અલગ અલગ રેશનકાર્ડ મેળવવા, નવા રેશનકાર્ડ, રેશનકાર્ડમાં સુધારા વધારા, આવકનો દાખલો, પાનકાર્ડ, ટિકિટ બુકિંગ, ટ્રાવેલ પાસ, અનેક વિવિધ સરકારી યોજના, જાતિ અંગેનું સોગંદનામુ, નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય, વિચરતી વિમુક્તિ જાતિ માટેનું પ્રમાણપત્ર જેવી 60થી વધુ સુવિધાઓ ઓનલાઈન કરવા ભારત સરકાર દ્વારા નેશનલ પોર્ટલ ઓફ ઈન્ડિયાની રચના કરાઈ છે.
ભારત સરકારનો આ ડિજીટલ અભિગમ સમગ્ર દેશના તમામ નાગરિકોને સમાવી લેશે અને અત્યાર સુધી લોકોને સરકારી કચેરીઓમાં પ્રમાણપત્ર મેળવવા કે, કોઈપણ સરકારી કામ કરવા માટે ધક્કા ખાવા પડતા હતા. જો કે, હવે આ પોર્ટલથી ઘરબેઠા આંગળીના ટેરવે જ તમામ સર્ટીફીકેટ અને તમામ સરકારી કામ પૂર્ણ થઈ જશે.
દેશના દુરદરાજના ગ્રામીણ વિસ્તારોમાં સરકારના વિવિધ વિભાગોની જનહિતલક્ષી સેવા ગ્રામ્ય સ્તરેથી આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી આ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. ગ્રામીણ નાગરિકો જ નહીં પરંતુ દેશના કોઈપણ નાગરિકને રોજબરોજની સેવા કે સર્ટીફીકેટ, દાખલાઓ માટે તાલુકા, જિલ્લા મથકે ધક્કા ન ખાવા પડે, સમય અને આવવા-જવાના વાહન ભાડાના ખર્ચનો બચાવ થાય તેમજ ખોટો લઈ ન જાય અને સાચા રહી ન જાય તેવા ભાવ સાથે ડિજીટલ સેવાઓ શરૂ કરવામાં આવી છે અને આ પોર્ટલમાં ફક્ત પ્રમાણપત્ર કે અન્ય સેવા જ નહીં પરંતુ દેશની તમામ સેવાઓ જે નાગરિક હવે આંગળીના ટેરવે જોઈ શકશે. વિદ્યાર્થીઓ માટે પણ પરિણામ જોવાથી લઈ વૃદ્ધો માટે અલગ અલગ યોજનાઓનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સેવાઓ નેશનલ પોર્ટલ ઓફ ઈન્ડિયા પરથી મેળવી શકાશે
- બર્થ સર્ટીફીકેટ, કાસ્ટ સર્ટીફીકેટ, જાતિના દાખલા, ડોમીસાઈલ સર્ટીફીકેટ, ડ્રાઈવીંગ લાયસન્સ, મેરેજ સર્ટીફીકેટ અને ડેથ સર્ટીફીકેટ
- પાન કાર્ડ, રાશનકાર્ડ, પાસપોર્ટ, ઈલેકટ્રીક બીલ સહિતના પ્રમાણપત્ર અને કાર્ડ માટે ઓનલાઈન એપ્લાય કરી શકાશે
- પ્રોપર્ટી, વાહન, કામદાર વિનીમય મંડળ, નોકરીની જરૂરીયાત, કોઈપણ ડોમેઈન અને રાજ્ય સરકારની કોઈપણ યોજના અંગે એપ્લાય થઈ શકશે
- સેન્ટ્રલ ગર્વમેન્ટની હાઉસીંગ યોજનાઓ, વાહનની જાણકારી, પ્રોપર્ટીના રેકોર્ડ, કોર્ટના કેસો, કોર્ટનું જજમેન્ટ, ડેઈલી કોર્ટનો રેકોર્ડ, વિદ્યાર્થીના પરિણામ, સ્પીડ પોસ્ટ, માર્કેટીંગ યાર્ડના ભાવો વિશે જાણકારી મેળવી શકાશે
- પ્લેન ટિકિટ, ટ્રેન ટિકિટ, ઈન્કમટેક્ષ રિટર્ન, વીજળીને લઈ ફરિયાદો સહિતની માહિતી આંગળીના ટેરવે મળશે
- પીએમ મોદી રિલીફ ફંડ વિશેની માહિતી અને યોગદાન આપી શકાશે
- સરકારની યોજનાઓ, પોપ્યુલેશન, વિવિધ સેકટરો, ગર્વમેન્ટના વિવિધ પોર્ટલ, બિઝનેશ સહિતની માહિતી મેળવી શકાશે
કેવી રીતે આ સુવિધાનો લાભ મેળવવો ?
સરકારી કચેરીની સુવિધાનો લાભ હવે તમે ઘરબેઠા જ મેળવી શકશો આ માટે તમારે સૌથપ્રથમ https://services.india.gov.in/category/listing?ln=hi લિંક પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારા મોબાઇલ પર india.gov.in વેબસાઇટ ખુલશે અને તમારી સ્ક્રીન પર એક મેન્યુ ખુલશે. આ મેન્યુમાં તમારે જરૂર સેવાઓ જેવી કે શિક્ષણ, આરોગ્ય, વીજળી,પાણી સહિતની સ્થાનિક સેવાઓ, રોજગાર વગેરેનું મેન્યુ દેખાશે. જેમાં તમારે કે સેવાનો લાભ લેવો હોય તેના પર ક્લિક કરી વિસ્તૃત માહિતી મેળવી શકો છો.
ભારત સરકારના આ ડિઝિટલ પોર્ટલ પરથી તમે કેટલીક એવી માહિતી પણ ઘરબેઠા મળશે જેના માટે તમારે અનેક સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે. જેમ કે ખોવાયેલા વાહનોની ફરિયાદની કાર્યવાહી કેટલે પહોંચી શું સ્થિતિ છે. ટ્રેન અને એક ટિકિટ બૂક કરાવી શકો છો. વડાપ્રધાન રીલિફ ફંડમાં મદદ જમા કરાવી શકો છો. સાથે જ સરકારની યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી અને લાભ લઇ શકો છો.