વિભાગ-1
હાડ-માંસથી ભરેલી ચાર આંગળીઓ અને એક અંગુઠા વડે થતાં કાર્યોનું સ્થાન લઈ શકવા માટે તો હજુ રોબોટ ઘણા પાછળ છે. પરંતુ હા, વિશ્વની કેટલીક ટોચની આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ લેબમાં તૈયાર થયેલા રોબોટ, એવું ઘણું બધું કરી શકવા માટે સક્ષમ છે જેનું સપનું માનવજાતે આજથી દસ વર્ષ પહેલા સેવ્યું હતું
(1) ધ સ્પિનર : ટેસ્લા ફાઉન્ડર એલન મસ્ક અને સિલિકોન વેલીનાં અન્ય મોટા ટેક-જાયન્ટ્સ દ્વારા સાન ફ્રાન્સિસ્કો શહેરમાં સ્થપાયેલ ઓપન-એ.આઈ. લેબમાં તમને ડેક્ટાઈલ નામનો એક રોબોટિક હાથ જોવા મળશે, જેની પાસે માનવ-હાથની માફક વળી શકવાની અને ડિજિટ ઓળખી શકવાની ક્ષમતા છે. (થોડા સમય પહેલા આવેલી સ્ટાર વોર્સ ફિલ્મનાં લ્યુક સ્કાયવોકરનો મિકેનિકલ પ્રોસ્થેટિક યાદ છે?) અગર તમે ડેક્ટાઈલની હથેળીમાં આલ્ફાબેટ (એબીસીડી) ધરાવતો નાનકડો ચોરસ ટુકડો આપીને તેમાંથી કોઇક ચોક્ક્સ આલ્ફાબેટની પસંદગી કરવાનું કહેશો તો તે ખૂબ સહેલાઈથી ઓળખી બતાવશે! માનવહાથ માટે આ વાત સાવ સામાન્ય છે. પરંતુ કોઇ ઓટોનોમસ મશીન માટે તો આ બહુ મોટી ઉપલબ્ધિ છે. ખાસ વાત એ છે કે, ડેક્ટાઈલ સેલ્ફ-લર્નિંગ રોબો-હેન્ડ છે. તેણે ઉપરોક્ત તમામ પ્રવૃત્તિઓ પોતાની મેળે, કોઇની મદદ લીધા વગર શીખી છે. ફક્ત ગાણિતીક સમીકરણોનાં આધારે ડેક્ટાઈલ પોતાની આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ ચલાવી શકે છે, સતત કશુંક નવું શીખતો રહે છે. ભવિષ્યમાં તેને હાઇ-ટેક રોબોટનાં અંગ-ઉપાંગ તરીકે ઉપયોગમાં લેવાશે ત્યારે તે ઘણા ચમત્કારો સર્જી શકે એમ છે એવું સંશોધકો માની રહ્યા છે.
(2) ધ ગ્રિપ્પર : બર્કલી ખાતે આવેલી યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાની ઓટોલેબમાં તૈયાર થયેલો આ રોબોટ, વિજ્ઞાનની એક એવી સિદ્ધિ છે, જેનું સ્વપ્ન સેવવામાં પણ સંશોધકોને ધોળે દિવસે તારા દેખાઈ જાય! સોફ્ટવેરનાં આધારે તૈયાર થયેલો ગ્રિપ્પર નાની-મોટી વસ્તુઓને ઓળખી તેને ઉપાડી શકવા સક્ષમ છે. દા.ત. રેસ્ટોરન્ટમાં અપાતી કેચ-અપની બોટલ, સ્ક્રૂ-ડ્રાઇવર વગેરે.
(3) ધ પિકર : ગ્રિપ્પરથી પણ ચડિયાતો અને વધુ એડવાન્સ્ડ કહી શકાય એવો આ રોબોટ, પોતાની સામે પડેલા ઢગલામાંથી કોઇ પણ વસ્તુનો આકાર અને મટિરિયલ પારખી તેને અલગ તારવી શકવા સક્ષમ છે. તેનાં બે હાથ છે. એક હાથમાં સક્શન કપ (વસ્તુને ખેંચી શકે એવું) અને બીજા હાથમાં ગ્રિપ્પર (વસ્તુને બંને બાજુથી પકડીને ઉપાડવું તે). નાનકડી અમથી કાતરથી માંડીને પ્લાસ્ટિકનાં રમકડા જેવી વસ્તુઓનું મટિરિયલ પારખી, તેમને સક્શન વડે ઉપાડવી કે પછી ગ્રિપ્પર વડે, એનો નિર્ણય પિકર જાતે જ લે છે. બર્કલીનાં સંશોધકોએ વિશ્વને પિકરનાં સ્વરૂપમાં તદ્દન એડવાન્સ એન્જિનિયરીંગનો નમૂનો બનાવ્યો છે. 10,000 કરતાં પણ વધુ ભૌતિક વસ્તુનાં નમૂના લઈને તેમણે પિકરની કાબેલિયતને ઓળખવા માટેનાં પ્રયોગો આદર્યા હતાં. તેની સિસ્ટમમાં દાખલ કરેલા ન્યુરલ નેટવર્કનાં આધારે પિકર પોતાની જાતે એનાલિસીસ કરી જાણે છે. એની સામે પ્લાસ્ટિકનું રમકડું મૂકવામાં આવ્યું તો તેણે પોતાની જાતે જ ગ્રિપ્પરનો ઉપયોગ કરી તેને ઉપાડ્યું. તેનાં ન્યુરલ નેટવર્ક પાસે એ માહિતી આવી ગઈ હતી કે પ્લાસ્ટિકને સક્શન કપ વડે તો ન ઉપાડી શકાય! બીજા પ્રયોગમાં, તેની સામે મૂકવામાં આવેલી કેચ-અપની બોટલને સક્શન-કપ વડે ઉપાડીને તેણે ફરી પોતાનાં આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સથી સંશોધકોને આશ્ચર્યચકિત કરી મૂક્યા. પિકરની સામે અગર તમે આવી બધી વસ્તુઓથી ભરેલું એક આખું ડસ્ટબીન મૂકી દેશો તો પણ તે પોતાનું કામ આટલી જ સહેલાઈથી પૂરું કરી આપશે. આ કાર્યમાં હજુ તે જોઇએ એટલું પરફેક્ટ નથી, પરંતુ તેની સેલ્ફ-લર્નિંગ પ્રોસેસને લીધે ભૂતકાળમાં બનાવાયેલા તમામ રોબોટની સરખામણીએ તે ઘણું જ એડવાન્સ્ડ છે!
વિભાગ-2
(4) ધ બેડ-મેકર : દરરોજ સવારે ઉઠીને સૌપ્રથમ તો પલંગ પર આમથી તેમ આળોટી રહેલી ચાદર અને બેડ-શીટને વ્યવસ્થિત કરતી વખતે ક્યારેક તો એવો વિચાર જરૂર આવ્યો હશે કે, કાશ કોઇ અદ્રશ્ય હાથ આવીને આ બધું સરખું કરી જાય તો સવાર-સવારની આ ઝંઝટનો હવે અંત આવે! બિંગો..! યોર વિશ હેઝ બીન ગ્રાન્ટેડ. બર્કલી ખાતેનાં રોબો-લેબ સંશોધકોએ અલગ-અલગ અલ્ગોરિધમ અને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને માત્ર બે અઠવાડિયા જેટલા ટૂંકા સમયની અંદર ધ બેડ-મેકર નામનો રોબોટ વિકસાવ્યો છે, જે પલંગ પર પડેલી અવ્યવસ્થિત ચાદર અને ઓછાડને બરાબર સુઘડ કરી શકે છે. તેની કૃત્રિમ બુદ્ધિક્ષમતા પલંગ પર પડેલી આવી વસ્તુઓને યોગ્ય જગ્યાએ મૂકવા જેટલી સમજ ધરાવે છે!
(5) ધ પુશર : નાનપણથી આપણા વડીલો હંમેશા એક વ્યંગ્ય કરતાં આવ્યા છે, લાડસાહેબને કોઇક ડાઇનિંગ ટેબલ પર નાનકડું બટન આપી દે અને કશું જ કામ કરવાની મનાઈ ફરમાવી દે તો તેઓ જમવા માટે પણ મહેનત ન કરે એવા છે..! વડીલોએ કરેલી આ પ્રાર્થના કેટલી હદ્દે અસરકારક નીવડી છે એનું ઉદાહરણ એટલે ધ પુશર. બર્કલી કેમ્પસની લેબોરેટરીમાં તૈયાર થયેલો ધ પુશર રોબોટ પોતાની ગ્રિપ્પરથી કોઇપણ વસ્તુને ટેબલ પર આમથી તેમ ખસેડી શકવા સક્ષમ છે. ફક્ત એટલું જ નહીં, ખસેડાયેલી એ ચોક્ક્સ વસ્તુએ કેટલું અંતર કાપ્યું એની જાણકારી મેળવવી પણ શક્ય છે. સેલ્ફ-લર્નિંગ પુશરને ત્યાંના સંશોધકોએ કેટલાક વીડિયો દેખાડીને આ કાર્ય માટે તાલીમ આપી છે. પુશર પોતાની જાતે જ વીડિયોનાં માધ્યમ દ્વારા સતત શીખતો રહ્યો. હજુ પણ તે નાની-નાની વસ્તુઓને જ પોતાની ગ્રિપ્પરથી ખસેડી શકે છે પરંતુ ભવિષ્યમાં નિર્માણ પામનારા મોટા મશીનોમાં તેનો ઉપયોગ વધુ મોટા સ્કેલ પર થવાની સંભાવના પણ ખરી!
ભીમે ‘એક જ રાતમાં’ નિર્માણ કર્યો ચિત્તોડગઢનો કિલ્લો, જાણો ભારત અને એશિયાના સૌથી મોટા કિલ્લાની ખાસિયત
તો આ હતાં પાંચ અલગ-અલગ રોબોટ મશીનો વડે થનારા કેટલાક સાવ સરળ ટાસ્ક. માનવ-આંખો માટે આ સરળ એટલા માટે છે કારણકે આપણે રોજબરોજનાં કાર્યો કરવા માટે કંઈ ગાણિતીક સમીકરણો તથા અલ્ગોરિધમનો સહારો નથી લેવો પડતો. પરંતુ મશીનો માટે એવું બિલકુલ નથી. તેઓ સેલ્ફ-લર્નિંગ એ.આઈ. છે! પ્રયોગો દરમિયાન ઘણી વખત નિષ્ફળતા પણ મળી છે, એમ છતાં વીતી ગયેલા વર્ષોની સરખામણીએ સંશોધકોને પોતાનાં ક્રિએશન માટે ગર્વ છે.
યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનનાં સંશોધકો આજકાલ એવા પ્રકારનાં રોબોટિક હાથ પર કામ કરી રહ્યા છે, જેની કાર્યક્ષમતા અદ્દલોદ્દલ માનવ-હાથને મળતી આવે! જોકે, એ ઘણી જટિલ પ્રક્રિયા છે. ગ્રિપ્પર અને સક્શન કપને યોગ્ય રીતે કાર્યક્ષમ બનાવવામાં વૈજ્ઞાનિકોને મોઢે ફીણ આવી ગયા હોય તો માણસ જેવો જ સક્રિય હાથ બનાવવાની પ્રોસેસ તો કેટલી મુશ્કેલ હશે, વિચાર કરી જુઓ! લેખની શરૂઆતમાં આપણે જે ડેક્ટાઈલ વિશે વાત કરી તેને પણ હવે વધુ અપડેટ અને એડવાન્સ્ડ સ્વરૂપ આપવાની તૈયારી ચાલી રહી છે. હજારો ચીપ અને અલ્ગોરિધમનો ઉપયોગ કરી તેને દરેક પ્રકારનાં માનવીય કાર્યો કરવા માટે સજ્જ કરવામાં આવી રહ્યો છે. મેન્યુફેક્ચરિંગ, ફ્લાઈંગ