આમ તો ભારતમાં ફરવા માટે ઘણી જગ્યાઓ છે. ભારતના અલગ અલગ રાજ્યો પોતાની ભીન્ન-ભીન્ન વસ્તુઓ માટે પ્રચલીત છે. ભારતના રાજ્યો નેશનલ પાર્ક, સંગ્રહાલય, ઐતિહાસિક વસ્તુ, ખાન-પાન, સાંસ્કૃતિક રીતી રીવાજો વગેરે માટે પ્રસિધ્ધ છે. તો આજે આપણે અલગ અલગ રાજ્યોની અલગ અલગ પ્રચલીત વસ્તુઓ વિશે વાત કરીશું.
૧-કાઝીરંગા નેશનલ પાર્ક
– આસમના મધ્યમાં આવેલું કાજીરંગા નેશનલ પાર્ક અહીં આવતા પર્યટકો માટે એક ખાસ સ્થળ છે. લગભગ ૪૩૦ વર્ગ કિલોમીટરમાં ભુ-ભાગમાં ફેલાયેલું આ નેશનલ પાર્કમાં તમે અનેક પ્રકારના વન્ય પ્રાણીઓને જોઇ શકો છો. આ સ્થળ એક સીંગવાળા ગેંડા માટે ખૂબ જ પ્રચલીત છે. આ પાર્કમાં તમે વાઘ, ચીતો, ભાલુ, હાથી, લંગુર, ભેડિયા જંગલી બિલ્લી, અજગર વગેરેને જોઇ શકો છો.
૨- સેવન સીસ્ટર ફાલ
– મેઘાલયમાં આવેલું સેવન સીસ્ટર હાલ ઝરણું એટલું આકર્ષક છે કે તમે તેને એકવાર જોયા પછી વારંવાર જોવાનું મન થાશે.
૩- નાગાલેન્ડની સાંસ્કૃતિક વીરાસત…
નાગાલેન્ડને પોતાની બહેદ ખુબસુરત પ્રાકૃતિક દ્રશ્યોના લીધે પૂરબ સ્વીઝરલેન્ડ પણ કહેવામાં આવે છે. સદા માટે તમારા દિલ અને દિમાગમાં વસી જાય તેવા મોહક દ્રશ્યો સાથે તમને અહીંના લોકોની આગવા-સ્વાગતા પણ તમારા દીલને સ્પર્શશે. આ સાથે જ નાગાલેન્ડ પોતાની સાંસ્કૃતિક વીરાસત માટે પણ ઘણુ પ્રચલીત છે. અહીં આવતા લોકો ઘણા સ્થળોની તુલના સ્વર્ગ સાથે કરે છે.