ભારતના મંદિરો વિષે તો તમે ઘણું સંભાળ્યું હશે .. પરંતુ હિન્દુઓ દેશથી લઈને વિદેશ સુધી ઘણા શાનદાર મંદિર બનાવ્યા છે. એમાંથી એક જ્ગ્યા છે પાકિસ્તાન. આ મંદિરોના શાનદાર વાસ્તુકલાને કોઈ બીજા દેશમાં જોવાનો આનદ એક અલગ જ છે. હાલાકી હિંદુની સંખ્યા વઘુ ભારતમાં જોવા મળે છે. પણ ઘણા એવા દેશો છે જ્યાં હિન્દુ લોકો રહેતા હોય તેમાં નેપાળ, ઇંડોનેશિયા, બાંગલાદેશ, અને અમેરિકાનો સમાવેશ થાય છે.
હાલાકી પાકિસ્તાનમાં સ્થિત ઘણા મંદિર પોતાના ચમત્કાર માટે જાણીતા છે. તો ચાલો જાણીએ પાકિસ્તાનમાં આવેલા પ્રશિદ્ધ હિન્દુ મંદિરો વિશે…
1-કટાસ રાજ મંદિર
પાકિસ્તાનના પંજાબના ચકવાલ જિલ્લામાં સ્થિત આ મંદિર ભગવાન શીવનું છે. આ મંદિર મહાભારતના દિવસોથી પણ પહેલાનું છે. વનવાસ દરમ્યાન પાંડવોએ અહી ઘણો સમય વિતાવ્યો હતો. આ મંદિર શિવના પત્ની સતીના મૃત્યુ બાદ આ મંદિર અસ્તિત્વમાં આવ્યું. કહેવામા આવે છે કે શિવ અહી ઘણા દિવસો સુધી રડ્યા હતા જેનાથી બે પાવન તળાવનું નિર્માણ થયું જેમથી એક અજમેર પુષ્કરમાં સ્થિત છે અને બીજું કટાસરાજ મંદિરમાં.
2-રોહતાસ ફોર્ટ મંદિર
ઝેલમમાં જીટી રોડ પર આવેલુય આ ફોર્ટનું નિર્માણ પશ્તૂન રાજા શેર શાહ સુરી ના શાસન દરમ્યાન 1541 થી 1548ની વચ્ચે થયું હતું. આ ફોર્ટની અંદર ઘણા ઓછા મંદિર જોવા મળે છે.
3-હિંગલાજ મંદિર
ભગવતી સતીનું મહત્વપૂર્ણ શક્તિપીઠ,હિંગલાજ મંદિર એટ્લે કે નાની મંદિર હિંગોલ નેશનલ પાર્કમાં સ્થિત છે જે પાકિસ્તાનના બલૂચિસ્તાન ઇલાકમાં આવે છે. આ મંદિરનું નિર્માણ ત્યારે થયું જ્યારે ભગવાન વિષ્ણુએ સતીના મૃત શરીરના 52 ટુકડા માં વિભાજિત કર્યું હતું જેથી ભગવાન શિવનો ક્રોધ શાંત થાય અને તે પોતાનું તાંડવ બંદ કરે. આ ટુકડા ભારતના ચારે બાજુ ફેલાઈ ગયા અને તેમનું માથું હિંગુલામાં પડ્યું.
4-હિન્દુ મંદિર
આ શિવ મંદિર ઉમેરકોટ ક્ષેત્રમાં સ્થિત એક લોકપ્રિય મંદિર છે. જે જહાગીર ગોથનીઓ જ્ગ્યા પાસે પાકિસ્તાનના સિંધુ ઇલાકામાં સ્થિત છે. આ મંદિરના રસ્તામાં હજરત નીમાંનોશાહ દરગાહ પણ આવે છે. દર વર્ષે મહાશિવરાત્રીના દિવશે અહી ત્રણ દિવસ સુધી ભવ્ય આયોજન કરવા આવે છે. આ આયોજનમાં આસપાસના ક્ષેત્રમાંથી ઘણા શ્રદ્ધાળુઑ આવે છે.
5- હિન્દુમંદિર, સિયાલકોટ
આ ઉચા શવાલા તેજા સિંહ ખાકીઅખ્તરના ધરોવાલ મહોલ્લામાં ઇકબાલરોડ ના હાજી નજીર અહમદ માર્કિટમાં 1000 ફિટ પર સ્થિત છે. અહી જવા માટે તમારે સીડીનો ઉપયોગ કરવો પડે છે. આ હિન્દુ પ્રજાતિયનું આબાદીનું પ્રતિક છે. જે વિભાજન પહેલા પુજા કરવામાં આવ્યું હતું.
6-સાધુ બેલા મંદિર
હિંદુસ્તાન અને પાકિસ્તાનના વિભાજન બાદ ઘણા હિન્દુ પરિવાર પાકિસ્તાનમાં રહી ગયા. ત્યારે ઘણા હિન્દુ પરિવાર ભારત અને બીજા શહેરોમાં જતાં રહ્યા. સિંધના અમુક ક્ષેત્ર જેવા કે સુકકુર અને રોહરી સિટી
ધાર્મિક જગ્યાઓથી ભરી પડ્યું છે. અહી હિંદુવાદ અને મંદિરોની વાત કરવામાં આવે તો અહી એક મંદિર ઘણું જ પ્રખ્યાત છે. જે સાધુ મહાદ્રિપ અથવા સાધ બેલોના નામથી જાણીતું છે. સાધબેલામ એક નહીં પરંતુ 9 થી પણ વઘુ ભગવાનોના મંદિર છે.