વોટ્સએપ તેમના યુઝર્સોની સુવિધા વધારવા ટૂંક સમયમાંજ વોટ્સએપ ગૃપમાં પ્રાઇવેટ રીપ્લાયનો વિકલ્પ આપશે. જેનું ટેસ્ટીંગ હાલ ચાલી રહ્યું છે. જે વોટ્સએપનું બેટા વર્ઝન રહેશે. નિષ્ણાંતોના મતે ટેસ્ટીંગ દરમ્યાન વોટ્સએપમાં આ ફિચર એક્ટીવેટ થઇ ચુક્યુ હતું જેને બાદમાં સરભર કરાયુ હતું. આ ફિચર વિન્ડોઝ ફોન ૨,૧૭,૩૪૪માં બાદમાં અસક્રિય કરવામાં આવ્યો હતો. આ ફિચરનો લક્ષ્યાંક વી ૨,૧૭,૩૪૮ બેટા અપડેટમાં સુધારા કરી અમલીકરણ કરવાનો છે. વેબેટલઇન્ફોએ જણાવ્યું હતું કે ગૃપમાં મોકલેલાં મેસેજ હર કોઇ જોઇ શકે છે પરંતુ આ ફિચર દ્વારા વોટ્સએપ ગૃપમાં પણ પ્રાઇવેટ મેસેજ કરી શકાશે. ફ
વેબેતાઇન્ફોએ જણાવ્યું હતું કે પ્રાઇવેટ રિપ્લાય ઓપ્શન ગૃપ ચેટમાં નાના એવા પોપ અપ મેનુ દ્વારા થઇ શકશે ત્યારે યુઝર્સ પ્રેસ કરીને મેસેજ હોલ્ડ કરશે ત્યારે આ ઓપ્શન દેખાશે. તેઓ પર્સનલ ચેટમાં આ મેસેજ મોકલી શકશે ત્યારે વિન્ડોઝ ફોન માટે હજુ વધુ એક નવુ ફિચર્સ વોટ્સએપ નવા વર્ષે લાવી રહ્યું છે જે પણ એન્ડ્રોઇડની જેમ જ કામ કરશે. આ ઉપરાંત જડપથી વિડિયો કોલિંગ કરી શકાય તે માટેનું ફિચર લોન્ચ કરવામાં આવશે. અને તેનાથી વોટ્સએપ ગૃપ ચેટ એડવાન્સ બનશે.