ઝેર શબ્દ સાંભળતા જ આપણને મૃત્યુનો ડર લાગે છે. આપણે સામાન્યત: નાગ-વિંછીને વિશેષ ઝેરીલા માનીએ છીએ પણ વાસ્તવમાં સાપની અમુક પ્રજાતિઓ ઝેરી હોય છે. અદ્યતન મેડીકલ સારવારને કારણે હવે તેના ડંખથી પણ માનવી બચી શકે છે. જો કે આજે પણ સર્પદંશથી વિશ્ર્વમાં હજારો લોકો મૃત્યુ પામે છે. જો કે આ પૈકી મોટાભાગનું સારવાર ન મળવાથી તેમજ ખોટી દવાઓ મળવાને કારણે મૃત્યુ થાય છે. ઝેરને કારણે વિકલાંગતા કે શરીરનો કોઇ કાપી નાખવો પણ પડે છે. ખૂલ્લી કે અવાવરૂ જગ્યાએ ચાલવામાં ઘણું ધ્યાન રાખવું જરૂરી છે. જંગલ તો તેમનું ઘર હોવાથી ત્યાં વિશેષ કાળજી લેવી હિતાવહ છે.

બ્લેક અને બ્લૂ પટ્ટાથી ચમકતો દેડકો માણસને મારી નાખવાની ક્ષમતા ધરાવે છે: આ ખતરનાક જીવ ખૂબ મોટી માત્રામાં ટોક્ષીન ઉત્પન કરી શકે છે જેને વિજ્ઞાનની ભાષામાં કોનો ટોક્ષિન કહેવાય છે: ઘાટા બ્લેક કલરનો વિંછી સૌથી વધુ ખતરનાક હોય છે

ગમે તેવા ઝેરીલા સાપને પણ હરાવી શકતો સ્ફૂર્તિલો નોળીયો છે. તેની અને સાપની દુશ્મની બધા જાણે છે. દુનિયાભરમાં તેની પ્રજાતિઓ 33થી વધુ જોવા મળે છે. આજે પણ દુનિયામાં ઘણા એવા નાના-મોટા પ્રાણીઓ છે જે ખૂબ જ ખતરનાક અને ઝેરીલા છે. જે માણસને માત્ર 10 સેક્ધડમાં મોતને શરણે કરી દે છે. વિશ્ર્વમાં ઘણા સુંદર જીવો છે. જે લોકોને તેની સુંદરતાથી મોહિત કરે છે. અમુક તો એટલા ચિત્ર-વિચિત્ર હોય કે આપણને લાગે કે આ કોઇ બીજા ગ્રહ ઉપરથી આવ્યા હશે. એક વાત છે કે બધા પશુ-પંખી કે જીવ-જંતુઓ વિગેરેને સ્વબચાવ માટે કુદરતે વિવિધ કરામત આપી હોય છે. જેને કારણે શિકારીથી બચે અને શિકાર પણ કરી શકે છે. આ દુનિયામાં આજે પણ ઘણા ઝેરી જીવો વસવાટ કરી રહ્યા છે.

દુનિયામાં અમુક કરોળિયાનું ઝેર ‘સાયનાઇડ’ કરતા પણ વધારે જોખમી હોય છે દુનિયાના તમામ ઝેરી સાપ કરતાં બોક્સ જેલી નામની માછલી વધુ ઝેરી હોય છે

વિશ્ર્વના મોટા જંગલોમાં અસંખ્ય જીવજંતુઓ રહે છે. જંગલોની દુનિયા નિરાળી છે. એકબીજા ઉપર એકબીજાનું અસ્તિત્વ ટકેલું હોય છે. વિશ્ર્વનાં ટોપ-10 સૌથી ખતરનાક પ્રાણીઓમાં નાનકડો કરોળિયો-દેડકો કે ગરોળી જેવા વિવિધ પ્રાણીઓ છે. જે એક દંશથી માનવીને મોત આપી શકે છે. આ પ્રાણીઓ પાસે ખતરનાક ઝેરી પાવર છે. તેથી આવા ખતરનાક પ્રાણીઓ વિશે સૌએ જાણવું જરૂરી છે.

– ડાર્ટ ફ્રોગ : સેન્ટ્રલ અને સાઉથ અમેરિકામાં જોવા મળતા આ સુંદર દેડકા જે ખૂબ મોટી માત્રામાં ઝેરી તો સંગ્રહ ધરાવે છે. ભય જણાય ત્યારે તેનું આખુ શરીર અને સાથે જ તેની બહારની ચામડી પણ ઝેરીલી બની જાય છે. તે દુનિયાનો સૌથી ઝેરી દેડકો છે. બ્લેક અને બ્લુ પટ્ટાથી ચમકતો ફ્રોગ માણસને મારી નાખવાની તાકાત રાખે છે.

– કમાન્ડો ડ્રેગન : આપણાં ઘરમાં જોવા મળતી ગરોળી કરતા હજારો ગણી મોટી ગરોળી છે. આ પ્રાણીને વિશ્ર્વની સૌથી મોટી ગરોળી અથવા કમાન્ડો ડ્રેગન કહેવાય છે. તે જંગલમાં રહેતું હોવાથી ઘણી આસપાસના ગામમાં ખોરાક માટે આવી ચડે છે. તેનું વજન 250 પાઉન્ડ જેટલું અને 10 ફૂટ જેટલી લંબાઇ હોય છે તે હાલ માત્ર ઇન્ડોનેશિયામાં જ જોવા મળે છે. તેની પૂંછડીમાં બહુ જ તાકાત હોય છે, જે તેને શિકાર કરવામાં મદદરૂપ થાય છે.

– કોન સ્નેઇલ ફીશ : દરિયામાં તળાવ સરોવરમાં કે નદીમાં રહેતી આ માછલી ભયંકર ઝેરી છે. કોન સ્નેઇલ ખૂબ મોટી માત્રામાં ટોક્ષિન ઉત્પન કરી શકે છે. જેને વિજ્ઞાનની ભાષામાં કોનોટોક્ષિન કહેવાય છે. જો આ ઝેર કોઇ મનુષ્યમાં ઇનજેક્ટ થઇ જાય અર્થાત ડંખ મારી દે તો બ્લડ ટ્રાન્સફ્યુઝન સિવાય તેનો બીજો કોઇ ઇલાજ નથી.

– પુફર ફીસ : પાણીમાં રહેતી આ માછલી વિશ્ર્વમાં સૌથી ખતરનાક માનવામાં આવે છે. તેના દ્વારા ઉત્પન થતું ઝેર લોકોના સ્નાયુમાં પેરાલીસીસ અને નિષ્કિયતા લાવી દે છે. તેના ડંખથી માણસને લકવો થઇ જાય છે.

– બ્રાઝિલીયન સ્પાઇડર: ફોનેયુટેરીયા નામથી ઓળખાતા બ્રાઝિલીયન વોન્ડરીંગ સ્પાયડર તરીકે જાણીતા છે. આ કરોળિયાનું ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ખાસ રીતે વર્ગીંકરણ કરાયું છે. આ કરોળિયો ખૂબ ખતરનાક ટોક્ષિન ધરાવે છે. દુનિયાનો આ સૌથી ઝેરી કરોળિયો છે.

– હુડેડ પિતુહુઇ : નાનું પક્ષી કોઇ દિવસ ઝેરી હોય પણ નવાઇની વાત છે કે વિશ્ર્વમાં ખૂબ ઓછી માત્રામાં જોવા મળતા પક્ષીઓમાનું એક ઝેરી પક્ષી છે. તેને માત્ર સ્પર્શ કરવાથી તેનું શરીર જડ થઇ કે લકવો થઇ જાય છે. કુદરતે બધા જીવોમાં વિવિધ કરતબો મુકી છે જે તેના બચાવ માટે આપી છે.

– ઇન્લેંડ ટાઇપેન : સાપની આ જાતિ વિશ્ર્વમાં ખૂબ જ ઝેરી માનવામાં આવે છે. માત્ર 0.03 મિલીગ્રામ પર કિલોગ્રામ ઝેર 100 જેટલા માણસોને મારવા માટે સક્ષમ છે. કોબ્રા કે એનાકોન્ડા કરતાં પણ વિશેષ ખતરનાક આ ઝેરી સાપ છે.

– સુરેગેઓન ફીસ : આ માછલી ખૂબ જ ઝેરી છે. આ જાત 18 થી 24 સે.મી. જેટલી લંબાઇ ધરાવે છે. મોટા ભાગે તે સેવાળ ખોરાકમાં લેતી વખતે જ ઝેર ઇનજેક્ટ કરે છે. જો આ માછલી કોઇ મનુષ્ય ખાય તો તેનું ગંભીર જીવલેણ કારણ બની જાય છે. દરિયામાં ઘણા જીવો સાવ નાના હોય તો પણ ખૂબ જ ઝેરી હોય છે.

– એશિયન ફોરેસ્ટ સ્કોરપીયન : વિંછીને જોતા જ આપણને ડર લાગે છે. તેનો ડંખ મૃત્યું પામે છે. પૂંછડીના ઉપરના ભાગે સોય જેવો તિક્ષ્ણ ભાગ હોય છે. 5 ઇંચ જેટલી લંબાઇ ધરાવતો આ વિંછીનો ડંખ સુજન અને ભારે પીડા ઉત્પન કરે છે. ઘાટા બ્લેક કલરનો આ વિંછી સૌથી વધુ ખતરનાક છે.

– લોનોમિયા ઓબલીક્યુ : લારવા ઉત્પન કરતી મોથની આ જાતિ ખૂબ જ જાણિતી છે. તેઓની નાની જાતિ બચ્ચાઓ જ્યારે તેના લાર્વલ કેપીલરી ફોર્મમાં હોય ત્યારે જ ઝેર ઉત્પન કરવાનું શરૂ કરે છે. આ જાતિ વિશ્ર્વના ખતરનાક સાપો કરતાં પણ વધારે ઝેરીલી માનવામાં આવે છે.

દુનિયામાં અમુક કરોળિયાનું ઝેર ‘સાયનાઇડ’ કરતાં પણ જોખમી હોય છે. જેલી ફિશ પણ જોખમી હોય છે, દુનિયાના તમામ ઝેરી સાપ કરતાં પણ બોક્સ જેલી ફિશ ખૂબ જ ઝેરી હોય છે. ભારતમાં જોવા મળતો ઇન્ડિયન રેડ સ્કોર્પિયન વિશ્ર્વનો સૌથી ઝેરીલો વીંછી છે. બ્લુ રિંગ્ડ ઓક્ટોપસ દુનિયાનો સૌથી ખતરનાક અને ઝેરી છે. આ ઓક્ટોપસના એક ડંખમાં એટલું ઝેર હોય છે કે જેમાંથી 25 માણસો મૃત્યું પામે છે. સાવ નાની ગોકળગાયની એક પ્રજાતિ પણ ખૂબ જ ઝેરી છે.

અત્યંત ઝેરી ‘ઝેર’ માનવીને લકવાગ્રસ્ત કરી દે!!

પૃથ્વી ગ્રહના ઘણા નાનકડા જીવો ખૂબ જ ખતરનાક હોય છે. તીક્ષ્ણ દાંત કે ડંખ સાથે તેના અત્યંત ઝેરી ઝેર માનવીને લકવાગ્રસ્ત કરી દે છે. કિંગ કોબ્રા પૃથ્વીનો સૌથી ખતરનાક સાપ છે, તેના ડંખથી મહાકાય હાથી પણ મોતને શરણે થાય છે. વીંછી નાનકડા બાળકો, વૃધ્ધો અને અપંગો માટે એક મોટો ભય છે. ક્રૂલ સાપનું ઝેર કોબ્રાથી પણ ખતરનાક હોય છે. ડાર્ટફ્રોગ દશ માણસોના મૃત્યું કરી શકે તેટલો ઝેરી હોય છે. બ્રાઝીલમાં જોવા મળતો કરોળિયો પૃથ્વીનો સૌથી ઝેરી જીવ છે. પથ્થર જેવી સ્થિર ઉભી રહેતી માછલી દુનિયાની સૌથી ઝેરી માછલી છે. દક્ષિણ રશિયાના વિશાળ વિસ્તારમાં ખતરનાક ઝેરી પ્રાણીઓ વધુ રહે છે, સૌથી ઝેરી સાપ વાઇપર પણ આજ વિસ્તારમાં જોવા મળે છે. ઓક્ટોપસની 300 જેટલી પ્રજાતિઓમાં બ્લુ રંગ ઓક્ટોપસ સૌથી ખતરનાક ઝેરીલો છે. આ જીવ એક ડંખમાં 25 માણસોને મારી નાખવા જેટલી તેના ઝેરમાં ક્ષમતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.