શું તમે કામ કરતી વખતે વાળને કડક રબર બેંડથી બાંધી રાખો છો. તો આ ટેવો તમારા વાળ માટે ખતરનાક સાબિત થઇ શકે છે એક રિસર્ચમાં સામે આવ્યું છે કે વાળને બહું વાર સુધી ટાઇટ અંબોડો બાંધી રાખવાથી હેરકોલની સમસ્યામાં વધારો થાય છે. જેને ટ્રેક્શન એલાપિશિયા કહેવાય છે જે સામાન્ય રીતે વાળ ખેંચાવાના કારણે થાય છે જે મૂળને નુકશાન પહોંચાડે છે. જિમનાસ્ટ તૈરાક અને બેલે કલાકારોને આ સમસ્યાનો બહુ અનુભવ થયો છે કારણ કે તેમને મોટાભાગે પોતાના વાળને બહુ ટાઇટ બાંધી રાખવા પડે છે.
શીખ પુરુષોને પણ મોટાભાગે વાળ સતત બાંધવા અને પાઘડી પહેરવાની ટ્રેક્શન એલોપિશિયાની સમસ્યા થાય છે બ્યુટી એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે જ્યારે આપ ઇલાસ્ટિકની મદદથી વાળ બાંધો છો. ત્યારે વાળ તુટવા-ફુટવા લાગે છે, તે તાણથી વાળના કૂપ કે ફોલિકલને નુકશાન પહોંચે છે. અને વાળ ખરી પડે છે. જે તમને ટકલુ પણ બનાવી શકે છે…
– આ ટિપ્સથી વાળને ખરતા અટકાવો
– વાળને બહુ ટાઇટ ન બાંધો તેને બદલે આપ પોતાના વાળ વાળીને ઢીલો અંબોડો બનાવી શકો છો. જેને ખુલવાથી બચાવવા માટે એક ક્લિક લગાવી શકો છો.
– જ્યારે પણ વાળ ભીના હોય તો બાંધવાનો કે રબર બેન્ડ લગાવવાની ભુલ ન કરશો. તેનાથી આપના વાળ તુટતા અટકશે.