સૂર્ય પ્રકાશમાંથી મળતું એકમાત્ર વિટામિન-જેને સનસાઇન વીટામીન પણ કહેવામાં આવે છે. વિટામીન ‘D’ એકમાત્ર એવા સ્ત્રોત જે માનવશરીરને સૂર્યના પ્રકાશમાંથી પ્રાપ્ત થાય છે. વિટામીન Dખૂબ જ શરીર માટે જરુરી એવું ખનીજ છે. તે શરીરને ઉર્જા આપતું તેમજ હાડકાઓની મજબૂતી માટે ઉપયોગી છે. શરીર કોષ અને ફાઇબરને સહારો આપી શરીરનાં સારા એવા વિકાસ માટે અત્યંત મહત્વનું છે.
વિટામીન ‘D’શું છે ?
વિટામિન Dનું નામ લીસ્ટમાં સામેલ છે. શરીરને જરુરી એવાં બીજા અન્ય તત્વોને બનાવવામાં પણ વિટામિન Dઉપયોગી સાબિત થાય છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ તેમજ હદ્યરોગનાં પ્રતિકાર માટે ‘’ખૂબ જ મહત્વનું છે.
* વિટામિન‘D’થી થતા ફાયદા
– હાડકાની ધનતા જાળવવા માટે
– મહત્વનાં અન્ય મીનરલને જાળવે છે.
– કેલ્શિયમ અને ફોસ્ફરસની માત્રા શરીરમાં લેવલ રાખે છે.
– લોહીમાં રહેલ રક્તકણોને નવા બનવા માટેની ઉર્જા આપે છે.
– કેન્સરનાં કોષોને મારીને શરીરમાં નવા કોષો બનતાં રોકી શકાય.
– ડાયાબિટીસનાં દર્દીને સવારનાં સૂર્યપ્રકાશથી ઘણો ફાયદો મળે છે
– ગર્ભમાં રહેલાં બાળકોનાં પોષણક્ષમ શરીરનાં વિકાસ માટે સૂર્યનો પ્રકાશ અને તેમાંથી મળતું વિટામિન ‘D’ખૂબ જ ફાયદાકારક છે.
– વિટામિન ‘D’ની ઉણપ
જે વ્યક્તિમાં વિટામિન Dની ઉણપ હોય તેને બાદમાં ખાદ્ય-ખોરાકમાંથી વિટામિન Dની યોગ્ય માત્રા શરીરમાં ઉમેરવી પડે છે. જેનાં કારણે શરીરમાં થતી શારીરીક ક્રિયાઓમાં અવરોધ પેદા ન થાય.
ઉપરોક્ત વિટામિન Dની ઉણપથી ઘણાં ખરાને અસ્થમા, અલ્ઝાઇર, હાઇપર ટેન્શન વગેરે બિમારી રહે છે.
તાજેતરમાં વધુ ફેલાયેલ રોગ સ્વાઇન ફ્લુમાં પણ રાહત માટે વિટામીન ‘D’ જરુરી છે.
સવારનાં હળવા તડકાનો શેક શરીર માટે ઘણો જરુરી છે. સાથે રોગ પ્રતિકારક શક્તિ અને અન્ય બિમારીનાં કોષોને શરીરમાં આવતાં અટકાવે છે. તો એકદમ ફ્રીમાં મળતો સૂર્ય પ્રકાશ માનવ શરીર માટે વિટામિનની બેંક સમાન છે.