જો આપનું ઘર બે ત્રણ માળનું હોય તો તમારો બેડરૂમ સૌથી ઉપરનાં માળ પર રાખો, તેનાંથી સુખ સમૃદ્ધિ વધે છે.
સુતી વખતે આપનું માથુ પશ્ચિમ નહીં તો દક્ષિણ દિશામાં રાખો, તેનાંથી તમે સવારે ઉઠો ત્યારે આપનો ચહેરો પૂર્વ કે ઉત્તર દિશામાં રહેશે. જે શુભતા લાવે છે. ઉત્તરમાં કુબેરનો વાસ હોય છે. જે ધન અને સુખ લાવે છે.
તમારા બેડરૂમની બહારની દીવાલ પર કોઈ જ પ્રકારની તિરાડ ન હોવી જોઈએ તે તમારા લગ્નજીવનમાં ઉથલ-પાથલ લાવી શકે છે.
બેડરૂમમાં ક્યારેય બંધ ઘડિયાળ ન રાખો, તે તમારું નસિબ પણ આગળ વધતુ અટકાવી દે છે
આપનો બેડ દક્ષિણ-પશ્ચિમ દિશા કે પશ્ચિમ દિશામાં રાખો તે સુખ અને સંપત્તિ લાવે છે.
જો તમે વિદ્યાર્થી છો તો તમારા સુવાની દિશા પશ્ચિમ હોવી જોઈએ તે તમારી યાદશક્તિ વધારે છે.
બેડરૂમમાં ડ્રેસિંગ ટેબલ બારીની નજીક ન રાખવું. તેમજ ક્યારેય અર્ધચંદ્રાકાર શેપનું ફર્નિચર ક્યારેય ન રાખો તે તમારા અને તમારા પાર્ટનરનાં સ્વાસ્થ્યની સમસ્યા રહે છે.
આપનાં બેડરૂમમાં બાથરૂમ ઉત્તર કે પશ્ચિમ દિશામાં જ હોવું જોઈએ.
બેડરૂમનો દક્ષિણ-પશ્ચિમ ખુણો ક્યારેય ખાલી ન રાખો.
બેડરૂમમાં તીજોરી રાખવી હોય તો તેને દક્ષિણ દિશામાં મુકો, તમે દક્ષિણ-પશ્ચિમ ખુણામાં તે મુકી શકો છો. તેથી તેનો દ્વાર ઉત્તર તરફ ખુલશે અને તેથી કુબેરની નજર હમેશાં તેમારી તીજોરી પર રહેશે.
પાણી, બુક્સ,ઘડિયાળ જેવો નાનો મોટ સામન બેડની ડાબી તરફ રાખો, એટલે કે આપ બેડની ડાબી બાજુ કોઈ ટેબલ મુકી શકો છો.
બેડરૂમનાં દરવાજાને અડીને આપનો બેડ ન રાખો, તે જીવનમાં કલેશ લાવે છે.