CAAને લઇ ‘દુ:ખે છે પેટ અને કુટે છે માથુ’ જેવો ઘાટ સર્જાયો: ‘એનઆરસી’ અને ‘એનપીઆર’ વચ્ચે કોઇ સીધો સંબંધ નથી: અમિત શાહ

નાગરિકતા કાયદો અમલમાં આવ્યાની સાથે ભારતના અનેક રાજ્યોમાં હિંસક ઘટનાઓ બની છે. નાગરિકતા કાયદો ભારતની બીન સાંપ્રદાયિકતાની પરંપરાને તોડતો નથી તેવું અનેક આગેવાનો કહી ચૂકયા છે. ભારત દાયકાઓથી બીન સાંપ્રદાયિક રહ્યું છે. વિશ્વના લગભગ તમામ ધર્મોને ભારતની સંસ્કૃતિએ એક અવા તો બીજી રીતે અપનાવી લીધા છે. ઈતિહાસમાં અનેક એવા દાખલા નોંધાયા છે જ્યાં હિન્દુ સંસ્કૃતિએ અન્ય કોમનું દીલી સ્વાગત કર્યું હોય. દૂધમાં સાકરની જેમ ભળી જાય તેમ ભારતીય સંસ્કૃતિમાં ભળી ગયેલો પારસી સમાજ આ બાબતે યોગ્ય ઉદાહરણ છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ભાગલા સમયે વચન આપ્યું હતું કે, પાકિસ્તાનમાં લઘુમતીઓ અસુરક્ષા અનુભવે તો ગમે ત્યારે ભારતમાં પરત આવી શકે છે. રાષ્ટ્રપિતાના કહ્યાનુસારનો કાયદો મોદી સરકારે બનાવ્યો છે. ભારતમાં નાગરિકત્વનો કાયદો અમલમાં આવવાી જે લોકો ભારતની નાગરિકતા મેળવવા માટે ધક્કા ખાઈ રહ્યાં હતા તેમની માટે રસ્તો સાફ થયો છે. બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં વસ્તા હિન્દુઓ, બૌદ્ધ અને ખ્રિસ્તી સહિતના ધર્મના લોકોને ભારતમાં સરળતાી નાગરિકત્વ મળશે. આ ત્રણેય દેશો મુસ્લિમ હોવાના કારણે ત્યાંના મુસ્લિમોને ભારતનું નાગરિકત્વ મળશે નહીં. આ કાયદાી ભારતમાં વસ્તા મુસ્લિમોને કોઈપણ જાતની મુશ્કેલી પડશે નહીં. જો કે, રાજનૈતિક અવળચંડાઈના કારણે હાલ દેશમાં અનેક ખુણે હિંસા જોવા મળી છે. નાગરિકત્વના કાયદાના અમલી ભારતમાં ઘુસેલા તમામ અસામાજિક તત્ત્વોનો દેશ નિકાલ થશે. જો કે, કેટલાક લોકો આવું ઈચ્છતા ન હોવાનું તાજેતરમાં બનેલી ઘટનાઓ પરી ફલીત થઈ ર્હયું છે. બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાનીઓ ભારતમાં ઘુસીને ભારત વિરોધી પ્રવૃતિઓમાં રચ્યા-પચ્યા રહે છે. એકંદરે  ભારતને આર્થિક અને સામાજિક નુકશાન પહોંચાડે છે.  મોદી સરકારે આ કાયદો અમલમાં મુકયો છે. જેના અનુસંધાને ભારતમાં ઘુસી ચુકેલા બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાનીઓને ઓળખીને પરત મોકલવામાં સરળતા રહેશે. ઉપરાંત આ બન્ને દેશોમાં શોષણનો ભોગ બનતા લઘુમતીઓને ભારત આશરો આપશે. મોદી સરકારે નાગરિકતાનો કાયદો બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં શોષણનો ભોગ બનેલા હિન્દુ સહિતના ધર્મો પાળતા લઘુમતી સમાજના લોકો માટે બનાવ્યો છે. આ દેશો ભારતમાંથી છુટા પડયા ત્યારે ત્યાં હિન્દુ, બૌદ્ધ અને ખ્રિસ્તીઓની વસ્તી મોટા પ્રમાણમાં હતી પરંતુ સમયાંતરે લઘુમતીઓનો વસ્તી ઓછી વા લાગી છે. ઘણા ધર્મો એવા છે જે નામશેષ થવા લાગ્યા છે.જેથી ભારત સરકારે મુસ્લિમ સીવાયના લઘુમતીઓ માટે ભારતના દરવાજા ખુલ્લા કર્યા છે. આ દેશોમાં મુસ્લિમો સરળતાી રહી શકે છે પરંતુ લઘુમતીઓ માટે તકલીફ છે. બીજી તરફ ભારતમાં પણ મુસ્લિમો સરળતાી રહી શકે છે. ભારતમાં વસ્તા મુસ્લિમો સો આ કાયદાને કોઈ સીધો સંબંધ ની. માત્ર ઘુસણખોરોને તેમના દેશ પરત મોકલવાના હેતુી કાયદો બનાવાયો છે.

દરમિયાન સરકાર નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરના માધ્યમી દેશમાં જનસંખ્યાનો અંદાજ લગાવવા માંગે છે. આ યોજના પાછળ રૂ.૩૯૦૦ કરોડનો ખર્ચ થશે. વસ્તી ગણતરીમાં આધાર નંબર, પાસપોર્ટ નંબર, લાયસન્સ નંબર અને વોટર આઈડી નંબરને પણ સાકળી લેવામાં આવશે. વર્તમાન સમયમાં છ મહિનાી એક જ સ્થળે રહેતા અને આગલા છ મહિને ક્યાં રહેશે તે માટેના વિગતવાર ડેટા એનઆરસીમાં એકત્ર કરવામાં આવશે. જો કે એનઆરસીની અમલવારી આખા દેશમાં નહીં થાય તેવા સંકેતો હાલ ગૃહ મંત્રી અમિત શાહે આપ્યા છે.

શું મુસ્લિમ ‘માઇનોરીટી’એ અશાંતિનું કારણ?

મોદી સરકારના નાગરિકત્વના કાયદાને લઈ લોકોને ભડકાવવામાં આવી રહ્યાં હોવાનું ફલીત થાય છે. ભારતના મુસ્લિમ નાગરિકોને આ કાયદાી મુશ્કેલી પડશે  તેવી અફવાના પગલે હિંસા ફાટી નીકળી હતી. જો કે, ભારતમાં લઘુમતીમાં રહેલા મુસ્લિમો ખુશ છે. જ્યારે વિશ્ર્વમાં ઘણા એવા દેશ છે જ્યાં મુસ્લિમોની વસ્તી વધુ હોવા છતાં તેઓ દુ:ખી હોવાની વાતો ચર્ચાય છે ! અહીં એવા દેશોની યાદી દર્શાવાઈ છે. જ્યાં મુસ્લિમો બહુમતિમાં હોવા છતાં તેઓ દુ:ખી છે. જ્યારે લઘુમતીમાં હોવા છતાં કેટલાક દેશોમાં ખુબ સુખી છે.

unnamed file 1મુસ્લિમોને અન્ય કોમ સો રહેવામાં તકલીફ પડતી હોવાના દાખલા પણ સોશ્યલ મીડિયામાં વાયરલ ઈ રહ્યાં છે. અહીં કેટલાક ઉદાહરણ જોઈએ.

  • બુદ્ધ અને હિન્દુઓને સાથે રહેવામાં તકલીફ નથી
  • હિન્દુઓ અને ખ્રિસ્તીઓને સાથે રહેવામાં તકલીફ નથી
  • શિન્તોસ અને કન્ફયુશન્સને સાથે રહેવામાં તકલીફ નથી
  • કન્ફયુશન્સ અને બહાઈને સાથે રહેવામાં તકલીફ નથી
  • ખ્રિસ્તીઓ અને યહુદીઓને સાથે રહેવામાં તકલીફ નથી
  • યહુદીઓ અને બૌદ્ધને સાથે રહેવામાં તકલીફ નથી
  • શિખ અને હિન્દુઓને સાથે રહેવામાં તકલીફ નથી

આ સ્થિતિમાં હવે…

  •  હિન્દુઓ અને મુસ્લિમોને સાથે રહેવામાં તકલીફ
  •  બુદ્ધ અને મુસ્લિમોને સાથે રહેવામાં તકલીફ
  •  ખ્રિસ્તીઓ અને મુસ્લિમોને સાથે રહેવામાં તકલીફ
  •  યહુદીઓ અને મુસ્લિમોને સાથે રહેવામાં તકલીફ
  •  શિખો અને મુસ્લિમોને સાથે રહેવામાં તકલીફ
  •  બહાઈ અને મુસ્લિમોને સાથે રહેવામાં તકલીફ

મુસ્લિમો માટે ૧૫૦ દેશ, પરંતુ હિન્દુઓ માટે એકમાત્ર ભારત: વિજય રૂપાણી

વિશ્ર્વમાં મુસ્લિમો માટે ૧૫૦ દેશ છે પરંતુ હિન્દુઓ માટે એકમાત્ર દેશ ભારત છે તેવું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સાબરમતી આશ્રમ નજીક યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું. ભાગલા સમયે પાકિસ્તાનમાં ૨૨ ટકા જેટલી વસ્તી હિન્દુઓની હતી પરંતુ હવે તેમના શોષણના કારણે વસ્તી માત્ર ૩ ટકા જેટલી જ રહી છે. માટે તેઓ ભારત આવવા ઈચ્છે છે. મુસ્લિમો માટે ૧૫૦ દેશો છે. તેઓ તેમાથી ગમે ત્યાં જઈ શકે છે પરંતુ હિન્દુઓ માટે એક જ દેશ છે. જેથી હિન્દુઓ પરત આવે તેમાં શું વાંધો હોઈ શકે?

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નાગરિકતા સંશોધન અધિનિયમ કોઈના નાગરિક અધિકાર પર તરાપ નથી, પરંતુ મુસ્લિમ બહુલ રાષ્ટ્રના ત્રાહિત આપણા જ નાગરિક ભાઈ-બહેનોને ભારતની નાગરિકતા આપી સન્માન આપવાનું બીલ છે તેમ સ્પષ્ટપણે જણાવ્યું છે.  તેમણે કહ્યું કે, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં નાગરિકોને ઝડપથી નાગરિકતા આપવાના કાર્યની રાજ્ય સરકારે શરુઆત કરી દીધી છે. અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત નાગરિકતા સંશોધન અધિનિયમને સમર્થન આપવા ઉપસ્થિત લોકોની રેલીને સંબોધતા તેમણેકોંગ્રેસ પાર્ટીને આડે હાથ લેતા કહ્યું કે, આપણા બાંધવોને જ્યારે દેશ અપનાવી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના પેટમાં તેલ કેમ રેડાય છે. તેમણે કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીઓને વેધક સવાલ કરતાં કહ્યું કે, કોંગ્રેસ ભારતની એકતા-અખંડિતતાને ભૂલી દેશમાં બિલના વિરોધમાં જે વિરોધ પ્રદર્શન કર્યા છે તે કોંગ્રેસની હલકી માનસિકતાનું પ્રદર્શન છે. દેશના લોકો કોંગ્રેસને ઓળખી ગયા છે. તેથી જ ૨૦૧૯ની ચૂંટણીમાં લોકોએ કોંગ્રેસને જાકારો આપ્યો હતો.  મુખ્યમંત્રીએ કહ્યું કે, કચ્છમાં માહેશ્વરી, મેઘવાલ જેવી દલિત જાતિઓના મસિહા બનવા નીકળેલી કોંગ્રેસ કાશ્મીરમાં પંડિતો પર અત્યાચાર થતા હતા ત્યારે ક્યાં હતી? વિવિધતામાં એકતા, ભારતની વિશેષતા બંધારણની

ભાવનાથી વિરુદ્ધનું કાર્ય કોંગ્રેસ કરી રહી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પોતાની વોટબેંક માટે ગીધડ વૃત્તિથી લોકોને બહેકાવવાનો પ્રયત્ન કરે છે. તેને રુક જાવ કહેવા માટે અને બીલને સમર્થન આપવા માટે આ રેલીનું આયોજન કર્યું છે. તેમણે કોંગ્રેસને વેધક સવાલ કરતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરણાર્થીઓને સ્વમાનભેર જીવવાનો અવસર મળી રહ્યો છે તો તેનો વિરોધ શાને કરો છો. કોંગ્રેસે જ્ઞાતિવાદ-જાતિવાદની રાજનીતિ કરી દેશના ભાગલા પાડીને દેશને તોડવાનું કામ કર્યું છે. અફવાઓ, જૂઠી વાતોથી દેશને ગુમરાહ કરવાનું પાપ કોંગ્રેસે કર્યું છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાનએ વર્ષ ૨૦૧૯માં સત્તા સંભાળ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ- ૩૭૦ દુર કરી છે, ટ્રિપલ તલાકને જાકારો આપ્યો છે, રામ-જન્મભૂમિનો માર્ગ મોકળો કર્યો છે, નેશનલ સિટિઝન ચાર્ટર દ્વારા ઘૂસણખોરોનો દેશનિકાલ કર્યો છે અને હવે નાગરિકતા સંશોધન અધિનિયમ દ્વારા પડોશી દેશના આપણા જ બાંધવોને નાગરિકતા આપવામાં આવી રહી છે. વિજયભાઈએ કહ્યું કે, કોંગ્રેસે દેશમાં અરાજકતા ફેલાવી છે, રસ્તા પર આંદોલન કરી દેશની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે. દેશના બંને ગૃહમાં પસાર થયેલા બીલનો કોંગ્રેસ કઈ રીતે વિરોધ કરી રહી છે તે સમજાતું નથી.

મુસ્લિમોને લઇ આટલો  બધો ઉહાપોહ શા માટે?

જે દેશમાં કુલ વસ્તીમાં મુસ્લિમોની વસ્તી ૧૬ ટકથી વધી જાય તે દેશનું ઈસ્લામીકરણ થભતુ નથી તેવું તાજેતરમાં ઈસ્લામ ધર્મના નિષ્ણાંત ગણાતા નિકોલેટ ઈન્ચજે દ્વારા જણાવાયું હતું. આ નિષ્ણાંતે તુર્કી, ઈજિપ્ત અને સીરીયા સહિત એવા ઘણા દેશના દાખલા આપ્યા હતા. જે અગાઉ ખ્રિસ્તી દેશો હતાં પરંતુ સમયાંતરે ઈસ્લામ દેશો થઈ ગયા છે. દેશની કુલ વસ્તીમાં મુસ્લિમોની વસ્તી ૧૬ ટકા જેટલી થઈ ગયા બાદ તે દેશને ઈસ્લામીક દેશ બનતા ૧૦૦ થી  ૧૫૦ વર્ષનો સમય લાગતો હોવાનું પણ તે નિષ્ણાંતનું કહેવાનું છે. બીજી તરફ એવું જણાવાયું છે કે, જે દેશમાં મુસ્લિમોની વસ્તી જેમ-જેમ ઓછી છે તેમ તેમ તેઓમાં શાંતિનું પ્રમાણ વધુ છે.

ફાઇનલ

આ એવા દેશો છે જ્યાં સરકાર સામે પણ બળવો ઈ શકે છે. ૯૦ ટકા જેટલી વસ્તી પહોંચ્યા બાદ આખા દેશને ૧૦૦ ટકા મુસ્લિમ બનાવા ખુન-ખરાબા થાય છે.

અફઘાનિસ્તાન ૧૦૦ ટકા

સાઉદી અરેબીયા ૧૦૦ ટકા

સોમાલીયા ૧૦૦ ટકા

યમન ૧૦૦ ટકા

ઈસ્લામ શાંતિનો ધર્મ છે. પરંતુ આ એવા દેશ છે જ્યાં મુસ્લિમોની વસ્તી ૧૦૦ એ ૧૦૦ ટકા હોવા છતાં ત્યાં હિંસાનું પ્રમાણ ટોચના સ્થાને છે. આ દેશોમાં બધા મુસ્લિમ છે છતાં પણ હિંસા જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.