- સમતોલ આહારનો આધાર વ્યક્તિના ઉંમર, જાતિ, ધર્મ, લિંગ, કાર્ય કે વ્યવસાયનો પ્રકાર, વારસો વાતાવરણ, શારીરિક પરિસ્થિતિ અને આબોહવા ઉપર રહેલો છે
- વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ કુપોષણને વિશ્ર્વના આરોગ્ય માટે સૌથી ગંભીર ચેતવણી રૂપ ગણાવેલ છે : સમતોલ આહારથી શરીરને કાર્યશક્તિ અને ઉષ્ણતા મળી રહે છે
આજના યુગમાં લોકોની જીવનશૈલી બદલાઈ ગઈ છે, ત્યારે ખોરાકમાં પણ અગાઉ કરતાં ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે. આજે તો નાના બાળકો પણ જંક ફૂડ નો ઉપયોગ વધુ કરવા લાગ્યા છે, જેને કારણે નાની ઉંમરમાં ઘણી બધી શારીરિક સમસ્યા જોવા મળી રહી છે. યુવા વર્ગમાં પણ આજે મોડી રાત સુધી જાગવાની જીવનશૈલીને કારણે ઘણા બધા રોગોને આમંત્રણ આપે છે. આજના યુગમાં લોકોને શું ખાવું કે શું નો ખાવું જોઈએ તેના ક્લાસ લેવાની જરૂર છે.
સમતોલ આહારમાં પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ, વિટામીન, ખનીજ દ્રવ્યો, પાણી જેવા ઘટકોની જરૂર પડે છે. પ્રથમ ત્રણ ઘટકો શક્તિ ઉત્પન્ન કરવા વપરાય છે, જ્યારે બાકીના જુદી જુદી જૈવિક પ્રક્રિયા માટે વપરાય છે. સામાન્ય રીતે ખોરાકથી સજીવોનો વિકાસ થાય છે અને તે જળવાઈ રહે તેમ જ દેહ વૃદ્ધિ પણ કરે છે. સમતોલ આહારથી શરીરને કાર્યશક્તિ અને ઉષ્ણતા મળી રહે છે, જેના કારણે થાક લાગતો નથી અને પ્રતિકારક શક્તિ વધે છે.
સમતોલ આહારનો આધાર વ્યક્તિના ઉંમર, જાતિ, ધર્મ, લિંગ, કાર્ય કે વ્યવસાય નો પ્રકાર, વારસો, વાતાવરણ, શારીરિક પરિસ્થિતિ અને આબોહવા ઉપર રહેલો છે. આપણા દેશમાં પણ અલગ અલગ રાજ્યમાં લોકોના ખોરાકમાં વિવિધતા જોવા મળે છે. આપણા ગુજરાતમાં ગુજરાતી થાળીનું વિશેષ મહત્વ છે, ત્યારે અહીં પણ અન્ય રાજ્યની વાનગીઓ લોકો વધુ પસંદ કરે છે, જેના કારણે સાઉથ ઇન્ડિયન ચાઈનીઝ, પંજાબી જેવી વાનગીઓ લોકોની પ્રથમ પસંદગી બની છે.
કુપોષણ એ પોષક તત્વોનું અપર્યાપ્ત કે વધારે પડતું કે અસમતોલ ઉપયોગ છે. આહારમાં કયા કયા પોષક તત્વો વધે કે ઓછા છે, તેના પર આધારિત સંખ્યાબંધ પોષણ વિકૃતિઓ પેદા થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ કુપોષણને વિશ્વના આરોગ્ય માટે સૌથી વધુ ખતરા રૂપ ગંભીર ચેતવણી ગણાવી છે. મહિલાઓ પણ સગર્ભાવસ્થામાં ખોરાક બાબતે પૂરી કાળજી લેટી ન હોવાથી, જન્મનાર બાળક કુપોષિત પેદા થાય છે. નવજાત શિશુને 18 મહિના સુધી માતાએ સ્તનપાન કરાવવું જોઈએ.
આપણાં દેશમાં પોણા ભાગથી વધારે લોકોનું પોષણની સ્થિતિની દષ્ટિએ સ્વાસ્થ્ય જોખમાય છે. આહારની અછત, આહાર અંગેની ખોટી માન્યતાઓ, ટેવો તેમજ આહાર પોષણ સંબંધી માહીતીની અજ્ઞાનતા વિગેરે પોષણ સ્થિતિને સ્પર્શતા પરિબળો છે. સમાજની દરેક વ્યકિત શારીરિક, માનસિક અને સામાજીક રીતે તંદુરસ્ત રહે તે માટે તેને પુરતાં પ્રમાણમાં પોષણક્ષમ આહાર મેળવવો જરૂરી છે.
પોષણ એટલે શું? : આપણાં શરીરને વિવિધ પ્રકારના ખોરાકની જરૂરિયાત હોય છે.કારણકે જુદા જુદા ખોરાકો આપણાં શરીરમાં જુદા-જુદા કાર્યો કરે છે.આપણે જે ખાઈએ છીએને જેનો આપણું શરીર ઉપયોગ કરે છે.તેને આહાર કે ખોરાક કહે છે. જે ક્રિયા દ્વારા શરીર, આહારનો ઉપયોગ કરે છે.તેને પોષણ કહે છે.પોષણની ક્રિયામાં અંત:ગ્રહણ બાદ પાચન, શોષણ, વહન, સંગ્રહ, ચયાપચય તથા ઉત્સર્જન જેવી ક્રિયાઓનો સમાવેશ થાય છે.
આહારનાં પોષક ઘટકો : પ્રત્યેક આહારનાં મૂળભુત ઘટકો માત્ર 6 છે, જેમાં પ્રોટીન, ચરબી, કાર્બોહિત પદાર્થો, ખનીજ ક્ષારો, વિટામીન્સ અને પાણીનો સમાવેશ થાય છે.બૃહદમાત્રા પોષક ઘટકોમાં શરીરના પોષક ઘટકોની દૈનિક જરૂરિયાત વધુ તેમજ ઓછા પ્રમાણમાં હોય છે. વધારે માત્રા પોષક ઘટકોની દૈનિક જરૂરિયાત વધારે પ્રમાણમાં હોય છે. વધારે માત્રા ગ્રામમાં નકકી કરવામાં આવે છે. પ્રોટીન, ચરબી, કાર્બોહિત પદાર્થો અને પાણી બૃહદ માત્ર પોષક ઘટકો છે.પોષણની પ્રકિયામાં અંત:ગ્રહણમાં થાળીમાંથી હાથ વડે ખોરાક લઈને મોમા મુકવાની ક્રિયા તો શરીરમાં પાચક રસો દ્વારા ખોરાકનું વિઘટન થઈ શોષી શકાય તેવા સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રકિયાને શોષણ કહેવાય છે. દેહ ધાર્મિક ક્રિયાઓ માટે ખોરાકનાં ઉપયોગની ક્રિયા ચયાપચન છે.પાચન-શોષણ અને ચયાપચનનાં અંતે શરીરના બિનજરૂરી પદાર્થોનો શરીરની બહાર નિકાલની પ્રકિયાને ઉત્સર્જન કહે છે.પોષક ઘટકો અને પ્રાણવાયુંનું રૂધિર મારફત શરીરના તમામ અંગો-કોષો સુધી જવાની પ્રકિયાને વહન કહે છે.
ખોરાકને તેમાં રહેલા પોષક તત્વો અને તેનાં કાર્યોને અનુલક્ષીને શરીરને શકિત આપનાર શરીરનું બંધારણ ઘડનાર-શરીરનું નિયંત્રણ અને નિયામકી રક્ષણ આપનાર ખોરાક એમ ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે.
સુક્ષ્મ પોષક ઘટકોની જરૂરીયાત મિલિગ્રામ અને માઈક્રોગ્રામમાં નકકી કરવામાં આવે છે. આવા ઘટકોની દૈનિક જરૂરીયાત ખુબ ઓછી હોય છે.ખનીજ ક્ષારો તેમજ વિટામીન્સને સુક્ષ્મ માત્રાના પોષક ઘટકો કહે છે.સુક્ષ્મ માત્રા પોષક ઘટકો પૈકી ખનીજ ક્ષારોમાં કેલ્શિયમ, લોહતત્વ, આયોડીન, ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ વિગેરેનો સમાવેશ થાય છે.વિટામીન્સમાં એ, બી.1, બી.2, બી.6, બી.12, ફોલિકએસિડ નિકોટીનિક એસીડ, વીટામીન સી.ડી.ઈ.કે. નો સમાવેશ થાય છે. ઘણાં રોગો એવા છે જે અપુરતા ખોરાક અને ખોરાકમાં રહેલા પોષક પદાર્થોના અભાવને કારણે થાય છે.આવા રોગો બાળકો અને સ્ત્રીઓમાં વધુજોવા મળે છે.
આપણે દિવસ દરમ્યાન ચાલીએ, ક્રિયાઓથી, રૂધિરાભિસરણ, શ્ર્વાસોશ્ર્વાસ, પાચન, શોષણ, ઉત્સર્જન તથા શરીરના તાપમાનની જાળવણી માટે પણ શકિતની જરૂર પડે છે.શકિતને કેલરી એકમમાં મપાય છે પુખ્તસ્ત્રી,પુરૂષોમા તેમની શારીરિક સક્રિયતા આધારે તેમજ વ્યકિતની ઉંમર,જાતી, લિંગ ઉપરાંત વિશિષ્ટ શારીરિક પરિસ્થિતિઓ મુજબ શરીરને કેટલી કેલરી જરૂર પડે તે નકકી થાય છે.
કાર્બોે હાઈટ્રેડ, ચરબી અને પ્રોટીનમાંથી શકિત મળે છે.વિટામીન્સ અને પાણીમાંથી શકિત મળતી નથી શકિત આપનાર ખોરાકોમાં મુખ્યત્વે તેલ, ઘી, ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, ચોખા, ગોળ, ખાંડ, માખણ, શીંગદાણા, બટાકા, શકરીયા વિગેરેનો સમાવેશ થાય છે.વિવિધ વ્યકિત જુથને કેટલી શકિતની જરૂરિયાત છે તે સૌથી અગત્યની બાબત છે, જેમાં 1 વર્ષ બાળકને 110 કેલરીઝ, 1 થી 5 વર્ષનાને 1000 થી 1700, 5 થી 12 વર્ષનાને 1600 થી 2000 કેલરી તો તરૂણાવસ્થા 12 વર્ષથી મોટી છોકરીને 1900 થી 2100 તો છોકરાને તો મધ્યમશ્રમ કરનાર પુરૂષને 2800 થી 3000 કેલરીઝની જરૂર પડે છે.ભારે શ્રમ કરતાં પુરૂષને 3800 થી 4000 તો હળવોશ્રમ કરનાર સ્ત્રીને 1900 થી 2100 કેલેરીઝની જરૂર પડે છે.