કેન્સર અલગ અલગ 100 પ્રકારના હોય છે, તેના વિવિધ તબક્કા હોય છે અને ઘણાં દર્દીઓમાં અન્ય રોગ/ઉંમર/તંદુરસ્તી વગેરે પરિબળો પણ કામ કરતાં હોય છે. મુખ્યત્વે એકવાર કેન્સરનું નિદાન થાય અથવા કેન્સરની શક્યતા જણાય, તે પછીનું અગત્યનું કદમ છે દર્દી અને ગાંઠ સંબંધી તમામ પાસાઓનું મૂલ્યાંકન કરવું. કોઈપણ મોટા કામની શરૂઆત કરતાં પહેલા ચોક્ક્સાઈ પૂર્વકનું આયોજન ખૂબ જરૂરી છે અને આ વાત કેન્સરની સારવારમાં પણ લાગુ પડે છે.
હાલ વિશ્વમાં ૧૦૦ થી વધુ પ્રકારનાં કેન્સર જોવા મળે છે., મોટાભાગનાં કેન્સરનું નામ શરીરના કયાં અંગ અને કયા પ્રકારનાં કોષથી તેની શરૂઆત થાય તે પરથી હોય છે. દા:ત.મોટા આંતરડાના ભાગથી શરૂ થતાં કેન્સરને આંતરડાનું કેન્સર કહેવાય છે. ચામડીના પાયાના કોષથી જે કેન્સર શરૂ થાય તેને ચામડીનું કેન્સર કહે છે. અમુક કેન્સર વારસાગત હોય છે. બીજા કેન્સરમાં વ્યકિતની અંગત ટેવો અને આદતો જેવી કે દારૂ, ધુમ્રપાન તથા તમાકુના વ્યસને કારણે થતાં જોવા મળે છે. સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખનું અને સ્તર કેન્સર વિશેષ જોવા મળે છે. આપણાં સૌરાષ્ટ્રમાં તમાકુ ધુમ્રપાનનાં સેવનને કારણે મોઢાના જડબાના કેન્સરમાં ભયંકર વધારો જોવા મળી રહ્યો છે. બે્રસ્ટ કેન્સર એક જ એવું છે જેમાં વહેલું નિદાન થાય તો સો ટકા બચી શકાય છે. ઓસ્ટ્રેલીયામાં ચાલી રહેલ ટેસ્ટ મેચ ‘પીંક ટેસ્ટ’ તરીકે રમાય રહ્યો છે. ઓસ્ટ્રેલીયાના ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રા દ્વારા તેમની પત્નીની યાદમાં બ્રેસ્ટ કેન્સર મુવમેન્ટ ચલાવી રહ્યા છે.