નહાવાના તો તમે અઢણક ફાયદાઓ સાંભળ્યા હશે કે તેનાથી તાજગી અનુભવાય છે, બિમારીઓથી રક્ષણ મેળવી શકાય પરંતુ શું તમે ન નહાવાના ગુણો વિશે સાંભળ્યું છે ? જી હા… રોજ-રોજ નહાવું સ્વાસ્થ્ય માટે નુકશાનદાયક સાબિત થઇ શકે છે. પુરા યુનિવર્સિટીના જિનેટિક સાયન્સ સેંટરના આધારે રોજ નહાવાથી શરીરની ઉપર અને અંદરના હ્યુમન માઇક્રોબાઇયોમ, વાયરસ અને અન્ય માઇક્રોબ્સ નષ્ટ થઇ જાય છે, તે આપણી ત્વચા માટે ખૂબ જ મહત્વના છે. શરીર પર કુદરતી રીતે રહેનારા આ બેક્ટેરીયા ત્વચા માટે ફાયદાકારક છે પરંતુ નહાવાના સમયે પાણી લાગવાથી તે નિકળી જતા હોય છે.
રોજ નહાતી વખતે જો તમે શેમ્પુનો ઉપયોગ કરતા હોય તો તમારા વાળનું સ્વાસ્થ્ય પણ જોખમમાં છે કારણ કે હાનિકારક કેમિકલ ધરાવતાં શેમ્પુ સ્કિનને નુકશાન પહોંચાડે છે.
જો તમે રોજ નહાતા હોય તો અમુક વાતોનું ધ્યાન રાખવું જરુરી છે. જેમ કે એક્સરસાઇઝ કર્યા બાદ તરત નહાવું જોઇએ નહી, તડકામાંથી આવીને નહાવું વધુ નુકશાનદાયક બને છે. જો કે, નહાવા પાછળ ઘણો ઇતિહાસ પ્રચલિત છતા વિવાદસ્પદ છે. જો કે, એક સમયે નહાવાનું ચલણ નહિવત હતું આમ છતાં પ્રાચીન રોમ સામ્રાજ્યમાં રાજા નિયમિત સ્નાન કરતા હતા. જો કે શિયાળામાં નહાવામાં તો લોકો આળસુના પીર બની જતા હોય છે. પરંતુ સાવ નહાવાનું બંધ ન કરી દેતા હો….. !!!