શિયાળામાં ઘણા બધા એવ શાકભાજી તેમજ ફળો આવતા હોય છે જે આપણને રોગો સામે રક્ષણ આપે તેમજ શક્તિ પણ આપે છે પરંતુ ખાસ તો વાત કરીએ બીટની તો શિયાળામાં બહુ જ ઉપયોગી એવા બીટનું સેવન કરી અને રોગપ્રતિકારક શકિતમાં વધારો કરી શકાઈ છે . બીટ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. તેમાં કાર્બોહાઈડ્રેટ અને ઓછી માત્રામાં પ્રોટીન છે. તેનો જયુસ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ પ્રાકૃતિક સુગરનો સૌથી મોટો સ્ત્રોત છે. બીટ રુટમાં સોડિયમ, પોટેશિયમ, ફોસ્કરશ, કેલ્શિયમ, સલ્ફર, કલોરિન, આયોડીન, આયરન, વિટામીન બી, બીટ અને સી મેળવી શકાય છે. તેમાં કેલરી ઘણી ઓછી હોય છે તેનો જયુસ ઘણી બધી બિમારીઓમાં લાભકારક હોય છે.
એનિમિયા
બીટ રૂટનો જયુસ શરીરમાં લોહોની ઉણપ હોય તો તેના માટે આશીર્વાદ સમાન છે. આયનથી ભરપુર હોવાના કારણે બીટરૂટનો જયુસ લાલ રકતની કોશિકાઓને સક્રિય અને પુનરચિત કરે છે. તેના સેવનથી રોગપ્રતિકારક શકિત વધે છે.
પાચનમાં ઉપયોગી
બીટરૂટનો જયુસ કમળો, હિપેટાઈટિસ ઉલ્ટીના ઉપચારમાં લાભદાયી છે. બીટના જયુસમાં એક ચમચી લીંબુનો રસ મિક્ષ કરી પીવાથી ઘણી રાહત થાય છે. ગેસ્ટ્રિક અલ્સરના ઉપચારમાં પણ સવારે નાસતા પહેલા એક ગ્લાસ બીટનો જયુસમાં એક ચમચી મધ મિક્ષ કરી પીવું જોઈએ.
જોકે બીટરૂટ એક એવું ફળ કે શાક છે જેને ખુબ ઓછા લોકો પસંદ કરે છે પરંતુ તેનો જયુસ પીવાથી શરીરમાં રકત અને હિમોગ્લોબીનની માત્રા વધે છે. આ સાથે કેટલાક અન્ય ફાયદા પણ છે. જો તમને બીટરૂટનો સ્વાદ નથી ભાવતો તો તેનો જયુસ પીવો.
એનર્જી વધારે
જો તમને આળસ મહેસુસ થતી હોય પછી થાક લાગ્યો હોય તો બીટનો જુસ પીવાથી અનેર્જી આવશે કેમ કે તેમાં કાર્બોહાઈડેટ્સ ભરપુર પ્રમાણમાં છે.
પૌષ્ટિકતાથી ભરપુર
આ પ્રાકૃતિક શર્કરાનો સ્ત્રોત છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, મિનરલ, આયરન, સોડિયમ, પોટેશિયમ, કલોરીન ફોસ્ફોરસ, આયોડીન અને અન્ય મહત્વપૂર્ણ વિટામીન પણ મળે છે.
શિયાળામાં લોહી વધારવા અને રોગપ્રતિકારક શકિત માટે બીટ ઉત્તમ
બીટરૂટનો જયુસ કેવી રીતે બનાવશો ?
ઓલીવ ઓઈલ: ૧ ૧/૨ ટેબલ સ્પુન
ડુંગળી: એક નાની
કાળા મરી: સ્વાદ પ્રમાણે
બીટ રૂટ: ૨ મીડીયમ સાઈઝના છાલ ઉતારી ટુકડા કરો
ગાજર: એક નાનું
લસણ: સ્વાદ અનુસાર
હોટ વેજીટેબલ સ્ટોક: ૨ કપ
પ્લેન દહીં: ૧ ટેબલ સ્પુન
રીત:- એક પેનમાં ઓલીવ ઓઈલ નાખી ધીમા તાપે ગેસ ચાલુ કરો. ત્યારબાદ તેમાં ડુંગળી, ચપટી મીઠુ નાખી હલાવી સોફટ થાય ત્યાં સુધી સાંતવો. ત્યારબાદ તેમાં અન્ય શાકભાજી અને લસણ નાખી ૩-૪ મિનિટ કુક કરો. ત્યારબાદ બીટ રૂટ અને વેજીટેબલ સ્ટોક (શાકભાજીનો જયુસ) એડ કરી ૫ થી ૨૦ મિનિટ મિડિયમ ફલેમ પર કુક કરો બધુ બરોબર મિકસ થઈ ગયા બાદ સર્વિંગ બાઉલમાં કાઢી તેમાં પ્લેન દહીં ઉમેરી સુપનો આનંદ માણો.