શિયાળામાં વાળને નરમ, મુલાયમ અને ચમકીલા બનાવવા આપણે જાતજાતના પ્રયોગો કરીએ છીએ. કંઈકેટલીયે જાતના તેલ, શેમ્પૂ, કંડિશનર વાપર્યા પછી પણ ઘણી વખત ધાર્યું પરિણામ નથી મળતું. વાસ્તવમાં આપણી માનસિક તાણભરી જીવનશૈલી, પ્રદૂષણ અને અન્ય ઘણાં પરિબળો આપણા વાળને અસર કરે છે. તેથી જ ખરાબ થઈ ગયેલા વાળને સુંવાળા બનાવવા Hair Spa ટ્રીટમેન્ટ લઈ શકાય. આ પ્રકારની ટ્રીટમેન્ટ લઈને ડેમેજ થયેલા વાળને સુંવાળા અને ચમકદાર બનાવી શકો છો. આ ટ્રીટમેન્ટ માટે લગભગ ૫૦-૬૦ મિનિટનો સમય લાગે છે.
ડીપ કન્ડિશનિંગ વાળને કન્ડિશનિંગ કરવા માટે કરવામાં આવતા હેર-સ્પાથી વાળનાં રોમછિદ્રો અને ફોલિકલ્સ સ્ટ્રૉન્ગ બને છે તેમ જ વાળને મૂળમાંથી જ નરિશમેન્ટ મળતું હોવાથી રી-ગ્રોથનું પ્રમાણ વધે છે. એ સિવાય વાળમાં જે નૅચરલ તેલનું પ્રમાણ હોય છે એ પણ રેગ્યુલેટ થાય છે. એને લીધે વાળ ક્લીન રહે છે. ખોડાથી મુક્તિ વાળમાં ખોડો હોય તેમ જ ખૂબ પ્રમાણમાં ખરતા હોય તો એનું બેસ્ટ સૉલ્યુશન છે હેર-સ્પા. વાળ ખરવાનાં મુખ્ય કારણો સ્ટ્રેસ, વાતાવરણ, હૉમોર્નલ ચેન્જિસ અને વાળની સારી રીતે ન થતી માવજત છે.
હેર-સ્પાની ટ્રીટમેન્ટ કરવાથી માથામાં આરામ લાગે છે અને સ્ટ્રેસ-લેવલ ઘટે છે જેને લીધે વાળ ખરતા હોય તો અટકે છે. વાળની એજિંગ પ્રોસેસ રોકે જે રીતે સ્કિનમાં કરચલી પડે છે અને એ વૃદ્ધ થાય છે એ જ રીતે વાળમાં ઝરતા નૅચરલ ઑઇલને જો કાબૂમાં રાખવામાં ન આવે તો વાળ પણ વહેલી ઉંમરે પાતળા અને સફેદ થવા લાગે છે. આનો ઇલાજ છે હેર-સ્પા. વાળને જો નિયમિત પોષણ મળતું રહે તો એ હેલ્ધી અને યંગ રહેશે. જાડા અને હેલ્ધી વાળ હેર-સ્પામાં થતા હેર-મસાજને કારણે ફોલિકલ્સ સ્ટ્રૉન્ગ બને છે અને વાળ જાડા થાય છે. વાળને જાડા કરવાની સાથે જ હેર-સ્પા વાળનો જથ્થો પણ વધારે છે જેને લીધે વાળ હેલ્ધી લાગે છે.
મેન્ટલ સ્ટ્રેસથી મુક્તિ આજની લાઇફમાં જો વ્યક્તિને સૌથી વધુ કંઈ નડતું અને નુકસાન પહોંચાડતું હોય તો એ છે મેન્ટલ સ્ટ્રેસ. આ પ્રૉબ્લેમ મોટા ભાગે અનિયમિત લાઇફ-સ્ટાઇલને લીધે થાય છે. લાઇફ-સ્ટાઇલ ચેન્જ કરવાનું શક્ય ન હોય તો વાળમાં હેર-સ્પા કરાવીને રિલૅક્સ રહેવાનું તો શક્ય છે જ.
વાળ સિલ્કી અને સ્મૂધ બને શૅમ્પૂ કર્યા બાદ વાળમાંથી જે નૅચરલ ઑઇલ જતું રહે છે એને ફરી રેગ્યુલેટ કરવા માટે આપણે કન્ડિશનરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જોકે એ પૂરતું નથી. હેર-સ્પા દરમ્યાન વાળમાં સ્ટીમ અને તેલનો મસાજ આપવામાં આવે છે જે વાળમાં અંદર સુધી ઊતરે છે અને વાળને ડલ થતા રોકે છે. એનાથી વાળ વધુ શાઇની અને સૉફ્ટ બને છે.
વાળની યોગ્ય સફાઈ રોજબરોજ વાળ ઘરે ધોતા હો તો એ પૂરી રીતે સાફ નથી થઈ શકતા અને જ્યારે વાળ પૂરી રીતે સાફ ન થાય ત્યારે એમાં રહેલો મેલ ડૅન્ડ્રફમાં પરિણમે છે અને વાળ ખરે છે. હેર-સ્પામાં થતું ડીપ કન્ડિશનિંગ, વૉશિંગ, મસાજ અને સ્ટીમ વાળને પૂરી રીતે સાફ કરે છે.
ઘરે જ કરો મિની હેર-સ્પા ઘરે જ હેર-સ્પા કરવા માટે વાળને સૌથી પહેલાં તો સારા એસેન્શિયલ ઑઇલથી મસાજ કરો અને દસથી પંદર મિનિટ હળવો મસાજ આપ્યા બાદ વાળને સ્ટીમ આપવા માટે એક ટુવાલને ગરમ પાણીમાં ભીંજાવી, નિચોવી વાળ પર બાંધી દો. એનાથી રોમછિદ્રો ખૂલશે અને તેલનું પોષણ વાળમાં અંદર સુધી ઊતરશે. આટલું કર્યા બાદ વાળને માઇલ્ડ શૅમ્પૂ અને કન્ડિશનરથી ધોઈ લો. જો દર પંદર દિવસે આટલું કરવામાં આવે તો વાળ હેલ્ધી, યંગ, સિલ્કી અને સ્મૂધ રહેશે.