ભારતની રાજધાની દિલ્હીમા છેલ્લા કેટલાક સમયથી પ્રદુષણે ભરડો લીધો છે. સરકાર દ્વારા પણ આ પ્રદુષણ ઘટાડવના ખાસ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે પર્યાવરણની જાળવણી કરવાની આપણી પણ ફરજ છે. ઘણાલોકો ગાડીનો શોખ ધરાવતા હોય છે પરંતુ ગાડીની જાળવણી કરવામાંટે કોઇ ખાસ પગલા લેતા નથી ત્યારે વાહનોમાં એવરેજ વધારવાની કેટલીક ટીપ્સ અહીં આપવામાં આવી છે. જેને કારણે ફ્યુયલ પણ વધશે અને એવરેજમાં પણ ખાસ ફરક જોવા મળશે.
– જો તમારી પાસે થોડા વર્ષ જુની ગાડી હોય તો અને તે ડીઝલથી ચાલતી હોય તો ગાડીમાં ક્યાંય જવાનુ થાય તેની થોડીવાર પહેલાં ગાડીને સ્ટાર્ટ કરીને મુકવી જેના કારણે ગાડીનું વાર્મઅપ થાય છે.
– ગાડીના ટાયરમાં હવા પુરતા પ્રમાણમાં રાખવામાં આવે તો પણ ગાડીમાં એવરેજ સારી આવે છે. કદાચ મનમાં એવો પ્રશ્ન ઉદભવે કે કેટલી હવાનું પ્રમાણ રાખવુ તે માટે કંપની દ્વારા દરેક ગાડીમાં ડ્રાઇવરના દરવાજા પાસે માપ આપવામાં આવેલ હોય છે.
– જ્યારે સિગ્નલ પર ઉભા રહેવાનું થાય ત્યારે તેનું એન્જીન બંધ કરી દેવુ જોઇએ.જેના કારણે વાતાવરણમાં પણ પ્રદુષણ નહીં ફેલાય.
– ઠંડીની મોસમમાં ગાડીની વ્યવસ્થિત સર્વિસ કરાવી લેવી જોઈએ. જેમ કે ઓઈલ બદલવુ,એલાઈમેન્ટ કરાવી લેવુ, ગાડીનું ટ્યુનિંગ કરાવવું જોઇએ.
– ગાડીમાં જે ફ્યુઅલ પુરાવતા હોવ તેની ક્વોલીટી કેવી છે તે ચકાસીને જ ફ્યુઅલ પુરાવવુ જોઇએ.