એક સુખી દાંપત્યજીવન માટે શારીરીક સંબંધ એ મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ એ સંબંધ તેની પરાકાષ્ઠાએ ત્યારે જ પહોંચે છે. જ્યારે બંને સાથી એકબીજાને પૂરતો સાથે આપે અને અનૂકૂળ રહે. આ સંબંધોમાં મોટાભાગે સ્ત્રી પાત્ર થોડું નિરુત્સાહી જોવા મળે છે. ત્યારે દરેક પતિ એવું જ મહેસૂસ કરે છે કે  પત્નીમાં સેક્સ માટેનો ઓછો ઉત્સાહ હોવાના કારણે તે તેના પર બળજબરી કરી રહ્યો છે. તો આ સમસ્યાનો ઉકેલ લાવવા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરુરી બને છે જેના માટે…..

34541499708351– હંમેશા તેવું દર્શાયુ છે કે પતિ-પત્ની સહવાસ દરમિયાન એકબીજાની ઇચ્છા અને ભાવનાને સમજવામાં અસમર્થ સાબિત થાય છે. તે માત્ર એક જરુરીયાત સંતોષતા હોય તેવું લાગે છે. પરંતુ તે એ વાત ભૂલી જાય છે કે જરુરીયાત  પૂરી કરવી એ માત્ર સેક્સ્યુઅલ લાઇફ છે. અને પતિ-પત્નીનાં સંબંધોની હુફ પણ આ રીતે ઓછી થતી જાય છે. આવું ન બને તેના માટે પ્રેમ અને લાગણીને અવગણવા ન જોઇએ.

– પત્નીની ઇચ્છાઓને સમજો..

2 8સ્ત્રીઓને હંમેશ એ બાબતે મુજવણ હોય છે કે પતિ તેની ઇચ્છાને સમજ્યા વગર જ શારીરીક સંબંધો બાંધે છે. પરંતુ એવું કરીને પુરુષ માત્ર તેની ખૂદની જ ઇચ્છાપૂર્તિ કરે છે. પત્નિ તેની પરાકાષ્ઠા સુધી પહોંચી જ નથી શકતી. જેના પરિણામે ભવિષ્યમાં એકબીજા સાથેનાં રીલેશનમાં પણ મુશ્કેલી આવે છે. અને એટલે જ દરેક પતિએ એ સમજવું જોઇએ કે સેક્સ કરતા પહેલાં પત્નિની ઇચ્છાને સમજીન પૂરતો ન્યાય આપવો. જેથી બંનેના સંબંધમાં પણ પ્રેમ અને હૂંફ જળવાઇ રહેશે.

– પ્રેમભરી વાતો કરવી :

3 9એક સ્વસ્થ સેક્સ્યુઅલ લાઇફ જીવવવું ખૂબ જ જરુરી છે. પુરુષ અને સ્ત્રી બંને માટે…અને એટલે જ શારીરીક સંબંધમાં આગળ વધતા પહેલાં પત્ની સાથે પ્રેમભરી વાતો કરવી જરુરી છે. જો કોઇ સમસ્યા હોય તો તેનો ઉકેલ લાવવો પણ જરુરી છે. એ સાચે જ વાત વાતમાં એ પણ જાણવું જરુરી છે કે પત્નિને કેવા પ્રકારનો સહવાસ અને ક્યા પ્રકારની નવીનતા જોઇએ છે.

– સ્થળ અને સમયને બદલતા રહો :

4 5અનેકવાર એવું થાય છે કે આખો દિવસ ઓફિસમાં કામ કર્યા બાદ પતિ રીલેક્સ થવા સહવાસ કરતો હોય છે જેથી તે બીજા દિવસે ઓફિસમાં ફ્રેશ ફિલ કરી શકે પરંતુ બીજી બાજુ પત્ની માટે એ રોજની દિનચર્યાનો જ એક ભાગ બની ગયો હોય તેમ એક રુટીનની જેમ સહવાસને માત્ર જેલતી હોય છે. તેવા સમયે સેક્સને એન્જોય કરવા ક્યારેક સોફા પર, જમીન પર, ગલીચા પર તો ક્યારેક અગાસી પર અને જો ઘરમાં હિંચકો હોય તેના પર એમ જગ્યાની વિવિધતા રાખીને સહવાસને માણવો જોઇએ. આ ઉપરાંત એક સ્ટીરીયોટાઇપ સમયમાં બદલે સમયમાં પણ વિવિધતા લાવી સહવાસને નવીનતમ બનાવી એન્જોય કરી શકાય છે. પરંતુ દરેક પતિ આ બાબત સમજતો હોવા છતાં અવગણના કરે છે.

– શરુઆત ધીમે-ધીમે કરવી :

5 2અનેક પત્નિઓની ફરિયાદ હોય છે કે તેના પતિ સહવાસની શરુઆત ધીમે-ધીમે કરવાના બદલે તેને ઉતેજીત્ત કર્યા વગર જ સેક્સનો આરંભ કરે છે. જ્યારે સહવાસની શરુઆત ધીમે-ધીમે વિવિધ સેક્સનો આરંભ કરે છે. જ્યારે સહવાસની શરુઆત ધીમે-ધીમે વિવિધ સેક્સ પોસ્ટર જેનાથી સ્ત્રીઓ ઉતેજીત્ત થતી હોય તેનાથી શરુઆત કરવી જોઇએ. અને પછી જ આગળ વધવું જોઇએ આટલું કરવાથી સેક્સનો યોગ્ય આનંદ ઉઠાવી શકશે.

– ફેર પ્લેનો આનંદ લ્યો :

6 2પતિ હંમેશ ઇચ્છતો હોય છે કે તે પત્નિ સાથે ચુંબન આલિંગન, તેને પંપાળવી, વાળમાં હાથ ફેરવવો, અંગોને સ્પર્શ કરવા વગેરેની મહત્વતાને સમજે. એવું કરીને તે પત્નિને ઉતેજીત્ત કરીને માનસિક અને શારિરીક પહોંચવુ જરુરી છે .ઓર્ગેઝમ સુધી ન પહોંચવાને કારણે સંબંધોમાં પણ દૂરી પેદા કરે છે. પરંતુ સંભોગ પહેલાં જો પતિ-પત્નિ ફોર પ્લેનો મહત્વ આપીને તેનાથી સહવાસથી શરુઆત કરે તો એકબીજાને સંપૂર્ણ સંતોષ આપી શકે છે.

– ખાલી ખોટી વાતને મહત્વ ન આપો.

1 15સંભોગ  દરમિયાન રોમાંસ  જરુરી છે. જેના માટે શરુઆત જ રોમાંટિક વાતોથી થવી જોઇએ. પરંતુ દિવસ આખો કામ કરી પતિ ઘરે આવે ફ્રેશ થવા ઉતેજી થયો હોય તેવા સમયે પત્નિ જો કોઇ ફરિયાદથી વાતની શરુઆત કરે તો ત્યારે પતિએ એ વાત બદલીને કંઇ રોમાંટિક વાતોને ન્યાય આપી સંબંધોની શરુઆત કરવી જોઇએ.

– નવા નવા પ્રયોગો કરો.

7 1પુરુષ હંમેશા સેક્સ માટે વધુ ઉત્સાહી જોવા મળે છે. તે નવા-નવા સેક્સ આસનોનો પ્રયોગ કરી વધુ એન્જોય કરવા ઇચ્છે છે. પરંતુ પત્નિ જો કોઇ રીતે અનૂકૂળ નથી અનુભવતી તો પતિને જરુર કહે. અનેક સ્ત્રીઓ શારિરીક સંબંધો બાંધવા સમયે નવા-નવા પ્રયોગથી ગભરાતી હોય છે. એ એવું ન કરે કે પતિ સાથે સહવાસમાં નવતર પ્રયોગ કરે આ માટે જ ઉંમરની કોઇ બાંધછોડ નથી, પરંતુ દિલ, દિમાગ અને શરીરને સ્વસ્થ રાખવા માટે અને લગ્નજીવનને સફળ બનાવવા માટે સહવાસમાં નવીનતમ પ્રયોગો ખૂબ લાભદાઇ સાબિત થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.