દિવસેને દિવસે બદલતી દુનિયામાં જીવનના પ્રત્યેક ભાગમાં સફળતા મેળવવા માટે બુધ્ધિજીવી હોવું અનિવાર્ય બન્યું છે. બુધ્ધિમાન હોવાનો મતલબ કેવલ આગળ નીકળી જવાનો જ નથી, પરંતુ બુધ્ધિમાન તેને કહેવાય છે જે જીવનમાં આવતા ખતરાં અને સમસ્યાઓને દૂરથી જ ઓળખી લ્યે અને તેનો સમયસર ઉકેલ પણ મેળવી લ્યે.
તમે પણ પોતાની રોજની આદતોમાં પરિવર્તન લાવી બુધ્ધિજીવી બની શકો છો. આજકાલ બાળક હોય કે યુવાન પોતાના નવરાશના સમયમાં સુડોકુ કે ક્રોસવર્ડ જેવી ગેમ્સ રમતા જોવા મળે છે. એવી રમતને રમવાથી માત્ર મનોરંજન અને ટાઇમ પાસ જ નહિં પરંતુ માનસિક કસરત પણ થાય છે. જેનાથી વ્યક્તિની એકાગ્રતા વધવાની સાથે-સાથે મેમરી પણ વધે છે.
સામાન્ય રીતે આપણ વડીલોની યોગ કરતાં લોકોને જોયા હશે જે શ્ર્વાસ પર નિયંત્રણ રાખી શકે છે. શ્ર્વાસને નિયંત્રિત કરવામાં જો સિધ્ધી પ્રાપ્ત થાય છે તો તમારું મગજ એકાગ્રતા થવાની સાથે તણાવમુક્ત પણ થાય છે.
જે લોકો હંમેશા સત્યની સાથે હોય છે તેને ખોટું બોલવાનું કે કોઇ ખોટી વાતને યાદ રાખવામાં વધુ પ્રયત્નો કરવાનાં નથી આવતા. એટલે તેનો બુધ્ધિ વિકાસનાં બીજાની તુલનાએ વધુ જોવા મળે છે.
પ્રદૂષણ માત્ર આંતરિક અને બ્રાહ્ય શરીરને જ નહિં પરંતુ આપણાં મનને પણ નકારાત્મક અસર કરે છે જેનાથી યાદશક્તિ નબળી થાય છે. પ્રદૂષણનાં શિકાર થવા પર નવજાત શિશુ કે પછી ગર્ભમાં રહેલું બાળકની બુધ્ધિમાન હોવાની સંભાવનાં ખૂબ ઓછી રહે છે એટલે જ જેટલું બને તેટલું પ્રદૂષણથી દૂર રહેવાનાં પ્રયાસો કરવા યોગ્ય છે.