શરીર આપણી સાથે વિવિધરુપે વાત કરવા માંગતુ હોય છે. માટે ખાન-પાનની આદતોને સુધારવાની, નિયમિત કરવાની ખૂબ જ જરુર છે. તેમાં પણ અમુક ચોક્કસ લક્ષણ ધરાવતા હોય તો બની શકે છે કે તેમ હેલ્ધી નથી….
આર્યનની ઉણપને કારણે વાળ પાતળા થતા થાય છે. લોહીના કર્ણો બનવા માાટે આર્યન ખૂબ જ જરુરી છે. જેનાથી લોહીને ઓક્સિઝન મળે છે. માટે આર્યનની કમીથી વાળ પાતળા થઇ જાય છે માટે લીલા શાકભાજી અને કઠોળ ખાવાથી આ તકલીફથી રાહત મેળવી શકાય…..
મોંની દુર્ગધ કેટોસીસ નામની મેટાબેલિક પ્રક્રિયાને કારણે આવતી હોય છે. જ્યારે શરીરમાં પુરતી માત્રામાં ઉર્જા રહેતી નથી ત્યારે કેટોન્સની સમસ્યા થાય છે અને મોંમાં દુર્ગધ આવે છે.
– કબજીયાત :
પૂરતુ પાણી ન પીવાથી કબજીયાત થાય છે, શરીર માટે હેલ્ધી ફાઇબર તેમજ પાણી બંને જરુરી છે. એટલે જ રીચ ફાઇબર ફૂડ જેવું જરુરી છે.
હોઠના ખૂણામાં જો તમને બરો ઉભરાતો હોય તો તે સામાન્ય નથી આર્યનની કમીને કારણે બેેક્ટેરીયલ અને ફંગલ ઇન્ફેક્શન થતું હોય છે, જેને લિપ બામ અને પેટ્રોલિયમ જેલીથી મટાડી શકાય છે.
તમારી ત્વચા, સ્વાસ્થ્યને દર્શાવે છે. ખોરાક બરાબર ન લેવાથી બ્લેક હેડ્સ અને પિમ્પલ્સ થાય છે અને ત્વચા પર પેચીસ આવી જાય છે.