‘ભારત કે વિર’ નામાક વેબસાઈટ, એસબીઆઈ બેંક સહિત અનેકવિધ રીતે લોકો પોતાની સહાય આપી શકશે
પુલવામા થયેલ આત્મઘાતી હુમલામાં શહિદ થયેલા સીઆરપીએફના ૪૪ જવાનોના પરિવારને મદદ કરવા દેશ આખો તેમના પરિવારને વ્હારે આવ્યું છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા પણ અનેકવિધ પ્રકારના માધ્યમો શરૂ કરવામાં આવ્યા છે. સહાય આપવા મારફતે જેનાથી લોકો પોતાની ભાવનાથી શહિદોના પરિવારને સહાય આપી શકે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ભારત કે વીર નામક વેબસાઈટ બનાવવામાં આવી છે. જેમાં શહિદ થયેલા જવાનોના પરિવારના સીધા ખાતામાં પોતાની સહાય આપી શકશે. ત્યારે સરકાર દ્વારા ઈન્ટરનેટ બેકિંગ, એસબીઆઈ બેંક સહિતની અન્ય બેંકો પણ આ સેવાકાર્યમાં જોડાવા આહવાન કરી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા ઈન્ટરનેટ બેંકિંગને પણ આમાં પ્રાધાન્ય આપી રહ્યાં છે અને દેશ આખાને આમાં જોડાવા અપીલ પણ કરી છે.
સમગ્ર દેશમાં શહિદ પરિવારોના વિકાસ માટે અને તેમને સહાય મળી રહે તે માટે ઠેર-ઠેર લોકો પોતાની સહાય વિવિધ પ્રકારે અર્પણ કરી રહ્યાં છે ત્યારે સરકાર દ્વારા એ પણ સુચન કરવામાં આવ્યું છે કે જો ભારત કે વીર નામન વેબસાઈટ ધીમી રીતે ચાલતી હોય તો એસબીઆઈ સહિતની અનેક બેંકો આ કાર્યમાં જોડાય છે તે મારફતે લોકો તેમની સહાય શહિદ પરિવારો સુધી પહોંચાડી શકશે. ત્યારે ભારત કે વીર વેબસાઈટ સીધી રીતે શહિદ થયેલા પરિવારોને લોકોની સહાય પહોંચાડે છે. જયારે એસબીઆઈ કે પછી અન્ય માધ્યમો સહાય આપી રહ્યાં છે તે પોતામાં કોર્પસ ફંડ ભેગુ કરી ભારત કે વીર નામક વેબસાઈટમાં પોતે ટ્રાન્સફર કરતા હોય છે.
કેન્દ્ર સરકાર દ્વારા ભારત આખાના લોકોને એક એમ પણ આહવાન કરવામાં આવ્યું છે કે તે ખુલ્લા હાથે અને ખુલ્લા મને શહિદોના પરિવારને સહાય અર્પણ કરે કારણ કે જે વીરો શહિદ થયા છે તેમને પોતાનો જીવ ગુમાવી ભારત દેશની રક્ષા કરી છે અને લોકોને ખુબ સુરક્ષીત રાખ્યા છે. ત્યારે શહિદ થયેલા પરિવારોને ઉપર જે દૂ:ખના સંકટ ઘેરાયા છે તેને દૂર કરવા ભારતના લોકો ઉદાર હાથે સેવા કરે તેવી હાકલ સરકાર દ્વારા કરવામાં આવી છે.