આપણે અવારનવાર બારે હોટલમાં જમવા જતાં જઈએ છીએ. એમાં પણ અત્યારે ઉનાળાનું વેકેશન ચાલુ છે એટલે અવાર નવાર આપણે આવી હોટલુની મુલાકાત લેવી પડતી હોય છે. ત્યાં મોટા ભાગના લોકો પનીરનું જ શાક મંગાવતા હોય છે. તેમાં પણ સૌથી વધુ લોકો પાલક પનીરને પસંદ કરે છે. પરંતુ શું તમે કોઈ દિવસ અફઘાની પાલક પનીરનો ટેસ્ટ માણ્યો છે. તો ચાલો આજે હોટલે નહીં પણ ઘરે જ બનાવીએ આ સ્વાદિષ્ટ અફઘાની પાલક પનીર…
૧ ઝૂડી લીલા કાંદા
2 ચમચી આદું-મરચાંની પેસ્ટ
2 ચમચી કસૂરી મેથી (મેથીની સુકવણી)
200 ગ્રામ પનીર અને અડધો કપ અમૂલ ફ્રેશ ક્રીમ
ખાંડ સ્વાદ અનુસાર
ટેબલ સ્પૂન બટર
મીઠું સ્વાદ અનુસાર
બે ટેબલ-સ્પૂન તેલ અને બે
બનાવવાની રીત
અફઘાની પાલક પનીર બનાવવા માટે સૌપ્રથમ પાલકને સાફ કરી પાણીથી ધોઈ નાખો. ખુલ્લા વાસણમાં પાણી નાખીને સાત મિનિટ માટે બાફવું.
પાલક બફાઈ જાય પછી પાણી કાઢીને ઠંડું પાણી ઉમેરીને એ પાણી કાઢી નાખવું. પછી મિક્સરમાં પેસ્ટ બનાવવી. હવે કડાઈમાં તેલ અને બટર મૂકો.
તેલ ગરમ થાય એટલે કસૂરી મેથી અને આદું-મરચાંની પેસ્ટ ઉમેરો. થોડું સાંતળો. પછી કાંદા ઉમેરો.
પછી પાલકની પેસ્ટ ઉમેરો. મીઠું નાખો. બે મિનિટ ઊકળવા દો. પછી ક્રીમ ઉમેરીને અડધી મિનિટ રાખો. પછી ગૅસ બંધ કરો.
ત્યારબાદ તેમાં પનીર ઉમેરો.
હવે તૈયાર છે તમારી સામે આ લઝીઝ અફઘાની પાલક-પનીર.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com