લોકોને હાલતા-ચાલતા, બેસતા, કામ કરતા, કંઇને કંઇ આદતો સાથે રહેલી જ હોય છે તેમાંની કેટલીક આદતોનું પરિણામ ખૂબ જ ગંભીર આવી શકે છે તો આવો જાણીએ એવી જોખમરુપ આદતો વિશે.

એક અભ્યાસ અનુસાર કિ બોર્ડ પર ટોઇલેટ કરતાં પણ વધુ જર્મસ હોય છે. ઓફિસનાં ડેસ્ક ઉપર ૧ મિલિયન સુધીના માઇક્રોબ્સ હોઇ શકે છે. એવામાં ડેસ્ક ઉપર બેસીને ખાવું ખૂબ જ જોખમરુપ સાબિત થાય છે જેમાં તમે તમારા શરીરને પણ નુકશાન આપો છો અને ગંભીર બિમારીઓને નોતરો છો આ ઉપરાંત એક બીજા અભ્યાસ મુજબ દર એક કલાક ટીવી જોવાથી તમારી જીંદગીના ૨૨ મીનીટ ઓછી થઇ જાય છે. સાથે જ જે લોકોને રોજ ૬ કલાક ટીવી જોવાની આદત છે. તેને એક્ટીવ લાઇફ સ્ટાઇલ વાળા લોકોની સરખામણીએ ૫ વર્ષ જલ્દી મૃત્યુ થવાની સંભાવના રહેલી છે.

એકસ્પર્ટના કહેવા અનુસાર નાકમાં મ્યુકઝની જેમ કાનમાં મેલની પણ અગત્યની ભુમિકા હોય છે. જે એકસ્ટ્રા મેલ બને છે. તે ન્હાવા સમયે જાતે જ સાફ થઇ જાય છે. તો કોઇપણ રીતે કાનને સાફ કરવાની જરુરત રહેતી નથી ત્યારે લોકો કાનમાં બડ્સ, કોટન કે કોઇ લાગે તેવી વસ્તુ દ્વારા કાન સાફ કરવાની ટેવ કાનનાં પડદા માટે નુકશાનદાઇ છે. તે ખુબ પાતળો હોય છે અને ટુટવાની સંભાવના વધુ રહે છે. તેવી જ રીતે નાકમાં રહેલા વાળ નાકના રક્ષણ માટે હોય છે જ્યારે આપણે તેને તોડીએ છીએ ત્યારે નાકમાં સહેલાઇથી ઇન્ફેક્શન લાગે છે જે મગજની નસો સુધી પહોંચે છે. જેના દ્વારા મૈનિન્જાઇટીસ અને મગજની જીવલેણ બીમારીઓ થઇ શકે છે.

વધુને વધુ પાણી પીવું સ્વાસ્થ્ય માટે લાભદાઇ છે. પરંતુ આજે એક નવી વાત પણ જાણી લો કે વધુ પડતુ પાણી પીવાથી જીવ પણ ગુમાવી શકાય છે. જ્યારે કોઇ વ્યક્તિ થોડા જ સમયમાં ઘણા લીટર પાણી પી જાય છે. તો એ એક આદત બની જાય છે. અને ઘણી ગંભીર બીમારીઓનો ભોગ પણ બને છે કેટલાંક લોકોને જમ્યા પછી ટુથપીકથી દાંત સાફ કરવાની આદત હોય છે. પરંતુ જ્યારે ટુથપીકથી દાંત સાફ થાય છે ત્યારે પેઢાએ નુકશાન થાય છે અને જો અણીદાર ટુથપીકનો કટકો તેમાં રહી જાય તો ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે.

પેટ ભરાય અને સંતોષ થાય એટલું જ ખાવું જોઇએ ઘણી વાર લોકો જમતા જમતા કહે છે કે આજે તો પેટા ફાટી જાય એટલું જમાઇ ગયું છે જે ખરેખર સ્વાસ્થ્ય માટે જોખમરુપ છે. અને એવા પણ કિસ્સા બન્યા છે કે ઓવર ઇટીંગના કારણે પેટ ફાટ્યુ હોય.

ઘણા લોકોને નાની નાની વાતમાં નખ મોઢામાં નાખવાની કે ચાવવાની કે ખોતરવાની ખોટી આદત હોય છે. પરંતુ એ નખમાં ઘણા બધા બેક્ટેરીયા જમા થયેલાં હોય છે. અને મોઢામાં નાખવાથીએ આપણાં શરીરમાં દાખલ થાય છે. અનેક ગંભીર બીમારીઓને આમંત્રણ આપે છે તો હવેથી જો તમને પણ આ પ્રકારની આદતો હોય તો તેને જલ્દીથી સુધારવાની કોશિશ કરવી હિતાવહ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.