થાક, તણાવ સાથે અન્ય ચિંતાઓથી શરીરના ઘણાંબધાં ભાગમાં દર્દની પરેશાની જોવા મળતી હોય છે તેમા પણ વધારે ઉંમર લાયક લોકોમાં સાંધાના દુખાવાની ફરિયાદ જોવા મળતી હોય છે. આ રોગ માટે લીંબુ સૌથી વધુ અસરકારક છે. જેમ મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોલિક એસિડ, પેક્ટિન, ફોસ્ફોરસ, વિટામિન, એ,સી, વી૧,વી૬ વધારે મળે છે. જે શરીરમાં જરુરી તત્વોનું સમતોલ કરી દર્દમાં રાહત પહોંચાડે છે. લીંબુનો રસ નહીં પણ તેનુ છાલથી પણ દર્દ દૂર થઇ શકે છે.
જરુરી સામગ્રી
– ૨ લીંબુની છાલ
– ઓલિવ ઓઇલ
– કાચનો જાર
સૌથી પહેલા કાચની બરણીમાં લીંબુની છાલ અને ઓલિવ ઓઇલને બે અઠવાડિયા સુધી બંધ કરીને રાખો, ત્યાર બાદ આ તેલમાં રેશમી કપડાથી દર્દ થતી કપડાથી બાંધીને રાખો. આમ કર્યા બાદ ધૂંટણના દર્દથી રાહત મળવાની શરુઆત થશે.