‘અબતક’ ના લોકપ્રિય કાર્યક્રમ આયુર્વેદ ‘આજે નહિ તો કયારે’માં આયુર્વેદના બે નિષ્ણાંત ડો. કેતન ભિમાણી અને ડો. સુરેશ પ્રજાપતિએ ઉનાળામાં કેવી સમસ્યા થાય? અને તેનું નિવારણ શું ? તેની વિગતો આપી હતી
આયુર્વેદ મુજબ ઉનાળાની ઋતુમાં વધતા ગરમીથી બચવા તથા તજા ગરમીથી બચવા માટે ગુલકંદ, ગુલાબની પાંદડી, વરીયાળી તથા કુંવાપાડુ વગેરે શરીરને ઠંડક કરતી વસ્તુનું સેવન કરવું જોઇએ. તથા ઉનાળામાં થતી સમસ્યા અને તેના નિવારણની ચર્ચા અત્રે દર્શાવેલ છે.
પ્રશ્ર્ન:- સામાન્ય રીતે ઉનાળામાં આંખને સમસ્યા કયા પ્રકારની થતી હોય છે? તેનું નિવારણ શું?
જવાબ:- ડો. સુરેશ પ્રજાપતિના કહેવા પ્રમાણે અત્યારની ઋતુમાં ઉનાળામાં આંખમાં બળતરા થવી. નાના બાળકોને આંખ આવવી વગેરે જેવી સમસ્યા વધુ પડતી જોવા મળે છે. આંખની સમસ્યા સીધી લોહી સાથે સંબંધીત છે. ઉનાળામાં બહારથી ગરમી હોય અને આંખના રોગમાં અંદરથી ગરમી હોય તો તેના માટે સામાન્ય રાત્રે ધાણા પલાળીને સવારે પી જવું. જેનાથી રાહત મળે છે. બહારથી સંભાળ માટે આંખ પર સાદુ પાણી છંટકાવું જેનાથી આંખમાં ઠંડક થતી હોય છે.
પ્રશ્ર્ન:- એપ્રિલ મે અને જુનમાં ખાસ કયા પ્રકારની સમસ્યાઓ વધુ આવતી હોય છે?
જવાબ:- ડો. કેતનભાઇ ભિમાણી કહેવા પ્રમાણે આપણું શરીરએ ઋતુની જેમ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેચાતું હોય છે જે વાયુ દોષ, પિત દોષ, કફ દોષ, સામાન્ય રીતે શિયાળોએ કફની સીઝન કહેવાય છે. જેમાં વાતાવરણ ઠંડુ હોય છે. ચોમાસુએ વાયુ દોષ પ્રકૃતિ બતાવતી હોય છે. જેમાં ગ્રીષ્મ ઋતુ એટલે કે ઉનાળાના ભાગમાં પિતનું પ્રમાણ વધુ હોય છે. આયુર્વેદમાં રકતને એક રોગ બતાવેલો છે જેમાં પિત્ત અને રકતએ બન્ને આશ્રય ભાવથી જોડાયેલ છે. પિત્ત જેવા જ રકતના રોગ ઉનાળાની ઋતુમાં વધારે જોવા મળે છે.
નાકોળી ફુટવી એ પિત્તનો રોગ છે, આંખમાં લોહી આવવું એ પિત્તનો રોગ છે. મૂત્ર વાટે પેશાબ ઘાટો થઇ જવો, મળ માર્ગ વાટે લોહી આવવું, જીવનશૈલીમાં રેગ્યુલર કરતા વધારે ગરમીના પ્રમાણમાં આ પ્રકારના રોગો વધુ જોવા મળે છે.
પ્રશ્ર્ન:- અત્યારના લેપટોપ અને મોબાઇલના ઉપયોગ વઘ્ય છે. અને ગેજેટના ઉપયોગમાં વધારો થયો છે તો બાળકોને પણ ચશ્માના નંબર વધે છે તો બચવા શું કરવું ?
જવાબ:- ડો. સુરેશ પ્રજાપતિના કહેવા પ્રમાણે ઉનાળામાં વિટામીન-ડી શરીર માટે વધુ મહત્વનો હોય છે. આંખમાં ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધારે હોય જેમાં વિટામીન-ડી એ બપોરના સમયે જ તડકો લેવો એના બદલે સવારના કૃણો તડકો 10 થી 1પ મીનીટ મળે તો વિટામીન-ડી મળતું રહે છે. સાત વર્ષની અંદરના બાળકોમાં આંખ ડેવલોપ થતી હોયછે જેમાં આંખને નુકશાન ન થાય તે રીતની ટેવ પાડવી જોઇએ. આંખની એકસાસઇઝ પૂરતી થયેલી હોવી જોઇએ જેના માટે વિટામીન-ડી જરુરી બને છે. બાળકોમાં રંગોનો પ્રભાવ વધારે હોય છે. અને આંખને ડેવલોપ થાય તેવા રંગોના સંપર્કમાં રાખવા જોઇએ.
પ્રશ્ર્ન:- વધુ પડતાં ઉકાળા પીવો તો એ ગરમીનું જવાબદાર કારણ હતું ?
જવાબ:- ડો. સુરેશ પ્રજાપતિના કહેવા પ્રમાણે અતિયોગમાં કંઇ પણ લેવામાં આવે તો ગરમીનું પ્રમાણ વધે છે. આંખમાં જયારે પેટની અંદર ગરમી ગઇ તે આંખની સીધી અસર કરતી હોય છે. આંખ ઉપર ત્રણ સ્તર રહેલા હોય છે જેમાં પહેલા ઓઇલ બીજુ પાણી અને ત્રીજું
ચિકાસ એમ સ્તર હોય છે. જેમાં બહારની ગરમીને કારણે પહેલું સ્તર નાશ પામતું જાય છે. અને તે ગરમીની સમસ્યાથી આંખને નુકશાન કરે છે.
પ્રશ્ર્ન:- શરીરમાં ‘ડિહાઇડ્રેશન’ નું પ્રમાણ વધી જતું હોય છે તો શરીરમાં પાણી ખુટી જવું તે શું છે? અને તેનાથી બચવા શું કરવું ?
જવાબ:- ડો કેતનભાઇ ભિમાણીના કહેવા પ્રમાણે યથા પિન્ડે તથા બ્રહ્માંડે આયુર્વેદનું એક સરસ સૂત્ર છે. શરીર એ પંચ મહાભૂતથી બનેલું હોય છે. જેમાં વાયુ મહાભૂત અને જળમહાભૂત ભાગ ભજવે છે. જેમાં આ ઋતુમાં પિત્તનું પ્રમાણ રહેલું છે તેમાં વધારો થાય છે. જીવનશૈલી એવી થઇ ગઇ છે કે પાણી પીવાનું પ્રમાણ ઓછું થઇ ગયું છે. જેના કારણે ગરમીનું પ્રમાણ શરીરમાં વધી જાય છે. જેનું ઘ્યાન રાખવું જરુરી બને છે.
આયુર્વેદના સિઘ્ધાતો સાજા, સારા અને સ્વસ્થ રાખવામાં ખુબ ઉપયોગી બને છે. આ સમયમાં ઉનાળામાં ફ્રુટનો ઉપયોગ વધુ કરીએ શેરડીનો રસ, નાળીયેરનું પાણી, દ્રાક્ષનું પાણી વગેરે નેચરલ વસ્તુનું સેવન કરવાથી ફાયદો થાય છે. વાતાવરણની તકલીફોમાં શરીરની સાથે ચામડી
ને પણ નુકશાન થતું હોય છે. ઉનાળામાં ઠંડક માટે ગુલકંદ, વરીયાળી, ગુલાબની પાંદડી, કુવારપાડુ વગેરે વસ્તુઓનો ઉપયોગ વધારીએ જેનેથી ગરમીથી બચી શકીએ છીએ.
ઉનાળામાં પિત્તનું પ્રમાણ વધે છે તો તેની સામે કેમ રક્ષણ કરવું ?
આયુવેદિકની દ્રષ્ટી કોણથી શરીરમાં કફ, પિત્ત અને વાયુથી રોગ ઘર કરે છે. જેમાં ઉનાળામાં મુખ્યત્વે પિત્તનું પ્રમાણ શરીરમાં વધે છ જેની સામે લોકોએ ઘ્યાન રાખવું જોઇએ કે લોહીનો બગાડ ન થાય અને વિટામીન-ડી ની ઉણપ ઉભી ન થાય માટે નિષ્ણાંતની સલાહ લઇને પિત્ત સામે રક્ષણના પગલા લેવા જોઇએ.
સંદેશો….
ડો. સુરેશ પ્રજાપતિ:- આયુર્વેદ મુજબ શરીરમાં પાણી પીવાની રીતમાં ફેરફાર કરવો જોઇએ. પાણી શાંતિથી બેસીને તાળવે તથા હોઠને અટકી ને પીવું જોઇએ જેનાથી શરીરમાં ઘટતું પાણી અને તેના સેવનથી ‘ડિહાઇડ્રેશન’નું પ્રમાણ ઘટે છે.
ડો. કેતનભાઇ ભિમાણી:- આયુર્વેદમાં ટ્રીટમેન્ટ માટે આંખ માટે અંજન, કાન માટે કર્ણપુર્ણ, નાક માટે નસ્યપૂર્ણ બતાવેદું છે કહેવત મુજબ આંખ મે અંજન, કાન મે પુરણ, નાક મેં નસ્ય, નીતકર – નીતકર – નીતકર તથા શરીરમાં સમયસર માલિસનું પ્રમાણ રાખવું જોઇએ ઘીના ઉપયોગથી ‘ડિ હાઇડ્રેશન’ માં ફાયદો થાય છે.