બાળક એટ્લે તેમાં દરેક વ્યક્તિને ભગવાનનું સ્વરૂપ જ દિખાય છે. તેના જેવુ નિર્દોષ અને ભોળું કોઈ હોતું નથી. તેમજ બાળકમાં કોઈ પણ જાતના રાગદ્વેષ હોતા નથી. પરંતુ બાળકને વધુ પડતું પંપાળવાથી તે જિદ્દી બને છે. અને એ દરેક જીદ પૂરી કરવી એ બાળકના ભવિષ્ય માટે હિતાવહ નથી. તો આવો જોઈએ કે કઈ રીતે જિદ્દી બાળકને હેન્ડલ કરી શકાય…???
બાળકનું પહેલું શિક્ષણ તેના ઘરથી શરૂ થાય છે. એવું કહેવાય છે કે બાળકને બે અઢી વર્ષે જેટલું શિખડાવવાથી તે શીખે છે તેના કરતાં તે પરિવારના સભ્યોને જોઈને વધુ શીખે છે. જેના અનુસંધાને માતા પિતાએ બાળકની હાજરીમાં કે તેની સાથે હમેશા સારો વર્તાવ કરવો જોઈએ તેમજ વડીલો સાથે સમ્માનથી વાત કરવી જોઈએ જેનાથી બાળકને પાયાના સંસ્કાર મજબૂત અને વ્યવહારીક મળે છે.
બાળકોને સિસ્તમાં રહેતા પણ શિખડાવવું એટલુજ જરૂરી છે અને ખાસ તો ત્યારે જ્યારે તે ઘરની બાહર અન્ય વ્યક્તિઓના સંપર્કમાં આવે છે તેવા સમયે જો સિસ્તમાં નહીં રહે તો તેના માટે જ નુકષાનકર્તા સાબિત થાય છે. બાળક જ્યારે બહાર રમવા જાય છે ત્યારે પણ તેને ડિસિપ્લિનમા રહેવાના પાઠ ભણાવવા જરૂરી છે, જેના કારણે તે અન્ય બાળકો સાથે શાંતિથી અને હળીમળીને રમી શકે અને જીદ કરવા કારતા અન્ય બાળકોમાં ભળી શકે છે.
સામાન્ય રીતે દરેક ઘરમાં દાદા દાદી બાળકને વધુ પેંપર કરતાં હોય છે અને જ્યારે પણ મમ્મી કે પપ્પા બાળકને તેની ભૂલ સમજાવવા ખીજતા હોય છે ત્યારે તે વડીલો બાળકનો પક્ષ લઈ તેનો બચાવ કરતાં હોય છે જેના કારણે બાળક તેઓ સાથે વધી નિકટતા ધરાવે છે પરંતુ તેવા સમયે બાળકને એ શીખ આપવી પણ એટલી જ અજરૂરી છે કે એ તેના વડીલ છે અને તેની સાથે સમ્માનથી વર્તન કરવું જોઈએ.
ઘણી વાર એવું પણ બને છે જ્યારે બાળક એટલું જિદ્દી બની જાય છે કે જેનાથી તે ભૂલી જાય છે કે કોની સાથે કેવું વર્તન કરવું જોઈએ? ત્યારે બાળકને એ સમજવવવું જરૂરી છે કે કોઈ પણ સ્થિતિમાં બાળકે શાંત રહી વાતને સમજીને વિનમ્રતાથી વર્તન કરવું જોઈએ.