કાનની સંભાળ આપણે ઘણી વખત રાખી શકતા નથી પરંતુ તેમાં ચીવટ અને ચોખ્ખાઇની ખૂબ જ આવશ્યકતા છે. સામાન્ય રીતે કાન સાફ કરવા માટે આપણે ઇયરબડનો ઉપયોગ કરતા હોય છીએ પરંતુ જો શુષ્કતાને કારણે કાનમાં ખંજવાળ આવતી હોય તો બડનો ઉપયોગ નુકશાનકારક સાબિત થઇ શકે છે. કારણ કે ખંજવાળને કારણે વધું ચેપ ફેલાય છે. શિયાળામાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન પણ વધુ હોય છે. જ્યારે ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન વધી જાય છે. તો કેટલીયે વખત કાનમાં ચેપ વધુ ફેલાવાથી કાનના પડદામાં છીદ્ર પડી જાય છે.

આ ચેપને કારણે અમુક વખત કાનનું હાડકું ઓગળવા લાગે છે. સતત માથાનો દુખાવો રહે છે. કાન પુરુ થઇ જવું, દુર્ગધ મારતું પાણી અને કાનમાં પીડા થાય છે. આમ વારંવાર ચેપને કારણે કાનમાં જો છીદ્ર થઇ જાય તથા અન્ય લક્ષણો દવાથી ન મટે તો તેની સારવારનો વિકલ્પ સર્જરી જ છે.

કાનના પડદામાં છિદ્ર થવાથી દર્દીના માથામાં કાનના ઉપરના સ્નાયુ અને ફેષિયાનો અમુક ભાગ લેવામાં આવે છે. જેમાંથી દર્દીના કાનનો નવો પડદો બનાવવામાં આવે છે. આ પ્રોસેસ ખૂબ જ લાંબી છે. માટે તમે મલમલનું ભેનું કરીને તેનાથી કાન સાફ કરી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.