- કોલ સેન્ટર નંબર 2450077ની સેવા હવે બંધ
હાલમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકાની વિવિધ સેવાઓને લગત નાગરિકોની ફરિયાદોની નોંધણી માટે વર્ષ 2008થી અમીનમાર્ગ ખાતે 24 ડ્ઢ 7 કોલ સેન્ટર ચાલુ કરવામાં આવેલ છે. જેમાં વાર્ષિક 3.75 લાખ ફરિયાદો નોંધવામાં આવે છે. આ માટે મહાનગરપાલિકા દ્વારા લેન્ડલાઈન નંબર 0281 – 2450077 કે જેમાં (05 હન્ટીંગ લાઈન સામેલ છે) તેમજ ટોલ ફ્રી નંબર 1800-123-1973 પર શહેરનાં નાગરિકો ફોન દ્વારા તેઓની મહાનગરપાલિકાની સેવાઓ અંગે ફરિયાદો નોંધાવી શકે છે તે પ્રકારની વ્યવસ્થા અમલમાં મુકેલ છે. ભારત સરકારનાં દ્વારા ભારતની તમામ મહાનગરપાલિકાઓની વિવિધ સેવાઓ અંગેની ફરિયાદો માટે અલગ અલગ નંબરને બદલે તમામ ફરિયાદોની નોંધણી સમગ્ર દેશમાં એક જ કોમન નંબર દ્વારા કરી શકાય તેવી વ્યવસ્થા શરુ કરવામાં આવેલ છે. આ માટે 155304 નંબરનો શોર્ટ કોડ અમલમાં મુકવામાં આવેલ છે. ભારત સરકારની આ યોજનાનો અમલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે. હાલમાં કોલ સેન્ટરનાં નંબર 0281-2450077 તેમજ ટોલ – ફ્રી નંબર 1800-123-1973નાં સ્થાને શોર્ટ કોર્ડ નંબર 155304 પરથી લોકો પોતાની મહાનગરપાલિકાની સેવાઓ અંગેની ફરિયાદો નોંધાવી શકશે તેમ, મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર, શાસક પક્ષ નેતાશ્રી લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડકશ્રી મનીષભાઈ રાડીયાએ જણાવ્યું હતું. આ સેવાનાં મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે.
સમગ્ર દેશમાં એક જ શોર્ટ કોડ નંબર 155304 દ્વારા મહાનગરપાલિકાઓની સેવાઓ અંગેની ફરિયાદોની નોંધણી થઇ શકશે. 155304ને કેટેગરી-1 નંબર તરીકે જાહેર કરવામાં આવેલ છે આથી તમામ ટેલિકોમ ઓપરેટરોને ફરજીયાત પણે આ સર્વિસ પ્રોવાઈડ કરવાની રહેશે.
અન-રીસ્ટ્રીકટેડ સર્વિસ જે એસટીડી કોડ પર પણ અવેલેબલ થશે. આ ઉપરાંત હાલની કોલ સેન્ટરની સેવાઓને મહાનગરપાલિકાનાં પોતાના ડાર્ક ફાયબર દ્વારા (10 યુઝ લાઇન) મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોન સર્વર સાથે કનેક્ટ કરવામાં આવેલ છે. આથી લોકોને મહાનગરપાલિકાની સેવાઓ અંગેની પોતાની ફરિયાદો નોંધાવવામાં સરળતા રહેશે. આ ઉપરાંત મહાનગરપાલિકાની વેબસાઈટ, મોબાઈલ એપ તેમજ વોટ્સએપ ચેટબોટ દ્વારા પણ લોકો પોતાની ફરિયાદો નોંધાવી શકે છે.
આમ, હવેથી મહાનગરપાલિકાની સેવાઓ અંગેની ફરિયાદો લોકો 0281-245007 અને 1800-123-1973ને બદલે એક જ શોર્ટ કોડ 155304 નંબર ડાયલ કરી સરળતાથી નોંધાવી શકશે.