ચોકલેટ પાણીપૂરી બનાવવા માટેની સામગ્રી :
૧૨ પાણીપૂરીની પૂરી
૧/૨ કપ ડાર્ક ચોકલેટ સમારેલી
૨ ચમચી કલરફૂલ સ્પ્રિંકલસ
૧/૪ કપ સમારેલી અખરોટ
ચોકલેટ મિલ્કશેક માટેની સામગ્રી :
૧/૪ કપ ડાર્ક ચોકલેટ સમારેલી
૩/૪ કપ ઠંડુ દૂધ
૨,૧/૨ ચમચી ચોકલેટ આઈસ્ક્રીમ
૧ ચમચી ખાંડ
૨ ચમચી કોકો પાવડર
ચોકલેટ મિલ્કશેક બનાવવા માટેની રીત:
માઈક્રોવેવ સેફ બાઉલમાં ચોકલેટ અને ૨ ચમચો દૂધ મિક્સ કરો. તેને માઈક્રોવેવમાં ૩૦ સેકન્ડ સુધી ગરમ કરો. બાઉલને માઈક્રોવેવમાંથી બહાર કાઢો. ચોકલેટને બરાબર રીતે હલાવો જેથી ચોકલેટના ગઠ્ઠા ના રહે. ત્યારબાદ ચોકલેટ મિલ્કશેકની બધી સામગ્રી ચોકલેટના બાઉલમાં મિક્સ કરો અને તેમાં બ્લેન્ડર ફેરવો. હવે આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં લઈ એકબાજુ મૂકી રાખો. તૈયાર કરેલ મિલ્કશેકને ૧૨ નાના કાચના ગ્લાસમાં રેડો.
ચોકલેટ પાણીપૂરી બનાવવા માટેની રીત :
માઈક્રોવેવ સેફ બાઉલમાં ચોકલેટ લો અને માઈક્રોવેવમાં ૧ મિનિટ સુધી ગરમ કરો. ત્યાર બાદ તેને બરાબર હલાવી લો જેથી ચોક્લેટના ગઠ્ઠા ના રહે. હવે દરેક પૂરીને મેલ્ટ કરેલી ચોકલેટમાં બોળી લો અને પૂરીને દરેક બાજુ ચોકલેટથી કવર કરી લો. તેને કાંટા ચમચીની મદદથી બહાર કાઢી લો. પૂરી પર કલરફૂલ સ્પ્રિંકલને સ્પ્રેડ કરો અને ફ્રિજમાં તેને ૩૦ મિનિટ સુધી મૂકી રાખો. હવે દરેક પૂરીને વચ્ચેથી તોડો, દરેક પૂરીમાં થોડી અખરોડ મૂકો. પૂરીને સર્વ કરતા પહેલા દરેક પૂરીને મિલ્કશેકવાળા ગ્લાસ પર મૂકો અને તેને તુરંત સર્વ કરો. અખરોટ નાખેલી પૂરીમાં તમે ચોકલેટ મિલ્કશેક એડ કરી કરી શકો છો પરંતુ તેને તુરંત સર્વ કરો.