ફેસબૂકની માલિકી ધરાવતું અને લોકોની પ્રિય એવી એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ જે પોતાના ફીચર્સના લીધે લોકોમાં ખૂબ જ લોકપ્રિય બ્નયું છે, હાલમાં ઇન્સ્ટાગ્રામએ પોતાના યુઝર્સ માટે યોર એક્ટિવિટીનું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ પોતે ઇન્સ્ટાગ્રામ પર કેટલો સમય પસાર કર્યો છે તે જાની શકશે.
આ ફિચર યૂઝર્સના પ્રોફાઈલ પેઈજ પર ટોપ રાઈટ કોર્નર પર હેમબર્ગર આઈકોનના રૂપમાં આપવામાં આવ્યુ છે. જેમાં રોજની ટાઈમ લીમીટ શેટ કરવા અને અસ્થાયી રૂપથી નોટીફિકેશનને મ્યુટ કરવા જેવા ટૂલ પણ આપવામાં આવ્યા છે.
લોકો પોતાનો મોટા ભાગનો સમય ઇન્સ્ટાગ્રામ પર પસાર કરતાં હોય છે જેના દ્વારા મેન્ટલ અને ફિઝીકલ રીતે સ્વાસ્થ્ય પર અસર થાય છે તેને ધ્યાને રાખીને કંપનીએ ઓગસ્ટમાં જાહેરાત કરી હતી કે કંપનીએ રોલ આઉટ કરવાની શરૂઆત કરી દીધી છે.
આ ફીચરમાં તમને અઠવાડીયામાં કરેલી તમારી ક્રિયાબતાવશે કે તમે કેટલો સમય પસાર કર્યો છે.આ ફીચર ફેસબૂક પણ પોતાના યુઝર્સ માટે લાવવી શકે છે કંપની ફેસબૂક યૂઝર્સના એક્ટીવીટી ડેશબોર્ડમાંઆ વિચર કજૂ કરે તેવી સંભાવના છે. તેમજ તેનુ નામ યોર ટાઈમ ઓન ફેસબૂક રાખવામાં આવશે.