સારા અક્ષર શ્રેષ્ઠ કેળવણીની નિશાની છે. પૂ.મહાત્મા ગાંધી પોતે કબૂલતા કે મારા અક્ષરો ખરાબ થાય છે. ડોક્ટરના અક્ષરોતો મેડીકલ સ્ટોર વાળા જ ઉકેલી શકે છે. ઘણા તો પોતે લખેલ પોતે પણ ન વાંચી શકે એટલે હદે ખરાબ અક્ષર હોય છે. હાથ લખેલ ઉપરથી ટાઇપીંગ કરતા લોકોને જ સારા અક્ષરનું શું મહત્વ છે તે બરોબર સમજાય છે. આજના યુગમાં હવે છાત્રો, શિક્ષકો, પત્રકારો, લેખકો વિગેરે જેવા લોકો જ હાથે લખે છે. બાકી કોઇને લખવાના મહાવરો જ નથી.

શાળાઓમાં સુંદર લેખન, શ્રૃત લેખન જેવું શિક્ષક દરરોજ ગુજરાતી, હિન્દી, અંગ્રેજીના ફકરા લખાવતાન સારા અક્ષર હોય તેને નંબર આપતા, આવી સ્પર્ધા પણ થતી. આ યુગ ચાલ્યો ગયો આજે પેપર ચેક કરતાં શિક્ષકોને ખબર છે કે છાત્રોના અક્ષર કેવા થાય છે. એક વાત નક્કી છે કે જો તમે પેપરમાં ખૂબ જ સારા અક્ષરે લખો તો તમો પરિક્ષક ઉપર પ્રભાવ પાડી શકો છો. વિદ્યાર્થી જીવનમાં પ્રાથમિક શાળા કે હાઇસ્કૂલ, કોલેજ કે ઉચ્ચ શિક્ષણમાં લેખન મહાવરા સાથે મોતીના દાણા જેવા અક્ષરોનું વિશેષ મહત્વ છે. આજે સમાજમાં હજારોમાં એક-બેના નવા સુંદર અક્ષરો જોવા મળે છે.

પહેલાના જમાનામાં સગાઇ થતી ત્યારે પત્નીને બંધ કવરમાં સુંદર પ્રેમપત્રો સાથે વિવિધ ચિત્રો સાથે શ્રેષ્ઠ લેટર મોકલતા એ યુગ પૂરો થયોને હવે શોર્ટ મેસેજથી બધુ આંગળીના ટેરવે તૈયાર ભાણે મોબાઇલમાં જ મળી જતા અક્ષરો બધાના બહુ જ બગડવા લાગ્યા છે. અક્ષરો સુધારવા સાવ સામાન્ય બાબત છે. જો તમારા વળાંક સુધરે તો જ તમારા અક્ષર સુધરે તે વાત નક્કી છે. આજે તો ગોળ રાઉન્ડ પણ સરખું કરી શકતા નથી ને સીધી લીટીમાં કોઇ લખી પણ શકતું નથી ત્યાં સારા અક્ષરની વાત ક્યાં કરવી.

અક્ષર સુધારવા આજે ઓનલાઇન ક્લાસ ચાલે છે. તમે ઘરે બેસીને જોડાય શકો સાથે કેલિગ્રાફીના ક્લાસમાં જોડાયને પણ અક્ષરો સુધારવાના પ્રયાસ કરી શકો છો. સૌથી અગત્યની બાબતમાં સતત પ્રેક્ટિસ સાથે તમારો ઉત્સાહ જ આમા સારા પરિણામો આપી શકશે. સંગીતકારો જેમ દરરોજ રિયાઝ કરે તેમ તમારે તમારા વિવિધ વળાંકો ઉપર ધ્યાન કેન્દ્રીત કરીને પ્રેક્ટિસનો મહાવરો રાખવો પડે.

Screenshot 7

વિવિધ વળાંક માટે રફ પેપર કે અખબાર જેવા નકામા પેપરમાં પ્રેક્ટિસ કરી શકો છો. અક્ષરો ખરાબ હોય એટલે શિક્ષકો, માતા-પિતા આપણે પ્રેક્ટિસ કરવા બેસાડી દે પણ તે ઝડપથી ના સુધરે તેમાં ધીરજ સાથે સમય પણ આપવો પડશે. પેન પકડવાની સ્ટાઇલ પણ બદલવી પડે કારણ કે સંશોધકો કહે છે કે ત્રણ આંગણી વડે જ પેન પકડેલી હોવી જોઇએ, એટલે પહેલી આંગણી, બીજી આંગળી અને અંગૂઠો, અંગૂઠો અને પહેલી આંગળી પેન પકડેને બીજી આંગણી તેને સપોર્ટ આપે છે. આ રીતે લખવાની વિજ્ઞાની રીત છે. આ રીતે દરરોજ એક પાનુ લખો પછી તો ગ્રીપ પકડાશે એટલે આપોઆપ અક્ષરો સુધરવા લાગશે.

ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. સારા અક્ષરો બીજા વ્યક્તિના ધ્યાનનું આકર્ષિત કેન્દ્ર સાથે આપણે આપણાં વ્યક્તિવ્યછાપ ઉપસાવે છે. આપણી બોલવાની છટા સાથે સારા અક્ષરો થતાં હોય તો તમે ગમે તેને ઇંમ્પ્રેસ કરી શકો છો. અભ્યાસમાં સુંદર અક્ષરનું વિશેષ મહત્વ છે. સુંદર અક્ષર એ વિદ્યા દેવી માં શારદાનું આવશ્યક અંગ છે. અભ્યાસની સર્વ બાજુ આપણે શ્રેષ્ઠ હશે પણ અક્ષરો સારા નહીં હોય તો આપણી સર્વ સિધ્ધીઓને ઢાંકી દેશે. સુંદર અક્ષર જ હાથનું ઘરેણું છે. અમુક છાત્રોના કોમ્પ્યૂટર કરતાં પણ સારા અક્ષરો થતાં હોય છે. એક વાત આજના યુગની કે મોબાઇલ, લેપટોપ કે કોમ્પ્યૂટરનો ઉપયોગ વધારે થઇ ગયો છે. જેને કારણે બાળકોને તેના પર લખવું સરળ લાગે છે પણ નોટબૂકમાં લખવું ગમતું નથી, આ કારણે પણ ઘણાં છાત્રોના અક્ષરો બગડી ગયા છે. હેન્ડરાઇટીંગ સુધારવાને કારણે પણ ઘણો ફાયદો છાત્રોને મળતો હોય છે. અક્ષર સુધારણા માટે તમે જ ટેબલ પર લખો છો તેની ઉંચાઇ પણ બરોબર હોવી જ‚રી છે. તમારા સંતાનોને રાઇટીંગ પ્રોજેક્ટ આપો જેમાં તે તેના મિત્રો કે પરિવારમાં અન્યને પત્ર લખે જેને કારણે લેખન મહાવરો આવતા તેમાં સુધાર લાવી શકાય છે.

અક્ષરો સારા હોય પણ બે શબ્દો વચ્ચેની જગ્યા ના રાખે તો પણ અર્થના અનર્થ થઇ જાય છે. સારા, સુઘડ, સુવાંચ્ય, મરોડદાર અને સ્વર છે. અક્ષર પ્રતિભાશાળી વ્યક્તિત્વનો અરીસો છે. આ સુંદર અક્ષરોની શ‚આત બાલ્યકાળથી કરાય તે ખૂબ જ અનિવાર્ય છે. શાળાઓમાં આ બાબતો વિશે કાળજી લેવાય જેમાં વળાંકો અને આકારો સાથે લખણને પુરતું પ્રોત્સાહન મળે તો છાત્રોની લેખન કળા સુધરે, સરકારે ગત વર્ષે જે ‘અક્ષર સુધારણા પ્રોજેક્ટ’ શાળા કક્ષાએ શ‚ કર્યો હતો. અક્ષરો વ્યક્તિની કોઇપણ ઉંમરે સુધરી શકે જ‚ર છે માત્ર શીખનારનાં શ્રેષ્ઠ પ્રયત્નોની. આજે તો ઘણા શિક્ષકોના જ અક્ષરો બોર્ડનાં બહુ જ ખરાબ જોઇને છાત્રો પણ એ જ ગાડુ ગબડાવે જાય છે.

જીવન અને અભ્યાસમાં સુંદર લેખનની ઉપયોગીતા

સુંદર અક્ષર એ હાથનું ઘરેણું છે.

સારા પરિણામ માટે

સારા વ્યક્તિત્વ માટે

અર્થનો અનર્થ ન થાય તે માટે

સુંદર લેખિત અભિવ્યક્તિ માટે

લેખન કાર્યમાં સુઘડતા આવે તે માટે

લેખનની ચોખ્ખાઇ માટે

સારી કેળવણીની છાપ પડે તે માટે

સારા-સુઘડ-સુવાંચ્ય-મરોડદાર અને સ્વચ્છ અક્ષર પ્રતિભાશાળી વ્યક્તિત્વનો અરીસો છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.