તમે બેસન , નાળિયેર , તલના લાડવા તો ખાયા જ હશે. જો તમને પણ ડૅઝર્ટ ખાવાનું મન છે તો ઘરે પનીર અને ગુલકંદથી તૈયાર લાડુ બનાવીને ખાઓ. ગમે તેમ હોય પરંતુ ઘરે બનાવેલી મીઠાઈનો ટેસ્ટ તદન અલગ જ હોય છે. તો જાણો ગુલકંદ અને ગુલાબથી ભરેલા આ લાડુ.
સામગ્રી
દૂધ- 2 લિટર
લીંબુનો રસ- 4 ટેસ્બલપ્યુન
ગુલાબ સિરપ- 90 ગ્રામ
ચીન પાઉડર- 100 ગ્રામ
દૂધ- 50 મિલી
ગુલકંદ- 4 ટેસ્બલપ્યુન
સુકા ગુલાબની પાંદડી- ગાર્નિશ માટે
પદ્ધતિ
- સૌથી પહેલા પેન માં દૂધ ઉમેરો અને તેને ઉકાળાવો અને તે પછી તેને લીંબુના રસમાં ઉમેરી દૂધને ફાડી નાખો.
- હવે તેમાથી પાણી અલગ કરો અને બાઉલમાં કાઢી લો.
- પછી તેમાં ગુલાબ સિરપ, ખાંડ બૂરું , ત્યારબાદ દૂધને ઉમેરી તેને ભેળવી લો.
- હવે આ મિશ્રણથી અમુક ભાગ લઈ લાડુની જેમ ગોળ કરો અને આ દરમિયાન લાડુની અંદર ગુલકંદ ઉમેરી લો ત્યારબાદ તેને લાડુનો આકાર આપો
- આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરી લાડુ બનાવો. લાડુને 30 મિનિટ સુધી ફ્રિજ રાખો.
- ત્યારબાદ તેને ગુલાબની પાંદડી થી ગાર્નિશ કરી સર્વ કરો
તો તૈયાર છે આ ગુલકંદ ગુલાબના લાડુ…