આજકાલ કેટલાક લોકો તેનો મોટાભાગનો સમય ઓફિસમાં 1 જગ્યાએ બેસીને વિતાવે છે. તેમજ તેમને તેમના ડેસ્ક પરથી ઉઠવાનો કે થોડો સમય ચાલવા માટે પણ સમય મળતો નથી. પરંતુ સતત બેસી રહેવાથી વ્યક્તિના સ્વાસ્થ્ય માટે તદ્દન હાનિકારક સાબિત થઈ શકે છે.

લાંબા સમય સુધી 1 જ જગ્યાએ બેસી રહેવાથી શરીરની ગતિવિધિઓ ઓછી થઈ જાય છે. જેના કારણે સ્નાયુઓ અને હાડકાંમાં નબળાઈ આવે છે. તેમજ સ્થૂળતા અને અનેક સમસ્યાઓનું જોખમ વધી શકે છે. આ સાથે દરરોજ કલાકો સુધી 1 જગ્યાએ બેસીને લેપટોપ પર કામ કરવાથી પીઠ, ગરદન અને ખભામાં દુખાવો થઈ શકે છે. તેમજ ખરાબ મુદ્રાની સમસ્યા પણ થઈ શકે છે. આ ઉપરાંત આ માનસિક સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર કરી શકે છે. ત્યારે આવી સ્થિતિમાં આ સમસ્યાઓથી બચવા માટે, તમે દિવસમાં થોડો સમય કાઢીને યોગ કરી શકો છો.

યોગ કરવાથી શરીરમાં નરમાશ વધે છે, સ્નાયુઓની મજબૂતાઈ વધે છે અને હાડકાં મજબૂત થાય છે. યોગ વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરી શકે છે. આ ઉપરાંત યોગ માનસિક સ્વાસ્થ્ય અને એકંદર સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેથી આ સ્થિતિમાં તમે દરરોજ આ સરળ યોગાસનો કરી શકો છો.

તાડાસન:

Tadasana

તાડાસનને માઉન્ટેન પોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. કરોડરજ્જુ માટે ફાયદાકારક સાબિત કરવા, મુદ્રામાં સુધારો કરવા અને પેટની વધારાની ચરબી ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે. તાડાસન યોગાસનો કરવા માટે સૌથી પહેલા સાવધાન સ્થિતિમાં સીધા ઉભા રહો,પછી તમારા બંને હાથને માથાની ઉપર લઈ જાઓ અને બંને હાથની આંગળીઓને એકસાથે બાંધતી વખતે હાથને સીધા રાખો.અને તમારા અંગૂઠા પર ઊભા રહેવાનો પ્રયાસ કરો.

ભુજંગાસન:

Bhujangasana

ભુજંગાસન જે કોબ્રા પોઝ તરીકે પણ ઓળખાય છે. આ આસનમાં શરીરનો આકાર સાપ જેવો થઈ જાય છે, તેથી આ યોગને ભુજંગાસન યોગ તરીકે ઓળખવામાં આવે છે. આ યોગ આસન પીઠના સ્નાયુઓને મજબૂત બનાવવામાં અને લાંબા સમય સુધી બેસી રહેવાથી થતા ખેંચાણને ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. તેમજ આ આસન કરવા માટે સૌથી પહેલા પર યોગ મેટ પર સૂઈ જાઓ. ત્યારબાદ પેટ નીચેની તરફ અને પગના તળિયાને ઉપરની તરફ રાખો. ત્યારપછી હવે તમારા હાથને છાતી પાસે લઈ જાઓ અને હથેળીઓને નીચે રાખો. ત્યારબાદ ઊંડો શ્વાસ લો અને નાભિને ઉપરની તરફ ઉઠાવો. તેમજ માથા અને ગરદનને ઉપર ઉઠાવો, ત્યારપછી પછી ધીમે ધીમે છાતી અને પેટને ઉંચા કરો. જાણે તમે આકાશ કે છત તરફ જોઈ રહ્યા છો. આ સ્થિતિમાં તમારું શરીર 5 થી 10 સેકન્ડ માટે રાખો.

વજ્રાસન:

Vajrasana 1

આ આસનો પેટના અંગોને શાંત કરે છે અને પાચન તંત્ર માટે વધુ સારા સાબિત થઈ શકે છે. તેમજ આ આસન કરવા માટે, તમારા ઘૂંટણને વાળો અને તમારા અંગૂઠા પર બેસી જાઓ અને બંને પગના અંગૂઠાને સાથે લાવો. તેમજ ધ્યાન રાખો કે હીલ્સ વચ્ચે થોડું અંતર હોવું જોઈએ. આ સાથે તમારા શરીરનો આખો વજન તમારા પગ પર રાખો અને બંને હાથને જાંઘ પર રાખો, તેમજ એ પણ ધ્યાનમાં રાખો કે કમરની ઉપરનો ભાગ એકદમ સીધો હોવો જોઈએ.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.